Top News

More Posts

   The Latest

Most Popular

રાજસ્થાન ( RAJSTHAN) ના હનુમાનગઢ ( HANUMANGADH) જિલ્લામાં બળાત્કારના આરોપીએ જામીન પર છૂટ્યા બાદ બહાર આવી પીડિતાને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાના શરીરના ભાગમાં લગભગ 70 % સુધી ભાગ બળી ગયો છે. મહિલાને ગંભીર હાલતમાં બીકાનેર હોસ્પિટલમાં દાખલ કરાય છે. મહિલા બ્યુટી પાર્લર ( BEAUTY PARLOR) ચલાવતી હતી અને છેલ્લા કેટલાક સમયથી તેના પતિથી અલગ રહેતી હતી.

જો કે પોલીસે આરોપી પ્રદીપ બિશ્નોઈની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસ સ્થળ નજીક લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ( CCTV CAMERA) ની પણ તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજ અનુસાર મહિલાના ઘરની બહારની ઘટના બાદ ઘાનમંડીમાં એક યુવક દોડતો જોવા મળ્યો હતો. જેથી પોલીસે તે દિશામાં તપાસનો ધમધમાટઃ શરૂ કર્યો છે.

પોલીસને મળેલી માહિતી પ્રમાણે પીડિતાના નાનીના ઘરની બહાર એક કેમેરો લગાવાયો છે. બાઇક પર સવાર એક યુવક તેમાં જોવા મળી રહ્યો છે. બે વર્ષ પહેલા મહિલાએ પ્રદીપ બિશ્નોઇ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. આરોપી પ્રદીપ હાલમાં જામીન પર આવેલો હતો. ગોલુવાલા પોલીસ સ્ટેશનના પ્રભારી ઓમપ્રકાશ સુથાર કહે છે કે મહિલાની નાનીની ફરિયાદના આધારે રિપોર્ટ (FIR ) દાખલ કરવામાં આવી છે અને પોલીસ આ મામલે દરેક એંગલથી તપાસ કરી રહી છે. મહિલાના નાનીએ જણાવ્યું હતું કે પૌત્રીએ પ્રદીપ બિશ્નોઇ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો.

નાનીએ કહ્યું કે, આરોપીએ દિવાલ કૂદીને મકાનમાં પ્રવેશ કર્યો હતો અને સમગ્ર ઘટનાને અંજામ આપ્યા બાદ છટકવા માટે મુખ્ય દરવાજો ખોલ્યો હતો. નાનીની ફરિયાદ મુજબ મહિલાનો ભાઈ બહારના રૂમમાં સૂતો હતો અને આરોપીએ તેના રૂમના ગેટ પર દોરડું બાંધી દીધું હતું. જેથી ગેટ ખોલી ન શકે.

આરોપીએ મહિલા સુતી હતી તે રૂમમાં બહારથી કેરોસીન છાટી દીધું હતું અને પછી તેને બહારથી મહિલાનું નામ બોલાવવાનું શરૂ કર્યું હતું. જેથી જો મહિલા બહાર આવે તો તરત તેણે લાકડી પર કાપડ લપેટ્યું અને કેરોસીન છાંટી દીધું હતું. આગ લાગ્યા બાદ પીડિતાના શરીરનો 70 ટકા ભાગ બળી ગયો હતો. જે ઘટના બાદ મહિલાને ગંભીર રીતે દાઝેલી હાલતમાં બિકાનેર હોસ્પિટલમાં દાખલ કરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે..

To Top