દાહોદ: દાહોદ જિલ્લામાં કોંગ્રેસ કંગાળ સ્થિતિમાં આવી ગઇ છે.કારણ કે તાલુકા પંચાયતની 83 ટકા અને જિલ્લા પંચાયતની 86 ટકા બેઠકો પર ભાજપે...
બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ ( TAPSEE PANNU) અને ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ (ANURAG KASHAYAP) સહિત ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક લોકો સામે...
ગોધરા: ગોવિંદગુરૂ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ ના નેતૃત્વ હેઠળ કોિવડ 19 મહામારીના કપરા સમયમાં આ યુનીવર્સીટીએ અનેક ક્ષેત્રે વિવિધ કામગીરી...
જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં, દિલ્હી પોલીસે તિહાડ જેલમાંથી કોલ પકડાયો હતો. આ કોલ થોડો અલગ હતો. કેદીએ તેના કોઈ મિત્ર અથવા કુટુંબ પાસેથી...
દાહોદ: જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. બેઠકમાં કલેક્ટરે જિલ્લાના...
નડિયાદ: ખેડા તાલુકાના ચાંદણા ગામની સીમમાંપાર્ક કરેલ એક આઈશરમાં ક્રુરતા પૂર્વક રીતે ભરેલાં અબોલ પશુઓને કતલખાને ધકેલવામાં આવનાર હોવાની બાતમીને આધારે ગોરક્ષકો...
નડિયાદ: નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શારદા મંદિર રોડને કેટલાક મહિનાઓ પહેલાં ખોદવામાં આવ્યા બાદ તંત્રના કોન્ટ્રાક્ટર દ્વારા તેનું યોગ્ય પુરાણ...
મોડાસા: ગતિશીલ ગુજરાત અને વાઇબ્રન્ટ ગુજરાત અને વિકાસના ફૂંકાતા બણગા વચ્ચે એક એવો કિસ્સો બહાર આવ્યો છે. જે વાંચી ભલભલા કઠણ હૃદયના...
ભારતમાં કોરોના મહામારીને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે ત્યારે મહારાષ્ટ્ર ( MAHARASHTRA) માં ફરી એકવાર કોરોના વાયરસના ( CORONA VIRUS) કેસ...
દાહોદ: લીમખેડા તાલુકાના ગોરીયા ગામે ગરનાળા પાસેથી ઉજ્જૈનની 23 વર્ષીય યુવતીની લાશ મળી આવી હતી. જોકે અમદાવાદથી ટ્રેન મારફતે ભોપાલ જઈ...
ઓડિશા(odissa)ના સોનપુરથી એક આશ્ચર્યજનક કિસ્સો (shocking news) સામે આવ્યો છે. જી હા અહીંની એકે લગ્ન(marriage)ની ઘટના એવી બની છે જે વિદાય દરમિયાન...
વડોદરા: વડોદરા શહેર નજીક ઉંડેરા ગામ પાસે ગુરુવારે રાત્રે રોડ ઉપર આળી આવેલી ગાયે વૃદ્ધ મોપેડ ચાલકને અડફેટે લેતા તેઓ જમીન પર...
વડોદરા : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સમગ્ર ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો સર્વે હાથધરવામાં આવ્યો હતો.ત્યારબાદ દેશના શ્રેષ્ઠ રાષ્ટ્રીય ધોરીમાર્ગની સૂચિ...
રાજકોટ: જૂનાગઢમાં આજથી આગામી ૧૧ માર્ચ સુધી ગિરનાર ટેમ્પલ રોપ-વે બંધ રહેશે. આગામી તા. ૭ થી જુનાગઢના ભવનાથ ખાતે શિવરાત્રી મેળો યોજાવાનો...
રાજકોટ: જામનગર રોડ ઉપર પરાપીપળિયા નજીક બનનાર એઈમ્સમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રની પ્રજાને સામાન્ય બિમારીની સારવાર મળી રહે તે માટે ડિસેમ્બર મહિનાથી ઓપીડી...
GANDHINAGAR : વર્ષ 2020-21 માં રાજ્યની વિવિધ પ્રવૃતિઓ માટે કુલ રૂ 217287 કરોડનું અંદાજીત બજેટ જાહેર કરવામાં આવ્યુ હતું, જેની સામે વર્ષના...
પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીની તારીખોની ઘોષણા બાદ ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારને લઈને કડકાઈ વધારી દીધી છે. ચૂંટણી પંચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને કહ્યું...
વિશ્વના અમુક અબજોપતિઓની ટોળકીને એક નવી વિશ્વવ્યવસ્થા ઊભી કરવી છે અને એ માટે એમણે ગ્રેટ રિસેટની યોજના બનાવી છે. અબજોપતિઓની આ યોજનાનો...
ભારતમાં સદીઓ પૂર્વે સ્ત્રી સન્માનનો આદર્શ મૂર્તિમંત બન્યો. સદીઓ, સન્નારીઓ, સાધ્વીઓનો એક જવલંત ઈતિહાસ ભારતે જગતને પૂરો પાડયો છે. વેદ-ઉપનિષદ કાળમાં સ્ત્રી...
GANDHINAGAR : વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નોનો લેખિત જવાબમાં વન મંત્રી ગણપતસિંહ વસાવા ( GANPAT VASAVA) એ જણાવ્યું હતુ કે, ગુજરાતનું અને દેશનું...
તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર તામિલનાડુના મુખ્યમંત્રી અડોપ્પી કે. પલાની સ્વામીએ તાજેતરમાં બારમાં નવા નોંધાયેલા જુનિયર વકીલો માટે માસિક રૂપિયા ત્રણ હજાર...
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહયું તમામ સરકારી વેપારી સંસ્થાઓનું ખાનગીકરણ થશે. સરકારે વેપાર કરવાની હવે કોઇ જ જરૂર નથી. લાગે છે કે...
આપણા ભારત દેશમાં આપણી હિંદુ સંસ્કૃતિમાં માતૃદેવો ભવ: પિતૃ દેવો ભવ:ની આદર્શ ભાવના અનેક દાયકાઓથી પ્રચલિત થયેલી છે. આપણે જયારે શાળામાં અભ્યાસ...
60 થી 70ના દાયકામાં કોંગ્રેસ સરકાર એટલે ઇંદિરા ગાંધીએ ભીખ માંગવા પર પ્રતિબંધ મુકયો અને થોડા દિવસ ભીખારીઓને જેલ ભેગા કર્યા પછી...
કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ, સ્વાસ્થ્ય, રેલવે, વીમા સાથે બેંકિંગ ક્ષેત્રમાં પણ ખાનગીકરણ તરફ પગલા ભરાિ રહયા છે. પચાસ વર્ષ પૂર્વે ગરીબો સુધી...
GANDHINAGAR : રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 18537 ઓરડા ( CLASSROOMS ) ઓની ઘટ હોવાનું ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. ગુજરાત...
ધોરણ છઠ્ઠામાં ભણતો સોહમ આજે ઘરે આવ્યો અને કોઈને ખબર ન પડે તેમ તેણે પપ્પાની શેવિંગ કીટ લીધી અને તેમાંથી એક બ્લેડ...
મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે ધાર્યું હતું એ જ પ્રમાણે ભાજપની સત્તાનું પુનરાવર્તન થયું છે. મનપાની ચૂંટણીના પરિણામમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. જિલ્લા...
‘….. આપણા વડાપ્રધાન એક ગામડામાંથી આવે છે અને ગર્વપૂર્વક કહે છે કે તેઓ કંઇ પણ ન હતા અને વાસણ માંજતા હતા તથા...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (pm modi) કેવડીયામાં ચાલી રહેલી દેશના સુરક્ષા સેના અધિકારીઓની કોન્ફરન્સને સંબોધન કરવા ગુજરાતની એક દિવસીય મુલાકાતે (Gujarat visit) આવ્યા...
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
દાહોદ: દાહોદ જિલ્લામાં કોંગ્રેસ કંગાળ સ્થિતિમાં આવી ગઇ છે.કારણ કે તાલુકા પંચાયતની 83 ટકા અને જિલ્લા પંચાયતની 86 ટકા બેઠકો પર ભાજપે કબ્જો કરી લીધો છે.ત્યારે ભાજપે વિધાનસભાની સેમીફાઇનલમાં મેળવેલી.
આ પ્રચંડ જીત 2022ની ફાઇનલમાં કોંગ્રેસને ક્લીન બોલ્ડ કરી દેશે તેવો આત્મ વિશ્વાસ ભાજપાના કાર્યકરો નોતાઓ વ્યક્ત કરી રહ્યા છે.કારણ કે મુખ્યત્વે દાહોદ વિધાનસભા બેઠક કબ્જે કરવાનુ ભાજપાનુ વર્ષો પુરાણું સ્વપ્ન છે. દાહોદ જિલ્લા પંચાયતમાં થયેલો કરુણ રકાસ કોંગ્રેસીઓ હજીએ સ્વીકારવા તૈયાર નથી.
કારણ કે 50માંથી માત્ર 6 બેઠકો જ મળતાં 20 બેઠકોનું સીધુ નુકસાન થયુ છે. જેથી જિલ્લા પંચાયતમાં સત્તાના સપના દેખનારા કોંગ્રેસીઓને ધોળે દિવસે તારા દેખાઇ ગયા છે. જિલ્લા પંચાયતની 86 ટકા બેઠકો પર કમળ ખીલી ગયુ હોવાથી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ જિલ્લામાં કરમાઇ જાય તો નવાઇ પામવા જેવું નહીં હોય.
દાહોદ જિલ્લાની 9 તાલુકા પંચાયતોની કુલ 238 બેઠકોમાંથી ભાજપે 198 બેઠકો પર વિજય પતાકા લહેરાવી છે. આમ જિલ્લામાં 83 ટકા બેઠકો પર ભાજપાનો કબ્જો છે. જિલ્લા પંચાયતમાં પણ ભાજપે 43 બેઠકો સાથે ક્લીન સ્વીપ કરી દીધી છે ત્યારે વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ માટે લોઢાનાં ચણા ચાવવા જેવો સમય આવી ગયો હોય તેમ લાગી રહ્યુ છે.
જિલ્લામાં વિધાનસભાની કુલ 6 બેઠકો છે. તેમાંથી ત્રણ કોંગ્રેસ પાસે અને ત્રણ ભાજપ પાસે છે.જેમાં દાહોદ,ગરબાડા અને ઝાલોદ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો વિજેતા થયા હતા જ્યારે લીમખેડા,દેવગઢ બારીયા અને ફતેપુરા બેઠક પર ભાજપાના ધારાસભ્યો ચુંટાયેલા છે.
હવે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને જોતાં જે ત્રણ બેઠકો કોંગ્રેસના કબ્જામાં છે તે તમામ વિસ્તારોમાં ભાજપે કોંગ્રેસના સુપડાં સાફ કરી દીધા છે.જેથી આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપ જિલ્લાની તમામ બેઠકો પર વિજય મેળવવા પ્રયત્ન કરશે તે નિશ્ચિત છે.