કોરોના સંક્રમણને લીધે સુમુલના ઇતિહાસમાં 69મી વાર્ષિક સાધારણ સભા વર્ચ્યુઅલ-ઓનલાઇન સુમુલડેરીના ઓડિટોરિયમ ખાતે યોજાઇ હતી. સામાન્ય સભાના એજન્ડા પ્રમાણે ફેડરેશનના સહયોગ સાથે...
ગાંધીનગર (Gandhinagar): સ્વછતા, વિકાસ અને GDP માં ફાળો જેવી અનેક બાબતોમાં ગુજરાત (Gujarat) મોખરે છે. આજે ગુજરાત રાજ્યની સિદ્ધિઓમાં વધુ એક સિદ્ધિ...
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્યાતિ ભવ્ય શ્રી રામ ભગવાનના નિર્માણાધીન મંદિર માટે 15મી તારીખથી નિધીસલંગ્રહ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આગામી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ આજે કોરોના રસીકરણ (VACCINATION) અભિયાનનું ઉદઘાટન કરતાં રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું કે...
વડોદરા : હાલ ચાલી રહેલ કોરોના વિધ્ન માં ઇતિહાસમાં સૌપ્રથમ વાર ઉજવાયો પતંગોત્સવ આજે મકર સંક્રાંતિના પાવન અવસર પર વહેલી સવારથી જ...
નવી દિલ્હી (New Delhi): વિશ્વવ્યાપી વિરોધ અને ભારે ટીકા પછી વોટ્સએપે (Whats App) પોતાની નવી પ્રાઇવસી પોલીસી અંગે એક મોટો નિર્ણય લીધો...
વડોદરા: આવતીકાલ તા.૧૬ જાન્યુઆરી ના રોજ કોરોના મહામારીમાં રાત દિવસ અવિરતપણે પોતાની સેવા ઓ બજાવનાર -થમ હરોળના કોરોના યોદ્ધાઓને કોવિડ રસી મૂકવાનો...
નવી દિલ્હી (New Delhi): ટીમ ઈન્ડિયાના (team India) સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કૃણાલ પંડ્યા (Krunal Pandya) તેમના પિતાને ગુમાવી...
ગુજરાતીઓ માટે તો ‘ગ’ ગૌરવશાળી ખરો. ‘ગ’ ગરવી ગુજરાતનો અને ‘ગ’ ગુજરાતી ભાષાનો. આજે મારે જેના વિશે વાત કરવી છે તે ‘ગ’...
ત્રણ દાયકાથી વધુ સમયથી કમળાની દવા લાખો લોકોને મળસ્કે દર રવિવારે નિ:શુલ્ક પાનારા (હાલ બંધ છે) એવા ઇશ્વર સી. પટેલે એમના વીસ...
આજના યુગનો માનવી ચાંદ પર જઇને આવ્યો છે. તેથી જ માનવ માનવ વચ્ચે વ્યવહાર વધતો જાય છે. આધુનિક યુગમાં મોટું પરિવર્તન થયું...
આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. આપણે ત્યાં લીલા શાકભાજી – કઠોળ – મટન – મરઘી – ઇંડા બારેમાસ ચોવીસે કલાક મળતા રહે...
નવી દિલ્હી (New Delhi): વિશ્વના સૌથી મોટી રસીકરણ અભિયાનની (Vaccination Drive in India) આજે ભારતમમાં શરૂઆત થઈ છે. રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરતા...
સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન તે સ્વ. લાલ બહાદુર શાસ્ત્રી જેઓ, અગિયારમી જાન્યુઆરી ઓગણીસો છાંસઠ (૧૧-૧-૧૯૬૬) ના દિને અવસાન પામ્યા હતા, ત્યારે એવું...
1985ના મે મહિનામાં માધવસિંહ સોલંકીના મુખ્યમંત્રીપદે ગુજરાતમાં ખામ થિયરીને બળ મળતા ઉજળીયાત કોમો અને ખામ જાતિઓ વચ્ચે એક તરફી તોફાનો ફાટી નીકળ્યા...
એક પ્રામાણિક માણસ દર દરની ઠોકરો ખાતો કોઈ કામ શોધી રહ્યો હતો.તેણે હિસાબમાં કાળાધોળા કરવાની ના પાડી નોકરી છોડી હતી અને હવે...
ગુજરાતનાં છેલ્લાં 30 વર્ષોનું શાસન જોઈએ તો ભાજપ સરકારનું જ રહ્યું છે અને આ શાસનમાં ભાજપે હંમેશા ગુજરાતનું ફુલગુલાબી ચિત્ર જ રજૂ...
છેલ્લા કેટલાક વખતથી કોંગ્રેસને હકારાત્મક મથાળામાં અખબારોમાં ચમકતી જોવાનું દુર્લભ થઇ ગયું છે. આવી પરિસ્થિતિ માટેનાં અન્ય કારણો ઉપરાંત મહત્ત્વનું કારણ એ...
સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા અંગે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે દખલ કર્યા બાદ આ મામલો વધુ જટિલ બન્યો છે. આંદોલનકારી ખેડુતોને ડર...
મે પણ અન્યોની જેમ માર્કેટમાંથી ફળ ખરીદતા હશો.ફળ ખાવાથી શરીરને ઘણા લાભ થતા હોય છે. ત પરંતુ શું તમે જાણો છો કે...
નવી દિલ્હી (New Delhi): ટેક્નોલોજીએ (technology) આપણું જીવન ઘણી રીતે બદલી નાંખ્યુ છે. આ બદલાવ ઘણા અંશે સારો છે, તો ઘણા અંશે...
નવી દિલ્હી (New Delhi): ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદ દેશભરમાં લોકો પાસે ફાળો ઉઘરાવી રહી છે....
રોજગાર સેતુ થકી રાજ્યનો યુવાન ઘરે બેઠા જ ફક્ત એક નંબર ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરી ખાનગી અને જાહેર ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગારની માહિતી મેળવી...
રામ મંદિર નિર્માણ માટે સુરતના પ્રખ્યાત હીરાના વેપારી ગોવિંદ ભાઇ ધોળકિયાએ 11 કરોડ રૂપિયાનું દાન અર્પણ કર્યું છે. ગોવિંદભાઇ ધોળકિયા લાંબા સમયથી...
ગાંધીનગર (Gandhinagar): છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં લવ જેહાદને (Love Jihad) લઇને માહોલ જરા ગંભીર છે. થોડા સમય પહેલા મધ્યપ્રદેશમાં (Madhya Pradesh-MP) એન્ટી...
નવી દિલ્હી (New Delhi): ભારતીય સૈન્યએ (Indian Army) ચીન સાથેની સૈન્ય લડાઇ અને પાકિસ્તાન સાથેના લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર તણાવ વધાવાના...
કાઠમંડુ (Kathmandu): ભારતમાં આવતીકાલથી વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણ (Vaccination/ inoculation programme) કાર્યક્રમની શરૂઆત થવા જઇ રહ્યો છે. વિશ્વના ટોચના દેશો અને...
મુંબઇ (Mumbai): છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદમાં રહેતા શિવસેનાના ટોચના નેતા અને પાર્ટી પ્રવક્તા સંજય રાઉતની (Sanjay Raut) પત્નીને ED એ PMC...
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેન 20 જાન્યુઆરીએ પદના શપથ લેશે, અને તેમણે પોતાનું સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી વચન જાહેર કરી દીધું છે....
કૃષિ કાયદા સામે દિલ્હીની સરહદો પર બેઠેલા ખેડૂતોનું આંદોલન 51 મા દિવસે પણ ચાલુ છે. કેન્દ્ર સરકાર અને ખેડુતો વચ્ચે આજે નવમી...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
કોરોના સંક્રમણને લીધે સુમુલના ઇતિહાસમાં 69મી વાર્ષિક સાધારણ સભા વર્ચ્યુઅલ-ઓનલાઇન સુમુલડેરીના ઓડિટોરિયમ ખાતે યોજાઇ હતી. સામાન્ય સભાના એજન્ડા પ્રમાણે ફેડરેશનના સહયોગ સાથે સુમુલના વ્યવસ્થાપક બોર્ડે સુમુલ ડેરી ગોવા અને મુંબઇમાં માલિકીનો ડેરી પ્લાન્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ગોવામાં અત્યારે 80 હજાર લીટર ક્ષમતાવાળો ભાડાનો પ્લાન્ટ ચાલે છે, માલિકીના પ્લાન્ટ પછી બે લાખ લીટરની ક્ષમતા કરાશે જ્યારે મુંબઇમાં 3 લાખ લીટરની ક્ષમતાવાળો પ્લાન્ટ શરૂ કરાશે. તે ઉપરાંત નાણાકીય વર્ષ 2015-16 દરમિયાન નાબાર્ડ દ્વારા અચાનક બંધ કરવામાં આવેલી ડીઇડીએસ સ્કીમની સબસીડીના સાડા સાત કરોડ દૂધ મંડળીઓને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે દૂધ મંડળીઓ સભાસદોને ટ્રાન્સફર કરશે. આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને મોટી રાહત મળશે.
સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રોજનું 20 લાખ લીટર દૂધ ઉત્પાદન અને સંપાદન કરવા માટેનો આયોજન કરવામાં આવ્યું છે. સુમુલ સાથે સુરત અને તાપી જિલ્લાના ૨.૫૦ લાખ પશુપાલકો જોડાયેલા છે. સુમુલ દરરોજ ગામડાનાં પશુપાલકોને છ કરોડ રૂપિયા કરતાં વધુ રકમ ચૂકવે છે. સુમુલ તરફથી આવનારા સમયમાં પશુઉછેર પ્રોજેકટ, પશુપાલકો સુમુલનું જ પશુઆહાર વાપવાનો આગ્રહ રાખે, ઘણી દૂધ મડળીઓના મંત્રીઓ પોતે હિસાબો લખતાં નથી અને અન્ય પાસે લખાવે છે. એનાં સ્થાને હવે કોમ્યુટરરાઈઝ હિસાબ લખવા પડશે. સહકારી ઓડિટરો ઓડિટ કરે છે પરંતુ હવે દર ત્રણ મહિને સુમુલ ડેરીના ઓડિટર ઓડિટ કરશે. ત્યારબાદ સહકારી ઓડિટરો ઓડિટ કરશે.
સુમુલ ડેરીએ હાલમાં વીસ લાખ લીટર દૂધની ક્ષમતા ધરાવતી વ્યવસ્થા કરી દીધી છે. સુમુલ ડેરી કમાવવા માટે નથી પરંતુ સભાસદો માટે છે. એમણે સુમુલના વિવિધ પ્રોજેક્ટો અને ભાવિ યોજનાઓ અને પશુપાલકોને હિતમાં જે નિર્ણયો લેવાયા છે એની વિસ્તૃત માહિતી અપાઈ હતી કે ત્રણ દિવસ અગાઉ ખાસ કોઈ પ્રશ્ન આવ્યા ન હોય એટલે ચર્ચા કરાઇ ન હતી. કુલ 15 જેટલાં એજન્ડા હતા. આ તમામ એજન્ડાઓને ઇન્ચાર્જ એમ.ડી. પુરોહિતેએ વાંચનમાં લીધા હતા. જે તમામને સર્વાનુમતે મંજુર કરી પસાર કરવામાં આવ્યા હતા. પશુપાલકો તરફથી જે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા તેનાં સંતોષ કારક જવાબો પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠકે આપ્યા હતા.
——–બોક્સ———–
સુરત જિલ્લા જેવું સહકારી સંગઠન ક્યાંય નથી: રમણ જાની
સામાન્ય સભામાં હાજર રહેલા સુરત એપીએમસીના ચેરમેન રમણ પટેલ(જાની)એ જણાવ્યું હતું કે ડેરીના ખુબજ જાગૃત સભાસદોએ ઓનલાઇન સાધારણ સભામાં ભાગ લીધો એ સહકારી ક્ષેત્ર માટે આનંદની વાત છે. સુરત જિલ્લાના સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ અને સહકારી સંઘના પ્રમુખ ભીખા પટેલે જણાવ્યું હતું કે હાલમાં સહકારી ક્ષેત્રના હોદ્દેદારો સરકાર અને સંગઠનમાં સારા હોદ્દાઓ ધરાવે છે. તેનો લાભ છેવાડાના સભાસદોને મળવો જોઇએ. સુરત જિલ્લા જેવુ સહકારી સંગઠન અને માળખુ બીજે ક્યાંય જોવા મળે એમ નથી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અને સુમુલ ડેરીના ડિરેક્ટર સંદીપ દેસાઇ, પલસાણાના ડિરેક્ટર ભરતસિંહ સોલંકી ઓલપાડના જયેશ એન પટેલ(દેલાડ) સહિતના ડિરેક્ટરોએ સુરત ખાતે તથા અન્ય ડિરેક્ટરો તાલુકા મથકોએ પ્રતિનિધિઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. કોવિડ-19ની તમામ ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યું હતું. સાધારણ સભા પુરી થયા પછી દૂધ મંડળીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ અર્પણ કરાયા હતા.