Vadodara

જયંતી રાઠવાનો જાહેરમાં અશ્લીલ ઇશારા કરતો વીડિયો વાયરલ

          પાવીજેતપુર : છોટા ઉદેપુર જીલ્લાના પાવી જેતપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી રાઠવાના પત્નીની જીતની ખુશીમાં જાહેરમાં અશ્લીલ ઇશારાઓ કરતો વિડીઓ વાઈર્લ થતાં સ્થાનીક લોકોમાં અભારે રોષ જોવા મળ્યો છે.

પાવી જેતપુરના સાજવા જીલ્લા પંચાયત બેઠક પરથી પાવી જેતપુરના અપૂર્વ ધારાસભ્ય જયંતી રાઠવાના પત્ની રાધાબેન રાઠવાનો વિજય થયો હતો. મંગળવારે જાહેર થયેલા પરીણામ બાદ ભાજપના ઉમેદવાર રાધાબેન રાઠવાની જીતની ખુશીમાં સરઘસ કાઢ્યું હતું, આ સરઘસ દરમિયાન જયંતી રાઠવાએ જાહેરમાં અશ્લીલ ઇશારાઓ કર્યા હતા. જેનો ત્યાં હાજર લોકોએ વિડીયો ઉતારી લીધો હતો. સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.

તાલુકા,  જીલ્લા પંચાયતના પરીણામના દીવસે પત્નીની જીતની ખુશીમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાન ભૂલી ગયા હતા. અને બેફામ બનીને સત્તાના નશામાં અશ્લીલ ઇશારાઓ કરતાં જોવા મળ્યા હતા. ભાજપના પૂર્વ ધારાસભ્યનો આ વિડીયો વાઇરલ થતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

અગાઉ ચૂટણી પહેલા છોટા ઉદેપુર જીલ્લાના સંખેડાના ધારાસભ્ય અભેસીંહ તડવીનો મતદારોને ધમકાવતો વિડીયો વાઇરલ થયો હતો.પ્રચાર દરમીયાન નસવાડીના હરીપુરા ગામમાં આવાસો અંગે સવાલ કરનાર નાગરીકને ધારાસભ્ય અભેસીંહ તડવીએ ધમકાવીને કાઢી મૂક્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top