Entertainment

જૂન મહિનામાં રજુ થનારી વેબ સીરીઝ અને ફિલ્મોનું લિસ્ટ

# 4 જૂને એમેઝોન પ્રાઈમ ઉપર સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ સમૅન્થા , પ્રિયામણિ અને મનોજ બાજપાઈ અભિનીત ફિલ્મ ‘ફેમિલી મેન’ ની સીઝન 2 આવી રહી છે.

#4 જૂને નેટફ્લિક્સ ઉપર દેશી કોમિક્સ આધારિત સીરીઝ ‘સ્વીટ ટુથ’ આવી રહી છે, આ એડવેન્ચર થ્રિલર છે અને આ સીરીઝનું હિન્દી ડબિંગ કરવામાં આવ્યું છે એટલે તમે હિન્દી વર્ઝન જોઈ શકશો.

#4 જૂને એમેઝોન પ્રાઈમ ઉપર દીકરા અને બાપના સંબંધો આધારિત વેબ સીરીઝ ‘ડોમ’ આવી રહી છે,જેમાં ડ્રગ્સ એંગલ પણ શામેલ કરવામાં આવ્યો છે, આ સીરીઝ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં જોઈ શકાશે.

 #4 જૂને હોલીવુડ  મુવી Mortal kombat બુક માય શો ઉપર તમે જોઈ શકશો અને આ ફિલ્મ હિન્દી સહીત તમિલ અને તેલુગુમાં પણ ડબ થઇ રહી છે.

 # 4 જૂને હોલીવુડ મુવી The Conjuring: The Devil Made Me Do It – આ  અમેરિકન સુપર નેચરલ હોરર  ફિલ્મ સિનેમા ઘર સહીત HBO MAX ઉપર પણ રજૂ  થશે.

# 9 જૂને  ડિઝની પ્લસ હોટસ્ટાર ઉપર માર્વેલ સીરીઝ   ‘Loki ‘  રજૂ થવાની છે, તેના એપિસોડ તમે વીકલી દર બુધવારે  જોઈ શકશો. આ સીરીઝ હિન્દી, તમિલ અને તેલુગુમાં પણ ડબ કરવામાં આવી છે.

# 10 જૂને MX પ્લેયર ઉપર એક હિન્દી વેબ સીરીઝ ‘ઇન્દોરી ઇશ્ક’ આવી રહી છે, આ વેબ સીરીઝ ઠરકી નામે એક નોવેલ ઉપર આધારિત છે.

# 11 જૂને ઝી 5 ઉપર સુનિલ ગ્રોવર અને રણવીર શૌરી અભિનીત વેબ સીરીઝ ‘સનફ્લાવર’ આવી રહી છે, આ એક મર્ડર મિસ્ટ્રી પ્લોટ છે.

# 11 જૂને નેટફ્લિક્સ ઉપર Lupin Part 2 આવી અહીં છે , Lupin Part 1 ને અભૂતપૂર્વ સફળતા મળી હતી, હવે LUPIN પાર્ટ 2 ફ્રેન્ચ , ઇંગલિશમાં તો જોવા મળશે અને ભારતીય ઓડિયન્સ માટે હિન્દી ડબિંગ કરવામાં આવ્યું છે.

# 11 જૂને નેટફ્લિક્સ ઉપર ફિલ્મ ‘Skater Girl’ રિલીઝ થવાની છે, જેમાં ગ્રામીણ ભારતના બાળકો અને તેમના સપનાની વાત કરવામાં આવી છે.

 # 12 તારીખે ઝી 5 ઉપર તેલુગુ ફિલ્મ ‘રંગ દે’ રિલીઝ થવાની છે, આ ફિલ્મમાં સાઉથની સુપરસ્ટાર એક્ટ્રેસ કીર્તિ સુરેશ અને એક્ટર નીતિન રોમેન્સ કરતા જોવા મળશે.

# 18 જૂને ધનુષ અભિનીત તમિલ ફિલ્મ ‘જગ મેં થનધીરમ’ આવી રહી છે.

# 25 જૂને નેટફ્લિક્સ ઉપર  મનોજ બાજપાઈ , કે.કે મેનન , ગજરાજ રાવ , અલી ફઝલ, ચંદન રોય સન્યાલ, રાજેશ શર્મા, હર્ષવર્ધન કપૂર, શ્વેતા બાસુ પ્રસાદ, રાધિકા મદાન, રઘુબીર ચૌધરી, મનોજ પાહવા  અભિનીત સીરીઝ Ray (Season 1) N – Indian anthology thriller આવી રહ્યું છે, આમાં 4 એપિસોડ છે. આ સત્યજિત રેની શોર્ટ સ્ટોરીઝ આધારિત છે. શ્રીજિત મુખર્જી, વસન બાલા, ચૌબે ત્રણ ડિરેક્ટરે મળીને 4 એપિસોડને ડાયરેક્ટ કરી છે. અમદાવાદના ફિલ્મ રાઇટર નિરેન ભટ્ટ અને સિરાજ અહેમદ દ્વારા સ્ટોરી ડેવલપ કરવામાં આવી છે.

# જૂન મહિનામાં એમેઝોન પ્રાઈમ ઉપર વિદ્યા બાલન અભિનીત ફિલ્મ શેરની’ પણ રિલીઝ થવાની છે, આ ફિલ્મમાં વિદ્યા ફોરેસ્ટ ઓફિસરની ભૂમિકામાં છે અને ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન અમિત મહુસકર દ્વારા કરવામાં આવ્યું છે, સ્ટોરી અને સ્ક્રીન પ્લે આસ્થા ટીકુ દ્વારા લખવામાં આવ્યો છે. ફિલ્મને ટી સિરીઝના ભૂષણ કુમાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.

Most Popular

To Top