સુરતઃ (Surat) શહેરમાં ઓક્સિજનની (Oxygen) સ્થિતિ વધારે વિકટ બનતા આજે જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ દ્વારા ઓક્સિજનની માંગ જેટલું પ્રોડક્શન કંપનીઓ આપી શકે...
નવસારી: (Navsari) રાજ્ય સરકારે આજે બહાર પાડેલા પરિપત્ર મુજબ રાજ્યના 29 શહેરોમાં રાત્રી કરફ્યુ (Night Curfew) લાદવાની જાહેરાત કરી છે. આ શહેરો...
નવી દિલ્હી: દેશની રાજધાની(માં ઓક્સિજનની કટોકટી અને કોરોનાથી સર્જાયેલી પરિસ્થિતિને કારણે મંગળવારે દિલ્હી હાઈકોર્ટનો પારો આસમાને ચઢી ગયો હતો. કોર્ટે ફરી એક વખત...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ( arvind kejriwal) એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેઓ ઓક્સિજન ટેન્કર ( oxygen tenker ) ખરીદી રહ્યા...
ગુજરાતની (Gujarat) પરિસ્થિતિ અંગે હાઈકોર્ટમાં (High Court) ઓનલાઈન સુનાવણી (Online hearing) થઈ છે. સુનાવણીમાં હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો કે, 108 માં જ...
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SURAT CHAMBER OF COMMERCE) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના કેસો તીવ્ર ગતિએ વધતાં મનપા દ્વારા કાપડ માર્કેટ (Textile Market) સાથે સંકળાયેલા વેપારી અને કર્મચારીઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ...
BARDOLI : બારડોલી CHC ખાતે બનાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટર ( COVID CARE CENTER) માં ઓક્સિજનના અભાવે ( OXYGEN) નવા દર્દીઓને દાખલ...
ભારતના પ્રથમ મહિલા વડા પ્રધાન (first pm of India) ઇન્દિરા ગાંધી(Indira gandhi)ના શપથ ગ્રહણના દિવસે હવાઈ દુર્ઘટના(air accident)માં ભારતના પરમાણુ કાર્યક્રમોના પ્રણેતા...
સુરત: (Surat) હાલમાં ડુમસમાં ટોચના ડાયમંડ ગ્રુપના બે હજાર માણસોના જમણવાર અને ભવ્ય જલસાનો વિડીયો પંદર દિવસ પહેલાં વાયરલ થયો હતો. ડાયમંડ...
સુરત: (Surat) સુરત મનપા કમિશનર (Municipal Commissioner) બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, અમે ક્યારેય આંકડા (Statistics) છુપાવ્યા જ નથી. સુરત અને સુરતની...
ઓક્સિજનના ( oxygen ) વધતા જતા સંકટ, બેડનો અભાવ, કોરોના યુગમાં રસી ( vaccine) ની અછતને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે (supreme court)...
સુરતઃ (Surat) નવી સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) હવે ઓક્સિજનની (Oxygen) કટોકટી સર્જાતાં જે દર્દીઓને ઓક્સિજન લેવલ 95 થયા બાદ ડિસ્ચાર્જ અપાતો હતો...
સુરત: (Surat) કોરોનાના વધી રહેલા સંક્રમણ પર લગામ લગાવવા સુરત મહાનગરપાલિકાએ રસીકરણની (Vaccination) ઝુંબેશને યુદ્ધના ધોરણે વેગવાન બનાવી છે. સુરત શહેરમાં અઠવા...
નવી દિલ્હી : કોરોના રસી(corona vaccine)ના જુદા જુદા અને ઉચા ભાવોના વિવાદ પછી કેન્દ્રની ભાજપ સરકાર (bjp govt) હરકતમાં આવી છે. કેન્દ્ર...
ભારત કોરોના ( corona) રોગચાળાના ગંભીર પ્રકોપથી ઝૂકી રહ્યું છે. ચેપની બીજી લહેરને કારણે તબાહી થઈ છે, પરંતુ આ જીવલેણ રોગ સામેના...
નવી દિલ્હી. નાણાંમંત્રી નિર્મલા સીતારમણના પતિ અને અર્થશાસ્ત્રી પાર્કલા પ્રભાકરે નારાજગી વ્યક્ત કરતાં કોરોના સંકટ અંગે મોદી સરકારની આકરી ટીકા કરી હતી....
ભારતમાં કોરોના ( corona) ની બેકાબૂ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ( election commission) એક મોટું પગલું ભર્યું છે. ચૂંટણી પંચે વિધાનસભાની...
કેન્દ્ર સરકારના ગૃહ વિભાગના નવા આદેશ બાદ રાજ્ય સરકારે પણ ગુજરાતમાં નવા નિયંત્રણો અમલમાં લાવી દીધા છે.જેના પગલે ગુજરાતમાં લોકડાઉન તો નહીં...
વૉશિંગ્ટન, મેલબોર્ન : કોરોનાવાયરસ (corona virus)ના કેસોમાં મોટા ઉછાળાનો સામનો કરી રહેલા ભારત તરફ આંતરરાષ્ટ્રીય સમુદાયે (international community) તબીબી સાધનો અને સામગ્રીનો...
નવી દિલ્હી: પ્રિયંકા ચોપડાને 93મા ઑસ્કર અવોર્ડ સેરેમનીમાં નિરાશા હાથ લાગી હતી. તેની ફિલ્મ ‘ધ વ્હાઈટ ટાઈગર’ બેસ્ટ અડોપ્ટેડ સ્ક્રીનપ્લે કેટેગરીમાં નોમિનેટ...
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની ( corona) મહામારીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. હોસ્પિટલોમાં બેડ ( bed) ની અછત વચ્ચે ઓક્સિજનની પણ સમસ્યા ઊભી...
ગાંધીનગર: હાલ કોવિડ-19 ( covid 19 ) મહામારીની બીજી ઘાતક લહેરના સમયમાં ગુજરાતના મેટ્રો શહેરોમાં ઓક્સિજનની ( oxygen) કારમી અછત સર્જાતી જોવા...
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના ( corona) કેસની સંખ્યા 14,340 પર પહોંચી ગઈ છે. મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, રવિવારે એક જ દિવસમાં...
વારાણસી ( Varanasi) એ જ શહેર છે જ્યાં મુન્શી પ્રેમચંદ્રના મંત્રના પાત્રો ભગત જેવા લોકો રહેતા હતા , જેમણે પોતાના દુ: ખ...
અમેરિકાએ ભારતને ખાતરી આપી છે કે તે કોવિશિલ્ડ રસીના નિર્માણ માટે ચોક્કસ કાચી સામગ્રીઓ તત્કાળ પુરી પાડશે, જેમાં વ્હાઇટ હાઉસના એક ટોચના...
અમેરિકી પ્રમુખ જો બાઇડને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેલિફોન કૉલ કર્યો હતો અને ભારતમાં કોવિડ-૧૯ના રોગચાળાના બીજા મોજા સામેની લડતમાં ભારતને ટેકા...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં આવતીકાલે અહીં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બરોબરીનો જંગ ખેલાશે. આરસીબી ચેન્નાઇ સુપર કિંગ્સ સામેના પોતાના...
તિલકવાડાના પીંછીપુરા ગામની એક નદીના કિનારે કપડાં ધોઈ રહેલી જનેતાની સામે એક મગરે એની 8 વર્ષની બાળકીને ખેંચી ગયો હોવાની ઘટના સામે...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની 21મી મેચમાં આજે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ કેએલ રાહુલની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સને માફક આવી...
હોર્ડિંગ્સ મામલે ગરમાયું રાજકારણ, કોર્પોરેટર અને સામાજિક કાર્યકર વચ્ચે સોશિયલ મીડિયા પર ‘વાકયુદ્ધ’
કર્મચારીને જૂની પેન્શન યોજનાનો લાભ અપાવા શિક્ષક સંઘની લડત ચાલુ રહેશે
સિંધરોટથી વડોદરા આવતા કારની અડફેટે 30 વર્ષીય યુવકનુ મોત
વડોદરા: હરણીમાં 5946 ચો.મી.વિસ્તારમાં આકાર પામી રહ્યો છે ભવ્ય ઓક્સિજન પાર્ક
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો યુ-ટર્ન, 15 ફેબ્રુઆરીએ ભારત સામે મેચ રમવા માટે તૈયાર?
કોણ છે શબાના મહમૂદ જે બ્રિટનના પ્રથમ મુસ્લિમ વડા પ્રધાન બની શકે છે?
નવસારી જીલ્લા/મહાનગર ભાજપનું સંગઠન માળખું જાહેર: મોટા પાયે ‘પત્તા કપાવાની આશંકા’ને ખોટી ઠેરવતું મિશ્ર સંયોજન
બીલીમોરા નજીક ટ્રેન સામે પડતું મૂકી ઉદ્યોગપતિનો આપઘાત
હાલોલ બાયપાસ રોડ પર સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ, અફરા-તફરી
બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તમામ કેન્દ્રો પર પશ્ચાતાપ પેટી મુકાશે
વડોદરામાં મતદાર યાદી અપડેટ અને SIR પ્રોજેક્ટ્સની કામગીરી ઝડપી બનાવવા કડક સૂચના
મમતા બેનર્જીને ઠપકો: સુપ્રીમ કોર્ટે SIR પર ચુકાદો આપ્યો, કહ્યું- પ્રક્રિયામાં દખલ કરવી નહીં
અટલાદરા રોડ પર દંડવત યાત્રા દ્વારા મહંત સ્વામી મહારાજ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત
દેવગઢબારિયા સબજેલમાંથી પોક્સો કેસનો આરોપી ફરાર
પંજાબ: તરનતારનમાં LAW ના વિદ્યાર્થીએ વર્ગખંડમાં ઘૂસી વિદ્યાર્થીનીની હત્યા કરી, પોતે પણ સ્યુસાઈડ કર્યું
સ્મૃતિ ઈરાની સુરતની મુલાકાતે,ભાજપ કાર્યાલય ખાતે યોજાય પત્રકાર પરિષદ,કેન્દ્રીય બજેટ પર વિસ્તૃત ચર્ચા,પ્રજાલક્ષી વિકાસની દિશા રજૂ
સમામાં પ્રોફેશનલ પહેરવેશમાં રેકી કરી ચોરી કરનાર રાજસ્થાનના બે રીઢા ચોર ઝડપાયા
શરદ પવારની તબિયત લથડી, પુણેની હોસ્પિટલમાં દાખલ, સુપ્રિયા સુલે અને પ્રતિભા પવાર પહોંચ્યા
જેતપુરપાવી: પોક્સો કેસમાં માસુમ પર દુષ્કૃત્ય કરનાર નરાધમને 20 વર્ષની સખત કેદ અને ₹15,000 દંડ
રાવપુરામાં વીજ ટ્રાન્સફોર્મર પાસે કપિરાજને કરંટ લાગતા ગંભીર રીતે દાઝ્યા
મને બોલવા દેશો? રાહુલ ગાંધીના સવાલ પર હંગામો, વિપક્ષ સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે
સુરત ના ભેસ્તાનમાં સ્માર્ટ મીટર સામે જનાક્રોશ
સલાટવાડામાં જુગારધામ પર કારેલીબાગ પોલીસનો દરોડો, 17 જુગારીઓ ઝડપાયા; મુખ્ય સૂત્રધાર વોન્ટેડ
હાલોલ શહેરમાં હિન્દુત્વ રક્ષક સમ્રાટ મહારાજા સુહેલદેવ રાજભરજીની 1017મી જયંતીની ભવ્ય ઉજવણી
વાડીમાં પાલિકાનું ‘બુલડોઝર’ ફર્યું: સંવેદનશીલ વિસ્તારમાં મેગા ઓપરેશન
પૈસા લીધા પણ ઘરના આપ્યા: વડોદરામાં 300 પરિવારોની છત છીનવાઈ
સાવલીના મુગટપુરામાં કંકોત્રી આપવા ગયેલી મહિલા પર સગા સંબંધીઓનો જીવલેણ હુમલો
ફૂડ વિભાગ એક્શન મોડમાં
ગરમીના પ્રારંભે આગ લાગવાનો દોર શરૂ, બંધ મકાનમાં ગીઝરમાં શોર્ટ સર્કિટથી આગ
સુરતઃ (Surat) શહેરમાં ઓક્સિજનની (Oxygen) સ્થિતિ વધારે વિકટ બનતા આજે જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ દ્વારા ઓક્સિજનની માંગ જેટલું પ્રોડક્શન કંપનીઓ આપી શકે તેમ ન હોવાનું સ્પષ્ટ કરી આવનારા કલાકોમાં સ્થિતિ ગંભીર હોવાનું જણાવ્યું હતું. જોકે સતત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સાથે સંકલન સાધી પરિસ્થિતિઓ અંગે માહિતી આપવામાં આવી રહી છે. આજે સતત બીજા દિવસે શહેરમાં 225 મેટ્રિક ટન ડિમાન્ડની (Demand) સામે 160 મેટ્રિક ટન ઓક્સિજન મળી શક્યો હતો.

શહેરમાં ઓક્સિજનની સ્થિતિને લઈને જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, આપણી પાસે લીક્વીડ ઓક્સિજનનો લીમીટેડ રિસોર્સ છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને જે જથ્થો આપવામાં આવે છે. તે અત્યારે બધે જ તકલીફ હોવાથી વહેચણી થઈ રહ્યો છે. જિલ્લામાં હાલ બે રીતે વ્યવસ્થા છે. એક વ્યવસ્થા કંપની સીધો હોસ્પિચલમાં સપ્લાય કરે છે. જેમાં નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઈનોક્સ કંપનીમાંથી સપ્લાય થઈ રહ્યો છે. જ્યારે મહાવીર, કીરણ, મિશન અને વિનસમાં લીન્ડે કંપનીમાંથી સપ્લાય થાય છે. આ સિવાયની બીજી હોસ્પિટલોમાં રિફીલર્સ દ્વારા સપ્લાય બોટલ ભરીને આપવામાં આવે છે. અત્યારે ક્રિટીકલ સમયમાં જે વપરાશ છે તેની સામે જથ્થો ઓછો મળી રહ્યો છે. જેટલો જથ્થો આવે છે તેનું આંતરીક ડિસ્ટ્રીબ્યૂશન જરૂરી હોવાથી આયોજન કરવામાં આવે છે. આવતા અઠવાડિયા થી દસ દિવસમાં બીજા હજાર કેસ વધારો થાય તો સ્થિતિ વધારે વિકટ બની શકે છે.
(બોક્સ)

કંપનીઓ દ્વારા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ઓક્સિજન પહોંચાડતા સુરતમાં સ્થિતિ બગડી
અત્યારે જે કંપની ઓકિસજનનું ઉત્પાદન કરે છે તેનાથી વધારે પ્રોડક્શન અશક્ય છે. આ કંપનીઓ ઓકિસનનું માંગ પ્રમાણે ઉત્પાદન કરે તેવી કોઇ સ્થિતિ નથી. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ સરકારના આદેશથી આ કંપનીઓમાંથી ઓકિસજન સપ્લાય કરાતો હોવાથી સ્થિતિ ગંભીર છે. જામનગર રિલાયન્સમાંથી પણ હાલમાં ત્રણ ટેન્કરો સુરતમાં આવે છે. પરંતુ તે પણ પુરતા નથી. આગામી દિવસોમાં ઓકિસજનનું સંકટ ઘેરુ બને તેવી શકયતા છે.
(બોક્સ)
ખાનગી હોસ્પિટલના 4 હજાર દર્દીઓ માટે માત્ર 50-60 મેટ્રિકટન ઓક્સિજન
અત્યારે શહેરમાં જે 135 થી 150 મેટ્રિકટન ઓક્સિજન ખેંચતાણ કરતો આવી રહ્યો છે. તેમાંથી નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલને બાદ કરતા 50 થી 60 મેટ્રિકટન જથ્થો બચે છે. માત્ર આટલો ઓક્સિજન ખાનગી હોસ્પિટલમાં દાખલ 4000 જેટલા દર્દીઓને આપવામાં આવી રહ્યો છે. સુરત શહેરમાં જેટલા ઓક્સિજનની માંગ છે તેટલો જથ્થો હાલની સ્થિતમાં મળી શકે તેમ નથી.

નાના યુનીટોમાં ઉત્પાદન વધારવાના પ્રયાસો
ઓક્સિજનના જે નાના નાના યુનીટમાં ચાલતા હોય તેવા યુનીટની જગ્યાએ 200-250 બોટલ રિઝર્વ કરાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે જ તેમને મોટા યુનીટમાં સિફ્ટ કરવા પ્રયાસ ચાલી રહ્યા છે. લીક્વીડ ઓક્સિજનની હાલ સંપૂર્ણ ભારતમાં અછત છે. આપણી પાસે ગેસેસ ઓક્સિજન પુરતા પ્રમાણમાં છે. હજીરા સ્ટીલ પ્લાન્ટમાં સિક્ટોરીટી કોલોની હોસ્પિટલમાં કન્વર્ટ કરી દીધી છે.
(બોક્સ)
