Top News

More Posts

   The Latest

Most Popular

       શહેરા: શહેરા ના દલવાડા ગામના યુવાન વીરેન્દ્ર સિંહ પગી ની લાશ વિજાપુર  ગામ માં આવેલા પાણી ભરેલ કૂવામાંથી મળી આવતા ચકચાર મચી ગઇ હતી. મરણ ગયેલ યુવાનના પરીવારજનોના જણાવ્યા અનુસાર યુવક લગ્ન મા ગયા પછી પરત નહી આવતા શોધખોળ શરૂ કરી હતી.

યુવાનની લાશને જોતા પરીવારજનોમા ઘેરો શોક છવાયો હતો. પોલીસ  સમક્ષ પરીવારજનો  યુવાનની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરતા પોલીસ દ્વારા યુવાન ની લાશ ને પાણી ભરેલ કૂવામાંથી બહાર કાઢીને બે ડોકટર દ્વારા પેનલ પી એમ કરવામા આવ્યુ હતુ.

જો કે આ બનાવના પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

To Top