Gujarat Main

હાઈકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી: કાગળ પર ગુલાબી ચિત્ર ન બતાવો, સરકાર સ્વીકારે કે તમામ વસ્તુની અછત છે અને હોસ્પિટલ ફૂલ છે

ગુજરાતની (Gujarat) પરિસ્થિતિ અંગે હાઈકોર્ટમાં (High Court) ઓનલાઈન સુનાવણી (Online hearing) થઈ છે. સુનાવણીમાં હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો કે, 108 માં જ દર્દીઓને અમદાવાદની 4 હોસ્પિટલમાં એડમિશન આપવામાં આવ્યા છે. કેમ પ્રાઇવેટ વાહનોમાં આવતા લોકોને એડમિશન નથી આપતાં? છેલ્લી સુનવણીમાં પણ આ મુદ્દા પર અમે સ્પષ્ટતા માંગી હતી. તો એફિડેવિટમાં કેમ કોઈ સ્પષ્ટતા ન કરાઈ. સાથે જ હાઈકોર્ટે સરકાર (gujarat government) ની ઝાટકણી કાઢીને કહ્યું કે, એબ્યુલન્સ મામલે પણ તમારું સ્ટેન્ડ વિરોધાભાસ છે. તમારી તૈયારી શુ છે? તમે માત્ર અમદાવાદની વાત કરો છે, રાજ્ય માટે શું પ્લાન છે. કોર્ટે દર્દીઓને દાખલ કરવા તેમજ ઓક્સિજની અછતને લઈને સરકાર પાસે જવાબ માંગ્યા હતા. 

હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યા કે, સરકારની ગાઈડલાઈન કરતા અલગ ગાઈડલાઈન ના હોવી જોઈએ. કોઈ વ્યક્તિ નજીકના ગામમાં રહેતું હોય તો કેમ અમદાવાદમાં સારવાર ના કરાવી શકે. તમે માત્ર ગુલાબી પિક્ચર બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. આ ગ્રાઉન્ડ રિયાલિટી નથી. હાલ 14000 થી વધુ કેસ છે આગામી દિવસમાં કેસ વધ્યા તો સરકાર શુ કરશે? સરકાર સ્વીકારે કે તમામ વસ્તુની અછત છે અને હોસ્પિટલ ફૂલ છે, તો હવે સરકાર શું કરશે.

રાજ્યમાં વધતા કોરોનાના કહેરને કારણે લોકોને પડતી હાલાકી મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અરજીની સુનાવણી કરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ તથા જસ્ટિસ બલરામ કારિયાની ખંડપીઠે અવલોક્યું હતું કે, ટેસ્ટિંગ કરાવવામાં, બેડ મેળવવા તથા ઓક્સિજન અને રેમડેસિવિર મેળવવામાં તકલીફ પડી રહી છે. આ સામે સરકાર વતીનાં વકીલે જણાવ્યું હતું કે, અમે ક્યારેય એવું નથી કહ્યું કે, અમે બધું સારું હતું અને સારું છે અમે કહ્યું છે, અમે સતત પ્રયાસ કરીએ છીએ. આ અંગેની વધુ સુનાવણી આગામી મંગળવારે થશે.

રાજ્ય સરકારે શું જવાબ આપ્યો?

રાજ્ય સરકાર વતી હાઈકોર્ટે સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની દલીલ કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, બેડની અછત હોવાનું સરકારે હાઇકોર્ટેમાં સ્વીકાર્યું. 15 માર્ચ 2021ના રોજ ઓક્સિજનનું 100 મેટ્રિક ટન ઉત્પાદન હતું. જેની સામે 55 મેટ્રિક ટનની જરૂરિયાત હતી. ત્યારબાદ અચાનક ઓક્સિજનની માંગમાં વધારો થયો. અમે ક્યારેય એવું નથી કહ્યું કે, બધું સારું હતું અને સારું છે અમે કહ્યું છે, અમે સતત પ્રયાસ કરીએ છીએ. હાલમાં મેન પાવરની શોર્ટજ છે. ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત છે અમે સ્વીકારીએ છીએ. 108નું વેઇટિંગ ધીમે ધીમે ઘટી જશે. સમય સાથે કેસ વધી રહ્યા છે. રિસોર્સ ઓછા છે હાલમાં બેડ નથી.

Most Popular

To Top