કબ્રસ્તાનમાં એક કબર પાસે એક છ વર્ષનો નાનો છોકરો મોટા મોટા આંસુ સારીને રડતો હતો અને કંઈ ન સમજાય તેવું બોલતો જતો...
26 જાન્યુઆરીએ, દિલ્હીની હિંસાના મુખ્ય આરોપી દીપ સિધ્ધુને પોલીસે પકડ્યો છે. લગભગ 15 દિવસ સુધી ફરાર ચાલી રહેલો દીપ સિધ્ધુ મંગળવારે વહેલી...
બરડા ઉપર વીંછી ફરતો હોય એમ, યુવાની તો કાઢી નાંખી ને કાંઠે પણ આવી ગયા. પણ જીવવા જેવો જમાનો હવે આવ્યો! જેમ...
વૉશિંગ્ટન (Washington): એક વર્ષ પહેલા દુનિયાના મોટેભાગના લોકો જે શબ્દથી અજાણ હતા, તે એક વર્ષમાં આટલી દહેશત ફેલાવી દેશે એની કોઇએ કલ્પના...
સ્થાનિક શેરબજારમાં છેલ્લા સપ્તાહમાં ઉછાળો રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં 4445.86 અને નિફ્ટીમાં 1289.65 પોઇન્ટનો વધારો થયો છે. આજે, સપ્તાહના બીજા...
‘‘જય ધોરણ લાલકી’’…. ગુજરાતી એકાંકી શિક્ષણ ક્ષેત્રે મૂલ્યોના પતનની વાત કરતું એકાંકી આજે યાદ આવે છે! દિગીશ મહેતાકૃત આ નાટકમાં ખેતરમાં શાળા...
દિલ્હીની સરહદો પર ખેડૂતોના ધરણા શરૂ થયા તેને બે મહિના કરતા વધુ સમય થઇ ગયો છે. આ ખેડૂત આંદોલને આ સમયગાળા દરમ્યાન...
ઉત્તરાખંડના ચમૌલી જિલ્લાના જોષીમઠ ખાતે રવિવારે ગ્લેશિયર ફાટવાની જે દુર્ઘટના સર્જાઇ તેના પછી આ ગ્લેશિયરો કે હિમશીખરો તૂટવાની કે ફાટવાની ઘટનાઓ અંગે...
આ સમયે દેશ ઉત્તરાખંડના ચમોલીમાં દુર્ઘટના વિશે વાત કરી રહ્યો છે, પરંતુ આ સ્થાન સાથે જોડાયેલી એક મહત્વની બાબત એ છે કે...
ગઇકાલે હિમશીલા ફાટવાને કારણે જ્યાં ભયંકર હોનારત સર્જાઇ હતી તે ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી આજે ૨૬ મૃતદેહો મળી આવ્યા હતા અને ૧૭૦ જેટલા...
ઉત્તરાખંડના ચમૌલી જિલ્લામાં બરફ પીગળવા માટે ગ્લોબલ વોર્મિંગ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર હોઇ શકે એમ નિષ્ણાતોએ આજે જણાવ્યું હતું જ્યારે તેઓ હિમાલયના...
ભારત સાથે લશ્કરી સ્તરની નવ રાઉન્ડની વાતચીત બાદ પણ ચીની સૈન્ય પૂર્વી લદ્દાખ સરહદે એલએસીમાંથી પાછા જવાનું તો દૂર, તે સરહદ વિસ્તારે...
કોરોનાની વેક્સિનને કારણે પહેલા પોલીસ કર્મચારીઓ અને હવે મનપાના ચોથા વર્ગના કર્મચારીઓની હાલત ખરાબ થતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. બે દિવસ...
ગુજરાતમાં મહાનગરપાલિકાઓ,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે કાળા નાણાની હેરફેર નાની રાજકીય પાર્ટીઓ અને શિથિલ થયેલા ટ્રસ્ટોમાં...
ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાની ચાર્ટ્ડ એકાઉન્ટન્સી દ્વારા ગત ડિસેમ્બર મહિનામાં લેવામાં આવેલી સી.એ ફાઉન્ડેશન અને ઇન્ટરમિડિએટના અભ્યાસક્રમની પરીક્ષાનું પરિણામ...
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભરવામાં આવેલા ઉમેદવારીપત્રોની ચકાસણીની મહત્વની કામગીરી આજે સંપન્ન થઇ હતી. સત્તાવાર વિગતો મુજબ, મોડી સાંજે સુરત મહાનગરપાલિકાના 30...
સુરત: (Surat) કોવિશીલ્ડ બાદ હવે શહેરમાં કોવેક્સિનનો જથ્થો પણ આવી પહોંચ્યો છે. જેથી આવનારા સમયમાં વેક્સિનેશનનું કામ વધુ ઝડપી બનશે અને વધુમાં...
ઇસ્લામાબાદ, તા. ૮(પીટીઆઇ): પાકિસ્તાનમાં લઘુમતિ હિન્દુ સમાજના મોટા ભાગના પવિત્ર ધાર્મિક સ્થળો કંગાળ હાલતમાં છે અને તેમની જાળવણી માટે જવાબદાર સત્તાવાળાઓ તેમની...
મેલબોર્ન, તા. 08 : કોરોના કાળમાં આજથી શરૂ થયેલી વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનના પહેલા દિવસે મેન્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર...
નવી દિલ્હી (New Delhi): સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે (Defense Minister Rajnath Singh) સોમવારે સંસદમાં કહ્યું કે સેના પાસે હાલમાં 11 રાફેલ વિમાન છે....
ભારતમાં ચાલતું ખેડૂત આંદોલન હવે આંતરરાષ્ટ્રીય વિવાદ બની રહયો છે, જેમાં ખ્યાતનામ લોકો દ્વારા ટ્વીટર પર ચાલતા નિવેદનો પણ ભારતના અખબારોની હેડલાઈન...
ભરૂચ: (Bharuch) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના (Election) ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ કરાવવામાં આવતા ભરૂચમાં યોજાનાર ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ મેળવવાનું શરૂ કર્યું છે....
નવી દિલ્હી (New Delhi): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ખેડૂત આંદોલન પર તેમનું મૌન સમાપ્ત કર્યુ અને સંવાદ ફરી શરૂ કરવા આમંત્રણ...
વલસાડ: (Valsad) વલસાડના બીડીસીએના સરદાર પટેલ સ્ટેડિયમમાં સોમવારે સમાજની પ્રીમિયર લીગ મેચ રમાઈ રહી હતી. દરમિયાન ચાલુ મેચમાં એક યુવાન ફિલ્ડિંગ કરી...
અમદાવાદ (Ahmedabad): ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનું રાજકારણ (Gujarat Local Body Election-2021) ગરમાવા માંડ્યું છે. અમદાવાદના બેરમપુરા વોર્ડમાં કાર્યકરોને ટિકિટ ન મળતા નારાજ કોંગ્રેસના...
ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ (1st Test Day 4) છે. મેચ પર...
આપણા દેશમાં આરોગ્યકર્મીઓને (Health Workers) અને ફ્રન્ટલાઈન વર્કરોને કોરોનાની વેક્સિન આપવાનો કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે. રસી લેનારી દરેક વ્યક્તિને એક ફેક્ટશીટ...
ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કહ્યું હતું કે ભૂખને લઇને દેશમાં ધંધો થવા દેવામાં આવશે નહીં અને ફરી એકવાર નવા વિવાદાસ્પદ એગ્રિક માર્કેટિંગ...
સુરત: (Surat) શહેરના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે એટલેકે મંગળવારે પાણી પૂરવઠો ખોરવાશે. પૂરતા દબાણથી કે સંપૂર્ણ પાણી પૂરવઠો (Water Supply) બંધ રહેશે તેવી...
દેશમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ જેટલો ઊંચો છે, તેમ તેમ તેની કિંમત પણ ઊંચી ને ઊંચી જ જાય છે. અને ભારતમાં જો...
હેરી સખી, આનંદમંગલ ગાઓ, મહિલા સાંસદોની લઘુતમ સંખ્યા 273 થશે
ટેક ઇન્ડસ્ટ્રીમાં ફરી ઝટકો, Oracleની મોટા પાયે છટણી,12,000 ભારતીય કર્મચારીઓ પર અસર
સહસ્રનામ તત્તુલ્યં
ગુજરાત ટાઇટન્સનો પરાજય, કોનોલીની 72 રનની ઇનિંગથી પંજાબ કિંગ્સવિજેતા
જાજરમાન જાનદાર જનકવિ: પ્રિય આનંદ બક્ષી…
સુપર વેડનસડે, યુદ્ધવિરામના સંકેતો બાદ શેરબજારમાં તેજીનું તોફાન
એલ. ઓ. પી. પાર્લામેન્ટ
ગરજ સરી અને વૈદ વેરી
ભાજપના અનુસુચિત જન જાતિ મોરચામાં ભૂમાફિયા તરીકે ચર્ચાતા વ્યક્તિની વરણી!
સાયકલ અપનાવી પર્યાવરણ બચાવો
રૂપિયો નબળો કેમ થઈ રહ્યો છે?
કોર્પોરેટ કંપની દ્વારા રાજકીય પક્ષોને દાન
આંતરિક સમૃદ્ધિ
સુરતનો હીરા ઉદ્યોગ ચમક્યો, રેકોર્ડ ટ્રેડથી અર્થતંત્રને મોટો બૂસ્ટ, SDB બન્યું વૈશ્વિક ડાયમંડ હબ
નવી પેઢીનાં ખેડૂતપુત્રો એગ્રો ઇન્ડસ્ટ્રિયાલિસ્ટનો દરજ્જો મેળવે
શું માઓવાદ સામેની અમિત શાહની લડાઈ એક મોટી સફળતા છે?
વિશ્વના સૌથી પ્રદૂષિત ચાર શહેરોમાંથી ત્રણ શહેરો ભારતમાં: નર્યું શરમજનક
રશિયામાં સૈન્ય વિમાન દુર્ઘટના: પહાડ સાથે વિમાન અથડાતા 29 લોકોએ જીવ ગુમાવ્યા
હોર્મુઝની સામુદ્રધુની પછી હવે બાબ અલ-મંડાબનો દરિયાઈ માર્ગ ખોરવાશે?
દક્ષિણની ‘લેડી સુપરસ્ટાર’ સલમાન ખાન સાથે પડદા પર ચમકશે, અગાઉ શાહરૂખ સાથે બ્લોકબસ્ટર આપી હતી
ટ્રમ્પ: અમેરિકા કોઈ પણ દેશને મદદ નહીં કરે, અમારી પાસેથી તેલ ખરીદો નહીં તો હોર્મુઝથી તેલ લાવો
યુદ્ધની જબરદસ્ત આડઅસર: એક જ મહિનામાં રોકાણકારોના અધધ… 51 લાખ કરોડ સ્વાહા
સાણંદ બન્યું ભારતની ‘સિલિકોન વેલી’: PM મોદીએ કેઈન્સ સેમિકોન પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન
માંગલેજ ગામે પિયર જવાની બાબતે મનદુઃખ થતાં ૨૦ વર્ષીય પરિણીતાનો આપઘાત
સાણંદ બન્યું ભારતની ‘સિલિકોન વેલી’: પીએમ મોદીએ કેઈન્સ સેમિકોન પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન, વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ભારતની ભૂમિકા મજબૂત થશે
કોબામાં ભવ્ય ‘સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય’નું લોકાર્પણ : પીએમ મોદીએ કહ્યું – “આ મ્યુઝિયમ ભારતના ગૌરવશાળી વારસા અને જ્ઞાનની ત્રિવેણી છે”
રાજકોટમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક , સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કાર્યકર્તાઓને અપાયું જીતનું ભાથું
એકસાથે ૩ સિસ્ટમ સક્રિય થતાં ૫ એપ્રિલ સુધી ‘માવઠા’ની આગાહી
ફ્લોર મિલ ઓપરેટરની પુત્રી પરીક્ષામાં ટોપર; માનસી જાંગીડને ઇનામ તરીકે ₹5 લાખની કાર મળશે
ટેનિસ ‘કિંગ’ લિએન્ડર પેસની રાજકારણમાં એન્ટ્રી, ભાજપ સાથે જોડાયા
કબ્રસ્તાનમાં એક કબર પાસે એક છ વર્ષનો નાનો છોકરો મોટા મોટા આંસુ સારીને રડતો હતો અને કંઈ ન સમજાય તેવું બોલતો જતો હતો.તે શું બોલતો હતો તે તેના ડૂસકામાં સમજાતું અને સંભળાતું ન હતું.થોડે દૂર એક તાજી કબર હતી અને તેની પાસે એક સુટ પહેરેલો શ્રીમંત યુવાન આંખોમાં આંસુ સાથે ઊભો હતો.

એ તેની પ્રિયતમાની કબર હતી.થોડી વાર આંસુ સાર્યા બાદ કૈંક વિચારીને તેણે શહેરના સૌથી મોંઘા ફૂલવાલાને ફોન કર્યો અને પ્રિયતમાનાં ગમતાં મોંઘાં ફૂલોની ચાદર બનાવીને તરત અહીં પહોંચાડવાનો ઓર્ડર કર્યો.
ફોનમાં હજારોની કિંમતની ચાદરનો ઓર્ડર આપ્યા બાદ તે ચાદર આવવાની રાહ જોતો કબર પાસે બેસી ગયો. તેનું ધ્યાન થોડે દૂરની કબર પાસે રડતા છોકરા પર ગયું. છોકરાને આટલો બધો રડતો જોઇને તે યુવાન ઊભો થઈને તેની પાસે ગયો.
તે કબર છોકરાના પપ્પાની હતી. તે રડતાં રડતાં બોલી રહ્યો હતો, ‘ઊઠો ને પપ્પા, કેટલા વખતથી સૂતા છો.મમ્મી તો મને જન્મ આપીને જ અલ્લા પાસે જતી રહી છે.પણ તમે તો ઊઠો.ટીચરે કહ્યું છે કે કાલે સ્કુલની ફી સાથે લઈને આવજે, નહિ તો તારા પપ્પાને સાથે લઈને આવજે.
જો ફી નહિ ભરે તો શાળામાંથી તને કાઢી મૂકવામાં આવશે.પપ્પા, તમે જ કહેતા હતા ને કે બહુ ભણજે અને ભણીને મોટો ઓફિસર બનજે;પણ પપ્પા તમે ઊઠીને મારી ફી નહિ ભરો તો હું કેવી રીતે આગળ ભણીશ. મને કાલે સ્કૂલમાંથી કાઢી મૂકશે…પપ્પા,ઊઠો ને …..’ છોકરો રડતો જતો હતો અને તેના કબરમાં સૂતેલા પપ્પાને ઉઠાડવાની કોશિષ કરતો હતો.
પેલા શ્રીમંત યુવાને છોકરાનાં ડૂસકાંઓની વચ્ચે બોલતાં આ બધાં વાક્યો સાંભળ્યાં અને તેની પાસે જઈને તેને શાંત કરવાની કોશિષ કરી.પછી યુવાને પોતાનો ફોન કાઢ્યો અને ફૂલની ચાદરવાળાને ફોન કરી કહ્યું, ‘ભાઈ મેં હમણાં જે ચાદરનો ઓર્ડર આપ્યો છે તે ઓર્ડર કેન્સલ કરજો કારણ કે અહીં મને જે ફૂલ જોઈતાં હતાં તે મળી ગયાં છે.’ પછી યુવાને છોકરાને કહ્યું, ‘દીકરા, રડ નહિ… હું તારા પપ્પાનો મિત્ર છું અને મને તેમણે જ મોકલ્યો છે. મારી સાથે ચાલ. કાલે તારી સ્કૂલમાં જઈને તારી ફી ભરી દઈશું.તું ચિંતા નહિ કર. તારું નામ શાળામાંથી કોઈ નહિ કાઢે.’
છોકરો આંસુ લૂછતો પપ્પાની કબરને ચૂમી નમન કરી યુવાન સાથે ચાલવા લાગ્યો.યુવાન છોકરાને લઈને આગળ વધ્યો. બે ઘડી પોતાની પ્રિયતમાની તાજી કબર પાસે રોકાયો અને જાણે પ્રિયતમા હસતી હોય તેવો તેને આભાસ થયો અને ફૂલોની ચાદર ચઢી ગઈ.
લાસ્ટ ધ બોલ
વેલેન્ટાઈન-ડે ના દિવસે ગર્લફ્રેન્ડ નહિ હોય તો મૂંઝાવું નહિ. કેમ કે ગાંધીજયંતીના દિવસે ‘ગાંધીજી’ પણ હોતા નથી!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.