બોરસદ: બોરસદ તાલુકાના ૬૫ ગામના નાગરિકો છેલ્લા નવ મહિનાથી આધારકાર્ડ માટે ભારે હાડમારી ભોગવી રહ્યા છે. કોરોના મહામારીના શરૂઆત સમયથી જ બોરસદ...
વડોદરા: આજે દિવસ દરમિયાન કોરોના સંક્રમણના 72 નવા કેસો નોંધાતા કુલ આંક 22,605 ને પાર પહોંચ્યો છે. આજે ડેથ ઓડીટ કમિટી દ્વારા...
વડોદરા: વડોદરા તરસાલી શરદ નગરના રહેવાસી અને VMC સ્વીમીંગ પૂલના સિનિયર કોચ વિકી જગદીશભાઈ ચૌહાણના પરિવારને અકસ્માત નડતાં પતિ વિકીભાઈ અને પત્ની...
26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ (TRECTOR MARCH) માટે આંદોલનકારી ખેડુતોએ ‘લક્ષ્મણ રેખા’ નક્કી કર્યું છે. જેની પાંચ મહત્વપૂર્ણ બાબતો છે. સુપ્રીમ કોર્ટ (SUPREME...
વડોદરા; શહેરના વાસણા જકાત નાકા પાસે આવેલી સુંદર નગર સોસાયટીમાં રહેતા સત્ય આનંદકુમાર રઘુએ માંજલપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે...
મુરાદાબાદ: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં આરોગ્ય કર્મચારીના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો છે અને પરિવારે આરોપ લગાવ્યો છે કે તેનું રસીકરણ બાદ મોત થયું...
વડોદરા: હવે શહેરમાં જાહેરમાં કે અન્ય સ્થળે યુવતિઓની છેડતી અને હેરાન કરનાર રોમિયોની ખેર નથી. કારણકે મહિલાઓની છેડતી અને હિંસા જેવા બનાવોને...
(પ્રતિનિધિ) વડોદરા, તા.17 ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે વડોદરાનું ન્યાય મંદિર શહેરના આત્મા સમાન છે,તેની સાથે નગરજનો ના ધબકાર...
વડોદરા: સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” તથા તેની આસપાસ કેવડીયાના સંકલિત વિકાસના અનેકવિધ પ્રોજેકટ્સ બાદ હવે આજે એક...
વાપી: (Vapi) વલસાડ (Valsad) જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ઠંડીમાં વધઘટ થયા કરે છે. બપોરે થોડી ગરમીનો પણ અહેસાસ થાય છે અને વહેલી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આવતીકાલે તા.૧૮મીના રોજ સવારે ૯.૩૦ વાગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન (Metro Train) પ્રોજેકટનું ભૂમિપુજન કરશે....
પલસાણા: (Palsana) પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે આવેલા રામદેવપીર મહારાજના મંદિર અલખધામમાં ધાડપાડુઓએ સેવકને બંધક બનાવી લૂંટ (Robbery) ચલાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી...
કોરોના વાયરસ એવો વૈશ્વિક રોગચાળો (PANDEMIC) છે જેણે વિશ્વને તબાહ કરી નાખ્યું છે, આના ફેલાવવાની ગયા વર્ષે ચીનના વુહાનમાં શરૂ થઈ હતી....
સુરત: (Surat) શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચોરી કરેલાં વાહનો (Vehicles) લઇ જઇ અન્ય જગ્યાએ પાર્ક કરી દેવામાં આવે છે. નો-પાર્કિંગ ઝોન તેમજ અન્ય...
સમગ્ર દેશ સહીત છોટાઉદેપુર (chhota udepur) જિલ્લામાં પણ શનિવારે વેક્સીનેશન (vaccination)નો પ્રારંભ કરાયો હતો. જેમાં બે આશાવર્કર બહેનોને રિએક્શન થઇ આવ્યું હોવાના...
સુરત: (Surat) પોલિયેસ્ટર યાર્નની (Polyester Yarn) સતત વધી રહેલી કિંમતો અને એન્ટિ ડમ્પિંગ મુદ્દે શનિવારે ફોગવા અને વિવર્સ સંગઠનોની મીટિંગ મળી હતી....
ભાજપના સાંસદ મનોજ કોટકે માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરને પત્ર લખીને વેબસીરીઝ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોટક મુજબ, તાંડવ...
સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લામાં સ્કૂલ એજ્યુકેશન જેમતેમ મહામહેનતે ચાલુ થયું છે, તેવામાં ગુજરાત શિક્ષણ બોર્ડે (Gujarat Education Board) પરીક્ષાનાં (Exam)...
કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને (statue of unity) દેશના 6 રાજ્યો સાથે જોડતી 8 ટ્રેનોને પીએમ મોદીએ (PM Modi) આજે વર્ચ્યુઅલ લોકાર્પણ...
એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં થોડી તકનીકી ખામી હતી. જે બાદ વિમાનનો માર્ગ ફેરવવામાં આવ્યો છે અને તેને મધ્યપ્રદેશની રાજધાની...
કોંગ્રેસે બ્રાઝિલ (BRAZIL)માં કોરોના રસીના 20 મિલિયન ડોઝ નિકાસના સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે...
કહેવાય છે કે પ્રેમ (LOVE)ની કોઈ ઉંમર હોતી નથી, તે ગમે ત્યારે થાય છે. પરંતુ બિહારના મુઝફ્ફરપુરમાં પ્રેમ પ્રણયનો એક ખૂબ જ...
નવસારી: નવસારી એલ.સી.બી. (LOCAL CRIME BRANCH POLICE) પોલીસે બાતમીના આધારે વાડા ગામેથી આંતરરાજ્ય બાઇક ચોરી કરતા 3 આરોપીને ઝડપી પાડી રાજ્યના 9...
ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ છ ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવ્યા હતા. ભારતની પ્રથમ ઇનિંગ્સ એટલે કે 336 રનના...
સુરત: સુરત શહેર અને જિલ્લામાં સ્કૂલ એજ્યુકેશન (EDUCATION) જેમતેમ મહામહેનતે ચાલુ થયું છે, તેવામાં ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષાનાં ફોર્મ (EXAM FORM) ભરતી...
સુરત: અમરોલીમાં ઉતરાયણની રાત્રે સગીર સહિતના બે યુવકો ટ્રેન (TRAIN)ના હોર્ન સાંભળ્યા બાદ પણ રેલવે ટ્રેક પર પતંગને પકડવા જતા બંને યુવકોના...
ઘટના જબલપુરના ગૌર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં સ્ટાર ગ્રીન સિટીમાં રહેતા 54 વર્ષીય વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે ઘરની...
સુરત: શહેરના સહરા દરવાજા ખાતે આવેલી યસ બેંકમાંથી 20 જેટલા રેતી કપચી, ટ્રાવેલ્સ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા 20 જેટલા આરોપીઓએ વર્ષ 2016થી...
સુરત: શહેરમાં વેક્સિનેશનનો પ્રારંભ શરૂ થયો હતો. પરંતુ પ્રથમ દિવસે જ સામાન્ય ટેક્નિકલ ભૂલ આવતાં શરૂઆતના તબક્કામાં કર્મચારીઓમાં ગણગણાટ શરૂ થઇ ગયો...
શનિવારે કોરોના રસીકરણ (VACCINATION)ના પ્રથમ દિવસે દેશમાં આશરે ત્રણ લાખ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી છે. રસીકરણ પછી, કોવિન વેબસાઇટ દ્વારા આ...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
બોરસદ: બોરસદ તાલુકાના ૬૫ ગામના નાગરિકો છેલ્લા નવ મહિનાથી આધારકાર્ડ માટે ભારે હાડમારી ભોગવી રહ્યા છે. કોરોના મહામારીના શરૂઆત સમયથી જ બોરસદ સહિત તમામ આધારકાર્ડ કેન્દ્રોમાં ચાલતી કામગીરી બંધ કરી દેવામાં આવી હતી.
ત્યારબાદ હાલમાં કોરાના સંક્રમણ અટકાવવા અને સ્વાસ્થ્ય સલામતી જાળવવા માટેની માર્ગદર્શિકાનુ પાલન કરવાના નિયમો સાથે આણંદ જિલ્લા મથક સહિત વિવિધ તાલુકાઓમાં આધારકાર્ડ સંબંધિત કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ બોરસદ તાલુકા પંચાયત કચેરી ખાતેનુ આધારકાર્ડ કેન્દ્ર આજદિન સુધી શરૂ કરાયું નથી. જેથી સમગ્ર તાલુકાના નાગરિકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
બોરસદ તાલુકા પંચાયત કચેરી ખાતે અગાઉ કાર્યરત આધારકાર્ડ કેન્દ્ર તમામ નાગરિકો માટે ખુબ ઉપયોગી વ્યવસ્થા અને આશિર્વાદ સમાન હતું.પરંતુ કોરોના મહામારી સંદર્ભમાં સરકારી આદેશ મુજબ તત્કાલીન નિયમો પાલન કરવા માટે આણંદમાં જીલ્લા મથક સહિત તમામ સ્થળોએ ચાલતા આધારકાર્ડ કેન્દ્ર બંધ કરવામાં આવ્યા હતા.
પરંતુ અનલોક સમયગાળામાં ક્રમશઃ દરેક તાલુકા મથકોએ અને જીલ્લા મથક ખાતે આધારકાર્ડ સંબંધિત કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ બોરસદ ખાતે તાલુકા પંચાયત કચેરી ખાતેનુ આધારકાર્ડ કેન્દ્ર હજુ પણ શરૂ કરવામાં આવેલ નથી. આધારકાર્ડ કામગીરી બંધ રહેવાને કારણે અગાઉ કામગીરી દરમિયાન ભરચક્ક રહેતું આધારકાર્ડ કેન્દ્રનુ સ્થાન હાલ બિલકુલ સુમસામ બની ગયું છે.
આધારકાર્ડ કેન્દ્ર નવ માસથી બંધ રહેવાને કારણે તાલુકા પંચાયત કચેરી દ્વારા આધારકાર્ડ કેન્દ્રની બહારની બોરસદ તા.પં.નુ આધાર કેન્દ્ર હવે બન્યું છે કચરા કેન્દ્ર આ જગ્યાનો કચરાપેટી સમાન ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં સદર જગ્યા પર તુટેલો ફુટેલો ભંગાર અને બિન ઉપયોગી જુના ફર્નિચરનો ખડકલો કરવામાં આવી રહ્યો છે.
બોરસદ તાલુકાના ગામોના નાગરિકોને બંધ આધારકાર્ડ કેન્દ્રને કારણે અનેકવિધ મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. હાલમાં વિધાર્થીઓ સ્કોલરશીપ માટે અને મહીલાઓ વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે આધારકાર્ડ મહત્વપુર્ણ છે . પરંતુ આધારકાર્ડ કામગીરી બંધ હોવાથી ખુબ જ મુશ્કેલી અનુભવી રહેલ છે.
જેથી વહેલી તકે બોરસદ તાલુકા પંચાયત કચેરી ખાતે આધારકાર્ડ કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.નવચેતના ફોરમ ના સભ્યો દ્વારા પ્રદિપસિંહજી જાડેજા નુ શાલ ઓઢાડી સન્માન કરી શહેરીજનો હેરીટેજ પ્રેમીઓ સયાજીરાવ નો વારસો જાળવવા ચિંતા કરનારા લોકો વતી આભાર વ્યક્ત કરાયો હતો