Entertainment

‘હંગામા 2’ ઓ.ટી.ટી પર

વર્ષ 2003માં પરેશ રાવલ અને અક્ષય ખન્નાની સુપરહિટ ફિલ્મ ‘હંગામા’ નું ફિલ્મ દિગ્દર્શન પ્રિયદર્શન દ્વારા કરવામાં આવ્યું હતું, હવે આ જ ફિલ્મનો પાર્ટ 2 વર્ષ 2021માં આવી રહ્યો છે જેનું દિગ્દર્શન પણ ફિલ્મ મેકર પ્રિયદર્શન જ કરી રહ્યા છે. જેમાં જાવેદ જાફરીનો દીકરો મીઝાન , પ્રણીતા સુભાષ, પરેશ રાવલ અને શિલ્પા શેટ્ટી કુન્દ્રા મુખ્ય ભૂમિકામાં છે , કોરોના મહામારી વચ્ચે પણ આ ફિલ્મનું શૂટિંગ થઇ ગયું હતું.  નિર્માતા રતન જૈનનું કહેવું છે કે કોવિડ – 19 ને કારણે ભારતમાં થિયેટર બંધ છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને જોતા અમે મનોરંજક કોમેડી ફિલ્મ ‘હંગામા 2’ ઓ.ટી.ટી પ્લેટફોર્મ ઉપર રજૂ કરી રહ્યા છે. રતન જૈનનું કહેવું છે કે અમે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સાથે વાત કરી રહ્યા છે , ત્યાર બાદ જલ્દી જ દર્શકો પોતાના ઘરમાં મોબાઈલ કે લેપટોપ કે કોમ્પ્યુટર, હોમ થિયેટર , પ્રોજેક્ટર ઉપર આ કોમેડી ફિલ્મને માણી શકશે. ફિલ્મ હંગામા 2 નું નિર્માણ રતન જૈન, ગણેશ જૈન, ચેતન જૈન અને અરમાન વેંચર્સ દ્વારા કરવામાં આવ્યું છે , આ ફિલ્મમાં પરેશ રાવલ , શિલ્પા શેટ્ટી સિવાય પ્રમુખ ભૂમિકાઓમાં મનોજ જોશી, રાજપાલ યાદવ, જોની લીવર અને ટીકુ તલસાણીયા પ્રમુખ ભૂમિકાઓમાં દેખાય રહ્યા છે.

Most Popular

To Top