Top News

More Posts

   The Latest

Most Popular

surat : સુરતના હીરા બજારો ખુલે તે પહેલા હોંગકોંગના ( hongkong) મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલોને લઇ સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગ ( diamond market) માં ચકચાર મચી હતી. હોંગકોંગના શા ટૉ કોક કંટ્રોલ ચેક પોઈન્ટ પરથી હોંગકોંગના કસ્ટમ વિભાગે અંદાજે 25 કરોડની કિંમતના 1302 હીરા જપ્ત કર્યા છે. ડ્યૂટી ભર્યા વિના હેરફેર કરાતા આ ડાયમંડના જથ્થા સાથે 47 વર્ષીય ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. અને આ હીરાનો જથ્થો હોંગકોંગથી કોણે મોકલ્યો છે અને ચીનના સેન્ઝેનમાં કોને ડિલિવરી આવનાર હતી તેની તપાસ શરૂ થઇ છે. ભૂતકાળમાં બે વાર સુરત અને મુંબઇના હીરા વેપારીઓ ડ્યૂટી ચોરી ( custom duty) કરવાના હેતુસર હીરાના જથ્થા સાથે પકડાઇ ચુક્યા છે. સુરત અને મુંબઇના 22 વેપારીઓ લાંબી જેલ કાપી કેન્દ્ર સરકારની ડિપ્લોમેટિક ચેનલ થકી 2012માં મુક્ત થયા હતા.

હોંગકોંગ અને ચીન વચ્ચે ડાયમંડની હેરફેર પર 10થી 20 ટકા જેટલો ટેક્સ લાગે છે. આ ટેક્સ બચાવવા માટે કેટલાંક લેભાગુ વેપારીઓ ટ્રક મારફતે ડાયમંડ છુપાવીને હેરફેર કરતા હોય છે. આવો જ એક કેસ હોંગકોંગ કસ્ટમ ડિપાર્ટમેન્ટે બુક કર્યો છે. ગુરુવારે રાત્રે અંદાજે 8 કલાકે હોંગકોંગથી ચીનના સેન્ઝેન જતી એક ટ્રેકને રૂટીન ઈન્સ્પેક્શન વખતે રોકવામાં આવી હતી. ટ્રકના ડ્રાઈવર દ્વારા જે ચલણ બતાવવામાં આવ્યું હતું તેમાં સોનાના પટ્ટાઓ લઈ જવામાં આવી રહ્યાં હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ અધિકારીઓએ ટ્રકની પાછળના બોર્ડ પર બે ધાતુના બોક્સ શોધી કાઢ્યા હતાં.

જેમાં 1302 હીરા, 330 ગ્રામ ડાયમંડની ચીપ્સ, જેડ અને નીલમ જપ્ત કર્યા હતા જેની બજાર કિંમત અંદાજે 25 કરોડ થાય છે. અધિકારીઓ દ્વારા માલ જપ્તી સાથે 47 વર્ષીય ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. આ હીરા ભારતીય ડાયમંડ કંપનીઓના હોવાની શક્યતા ઓછી છે. કારણ કે સેન્ઝેન કૌભાંડમાં ચીનની જેલમાં સુરતના હીરા ઉદ્યોગકારોએ ભોગવેલી યાતના બાદ ચીન અને હોંગકોંગમાં વેપાર કરતા મોટા ભાગના વેપારીઓ ગેરરીતિથી દૂર રહે છે. જોકે, હીરા કોના છે અંગેની તપાસ જારી છે. તે પછી જ સ્પષ્ટ થશે કે હીરા ભારતીય કંપનીના છે કે નહી?

To Top