Entertainment

લંબી રેસકા ઘોડા… અજય દેવગણ

અજય દેવગણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ટોપ બિઝનેસ માઈન્ડ સ્ટાર છે. શાહરૂખ ખાન 10 સફરજન વેચવાના બદલે એક મોટું તડબૂચ વેચવામાં માને છે જયારે અજય દેવગણ બે-ત્રણ તડબૂચ વેચવાની જગ્યાએ બે-ત્રણ ડઝન સફરજન વેચી મારી. બજારમાંથી ઊભો થઇ જાય છે. તે પોતાને નંબર વન સ્ટાર ગણાવવાની હોડમાં પડતો જ નથી. ફિલ્મ લાઈનમાં આવ્યા છે તો કામ કરો. મોટા સોદા કરવામાં વધારે રાહ જોવી પડે અને સોદો ન થાય તો માર પડે એના કરતાં પરવડે એવા સોદા કરીને ધંધો ચાલુ રાખવો આ અઠવાડિયે તેની ‘શયતાન’ રજૂ થઇ રહી છે. આ તેણે ઓછા પ્રોડકશન સમયમાં, ઓછા બજેટમાં, ઓછા સ્ટાર્સ સાથે બનાવેલી ફિલ્મ છે. શાહરૂખ, સની દેઓ અત્યારે ફિલ્મી દેશપ્રેમના બહાને બદલની ફિલ્મોમાં બિઝી છે પણ અજય દેવગણ પોતાની રીતે આગળ વધુ છે. તેણે પોતાના પ્રોડકશન હાઉસને ચોક્કસ બ્રાન્ડ સ્ટાઇલની ફિલ્મોમાં બાંધ્યુ નથી. તેની ‘રાજુ ચાચા’, ‘ઓલ ધ બેસ્ટ’, ‘બોલ બચ્ચન’ ‘સન ઓફ સરદાર’, ‘સિંઘમ રિટર્ન્સ’, ‘શિવાય’, ‘હેલિકોપ્ટર એલા’, ‘ટોટલ ધમાલ’, ‘તાનાજી’થી માંડી ‘રન વે-34’, ‘ભોલા’ સહિતની ફિલ્મો જુઓ તો સમજાશે કે તે ઘણા બધા વિષયો સાથે ફિલ્મ બનાવે છે. દરેક ફિલ્મમાં પોતાના સ્ટારડમ પર જ ભરોસો નતી કરતો. નિર્માતા તરીકે તેણે 25 ફિલ્મો બનાવી છે અને એટલી ફિલ્મો સલામનકે આમીર કે અક્ષયકુમારે નથી બનાવી તેમાંય છેલ્લા થોડા વર્ષમાં નિર્માતા તરીકે તે વધારે ફિલ્મો બનાવતો થયો છે. એ જાણે છે કે ઉંમર વધી છે તો મર્યાદિત રીતે અભિનય કરવો અજય પોતાનો બેસ્ટ મેનેજર છે.
અજયની બીજી ક્ષમતા એ છે કે તેણે સલમાનની જેમ બીજા દિગ્દર્શકનો કાયમ આધાર શોધવા નથી પડતો. તે ‘યુમી ઔર હમ’ના સમયથી દિગ્દર્શન કરે ચે અને ‘શિવાય’, ‘રનવે-34’, ‘ભોલા’નો દિગ્દર્શક તે પોતે જ હતો. જયાં જરૂર જણાય તો ત્યાં સારા દિગ્દર્શકને રોકે છે. ‘શયતાન’નું દિગ્દર્શન વિકાસ બહેલે કર્યું છે તો ‘સિંઘમ અગેઇન’નો દિગ્દર્શક તેનો ખાસ મિત્ર રોહિત શેટ્ટી છે તે સ્ટાર તરીકે ય કો ઇમેજથી બંધાતો નથી બાકી તેમાં એકશનમાં પાવરફુલ છે. પણ કોમેડી રોમાન્સ પણ કરી લે છે.અજય કોઈ ખોટી ઉતાવળમાં માનતો નથી. તેની પાસે કેટલીક સિકવલ છે અને તે ફણ પાંચની સિકવલ-‘સિંઘમ’, ‘રેડ’, ‘દૃશ્યમ’, ‘દે દે પ્યાર દે’ અને ગોલમાલ’, અત્યારના કોઇ સ્ટાર પાસે આટલી સિકવલ નથી. અજય દેવગણ અને આમીરખાન સતત જૂદું વિચારનારા અભિનેતા છે અને અક્ષયકુમાર પોતાના કામ પર ભરોસો કરનારો સ્ટારછે.
આ બધા સાથે એક વધુ મુદ્દો. જરૂરી છે કે આવનારા પાંચેક વર્ષમાં પાંચેક ટોપ સ્ટાર્સનો હીરો તરીકેનો સ્ક્રિન સમય પૂરો થવામાં અને તે વખતે વધુ વ્યુહાત્મક રીતે તેમણે પોતાને ટકાવવા પડશે.અજય દેવગણ પોતાના પ્રોડકશન હાઉસ ઉપરાંત વિઝયુઅલ ઇફેકટ કંપની ચલાવે છે. તે જરૂર લાગે ત્યારે અન્ય ભાષામાં પણ ફિલ્મ બનાવે છે. તેણે ‘આપલા માનુસ’નામની મરાઠી ફિલ્મ બનાવેલી જેમાં નાના પાટેકર અને ઇરાવતી હર્ષે હતા. તે કાજોલને લઇ એવી ફિલ્મ બનાવે છે જેમાં માત્ર મનોરંજ નથી હોતુ તે પોતાની ફિલ્મનું બજેટ ઓછું રાખવાની તરકીબો પણ જાણે છે. અજયને કોઇ દિવસ કરન જોહર કે આદિત્ય ચોપરા કે રાજકુમાર હીરાનીની જરૂર નથી પડતી પણ અભિનેતા તરીકે કોઇ સારી ઓફર આપે તો નકાર તો નથી અજય દેવગણ લંબી રેસકા ઘોડા હૈ. તમે તેની પર દાવ લગાડી શકો છો.

Most Popular

To Top