Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: દેશભરમાં કોરોના મહામારીના સંક્રમણની બીજી લહેર વધુ પ્રસરતા કેન્દ્રીય શિક્ષણ વિભાગપરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય મંગળવારે રાત્રે કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન સહિત કેન્દ્રીયમાહિતી પ્રસારણ મંત્રી સંરક્ષણ પ્રધાન, સહિત શિક્ષણ મંત્રાલય ના સચીવો નીમેલા ઉચ્ચસ્તરીય બેઠકમાં કોરોના સંક્રમણની પરીક્ષાઓ ધ્યાનમાં રાખવા બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા ધોરણ બારની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.

 ત્યારબાદ રાજય સરકારે પર શુક્રવારે ધોરણ-૧૨ની પરીક્ષાને શુક્રવારે ધો. ૧૨ ની પરીક્ષા સમયપત્રક જાહેર કર્યું હતું. ત્યારે કેન્દ્ર ના નિર્ણય બાદ રાજય શિક્ષણ સચિવ અને શિક્ષણમંત્રી મુખ્યમંત્રી સાથે બેઠક બાદ ધોરણ બાર ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વડોદરા શહેરના ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓઍ કેન્દ્ર અને રાજય સરકારે વાર્ષિક પરીક્ષા રદ્દ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો.

શહેરની સીબીઍસસી શાળઆમાં ભણતા વિદ્યાર્થીઓઍ જણાવ્યું હતું કે, સરકાર અમારા સ્વાસ્થ્યની ચિંતા કરે છે તે યોગ્ય છે. પરંતુ કોરોના મહામારીમાં અમે આખુ વર્ષ ઓનલાઈન શિક્ષણ મેળવીને મહેનત કરીને ભણ્યા છે ત્યારે અમારી મહેનત પર સરકારના નિર્ણયે પાણી ફેરવી દીધું છે. જો ખરેખર કોરોના સંક્રમણ ફેલાય તો બાદ હોય તો જેમ ઓનલાઈન શિક્ષણ આપ્યુ તેમ પરીક્ષા પણ ઓનલાઈન લેવી જોઈઍ.

જેથી કરીને અમારી આખા વર્ષની મહેનત નું પરિણામ અમને મળે. ઉપરાંત જે માસ પ્રમોશન મળશે તો અમારે કઈ લાઈનમાં જવું હોય તે વિશે પણ દ્વીધામાં રહીશે પ્રવેશ કઈ રીતે આપ્યો કયા પ્રવાહમાં પ્રવેશ મળશે તે વિશે કંઈ જ જણાવાયું નથી આ ઉપરાંત બહાર ભણવા જવા માટે પ્રવેશે કેવી રીતે મળશે તેની વ્યવસ્થા શું હશે તે અંગે પણ કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી નથી તેથી ઓનલાઈન પરીક્ષા યોજવાની માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી.

સીબીઍસસી બોર્ડ અને ગુજરાત રાજય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બારની પરીક્ષઆ રદ્દ કરતા વાલીઓમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો છે. વાલીઓઍ જણાવ્યું હતું કે, ધોરણ બારમાં પણ માસ પ્રમોશન આપવાના નિર્ણયને કારણે બધા જ વિદ્યાર્થીઓઍ ઍક સરખી જ કોવડ -૧૯ ની મહામારીને પગલે માસ પ્રમોશન આપવામાં આવ્યું હોવાનું દર્શાવાશે આને કારણે સામાન્ય વિદ્યાર્થી નબળો વિદ્યાર્થી કે હોશિયાર અને ટોપર વિદ્યાર્થીઓના સમાન કક્ષાઍ આવી જશે તે ઉપરાંત જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવાની મુશ્કેલી સર્જાશે.

To Top