Top News

More Posts

   The Latest

Most Popular

નવસારી : નવસારીમાં બહેને હિન્દૂ યુવાન સાથે પ્રેમ લગ્ન કરતા નારાજ ભાઈએ બનેવીને માર મારતા મામલો નવસારી ટાઉન પોલીસ મથકે પહોંચ્યો છે.

  • નવસારીમાં બહેને હિન્દૂ યુવાન સાથે પ્રેમ લગ્ન કરતા ભાઈએ હુમલો કર્યો
  • માણેકલાલ રોડ પરથી પસાર થઈ રહેલા દંપતીને જાહેરમાં માર મારવામાં આવ્યો

મળતી માહિતી મુજબ, નવસારીમાં શાંતાદેવી રોડ પર રહેતો આર્યન નામનો યુવાન રત્ન કલાકાર તરીકે નોકરી કરે છે. આર્યન નવસારીમાં રહેતી એક મુસ્લિમ યુવતી સાથે મળ્યો હતો. જેથી બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જોકે આર્યન અને મુસ્લિમ યુવતીએ તમામની વિરુદ્ધ જઈ પ્રેમ લગ્ન કર્યા હતા. જેથી બંને લગ્ન જીવન જીવી રહ્યા હતા.

દરમિયાન આર્યન અને તેની પત્ની માણેકલાલ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે આર્યનની પત્નીનો ભાઈ સુફિયાને આવી તેની બહેનને માર મારવા લાગ્યો હતો. જેથી આર્યન વચ્ચે પડતા સુફીયાને આર્યનને પણ માર મારવા લાગ્યો હતો. જોકે સ્થાનિકોએ વચ્ચે પડી તેઓને છોડાવ્યા હતા. ત્યારબાદ આર્યન અને તેની પત્ની ઘરે જઈ રહ્યા હતા. પરંતુ ત્યારે નાગતલાવડી પાસે સુફીયાને પરત આર્યન ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો.

જેના કારણે આર્યનને શરીરે ઈજાઓ થતા લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. આ બનાવ અંગે આર્યને નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. સમીર કડીવાલાએ હાથ ધરી છે.

રાનકુવાની પટેલવાડી ખાતે યુવકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ઘેજ: ચીખલી તાલુકાના રાનકુવા પટેલવાડી ખાતે રહેતા સીતારામ મરીબાભાઇ ઠોબરેનો પુત્ર દિનેશ સીતારામ ઠોબરે (ઉં.વ.૧૯), (મૂળ રહે., છડવેલ ગામ, વિજાપુર, તા.સાકરી, જી.ધૂલિયા, થાના સાકરી, મહારાષ્ટ્ર) જે બુધવારની સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં રાનકુવા પટેલવાડી ખાતે ડાહ્યાભાઇ મણીભાઈ પટેલના ખેતરની પાળે લીમડાના ઝાડની ડાળી સાથે કોઈ અગમ્ય કારણોસર નાયલોનની દોરી વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

To Top