Top News

More Posts

   The Latest

Most Popular

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આ વર્ષે એશિયા કપ (Asia Cup 2021) યોજવાના પક્ષમાં નથી. આ માહિતી શનિવારે પીસીબીના અધ્યક્ષ એહસાન મણિએ આપી હતી. એહસાન મણિએ પાકિસ્તાન સુપર લીગ (PSL)ના ફ્રેન્ચાઇઝી માલિકોને માહિતગાર કર્યા કે તેમનું બોર્ડ આ વર્ષે આ ટૂર્નામેન્ટ યોજવાના પક્ષમાં નથી. 

પીસીબીના એક સૂત્રએ જણાવ્યું હતું કે મણિએ ગુરુવારે વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન પીએસએલ માલિકોને કહ્યું હતું કે પીએસએલની છઠ્ઠી સીઝનની બાકીની મેચ જૂનમાં પૂર્ણ થશે. “પીસીબીના અધ્યક્ષ મણિએ સ્પષ્ટ કર્યું કે આ વર્ષે ટૂર્નામેન્ટ યોજાય તેવી સંભાવના નથી.” ભાગ લેનાર ટીમોની અન્ય પ્રતિબદ્ધતાઓને કારણે તેને 2023 પર મુલતવી રાખવામાં આવશે. જોકે, પીસીબીના અધ્યક્ષે ફ્રેન્ચાઇઝી માલિકોને કહ્યું કે એશિયા કપ માટેની નવી તારીખોનો નિર્ણય એશિયન ક્રિકેટ કાઉન્સિલની (ICC) આગામી બેઠકમાં લેવામાં આવશે. આ મહિનાની શરૂઆતમાં પીએસએલ કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવી હતી.

ભારત આ વર્ષે ટી -20 વર્લ્ડ કપનું આયોજન

આ વર્ષનો ટી 20 વર્લ્ડ કપ ભારતમાં ઓક્ટોબરમાં યોજાશે. આ અંગે અધ્યક્ષ મણિએ કહ્યું હતું કે તેમને હજુ સુધી વિઝા અંગે ભારત સરકાર તરફથી કોઈ બાંહેધરી મળી નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલને કહ્યું કે જો ભારત સરકાર વિઝા અંગે લેખિતમાં બાંહેધરી નહીં આપે તો ટૂર્નામેન્ટ યુએઈમાં સ્થળાંતરિત થવી જોઈએ. ‘અમારી સરકારે અમને ક્યારેય ત્યાં (INDIA) નહીં રમવાનું કહ્યું નથી. આઈસીસીના નિયમો અનુસાર અમે નિયમોનું ઉલ્લંઘન કરવા માંગતા નથી. આઇસીસીના કરાર મુજબ, રમવા માટે ગમે ત્યાં જવા તૈયાર છીએ. ચાહકો, પત્રકારોને પણ વિઝા આપવો પડશે, માટે અમે અમારી ટીમ અને સ્ટાફના વિઝા અંગે ભારત સરકાર પાસેથી લેખિત ખાતરી માંગીએ છીએ. ‘

પ્રથમ વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓક્ટોબર 1952 માં દ્વિપક્ષીય સિરીઝ રમવામાં આવી ત્યારબાદ, છેલ્લા 7 દાયકામાં બંને દેશો વચ્ચેના સંબંધો અસ્થિર રહ્યા હોય ડિસેમ્બર 2012 માં બંને વચ્ચે છેલ્લી સિરીઝ રમવામાં આવી હતી.  છેલ્લી ટેસ્ટ સિરીઝ નવેમ્બર 2007માં યોજાઇ હતી. ત્યારબાદ ભારતે પાકિસ્તાનને 1-0 થી હરાવી અને છેલ્લી વખત 2019 ની વનડે વર્લ્ડ કપમાં સામ-સામે આવી હતી. ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડની માન્ચેસ્ટર વનડેમાં પાકિસ્તાનને 89 રને હરાવી હતી.

એસીસી એશિયા કપ પુરુષની વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટ છે. તેની સ્થાપના 1983 માં કરવામાં આવી હતી જ્યારે એશિયન દેશોની વચ્ચે સંબંધોને પ્રોત્સાહન આપવાનાં પગલા તરીકે એશિયન ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના થઈ હતી.

To Top