સુરત : દિવાળીના સમયે સુરત પોલીસે (Surat police) ડ્રગ્સની ડ્રાઇવ (drugs drive) શરૂ કરીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આ કેસમાં...
સુરત: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (nagar prathmnik sikshan samiti)ના માધ્યમથી પ્રાથમિક શિક્ષણ અને સુમન શાળા (suman school)થકી માધ્યમિક શિક્ષણ બાદ સુરત મહાનગરપાલિકા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (pm modi)ની લોકપ્રિયતા (polarity) કોરોના યુગ (corona epidemic)માં પણ અકબંધ છે અને તેઓ વિશ્વના સૌથી સ્વીકૃત નેતા (most...
લાંબા સમયથી ચાલી રહેલું ખેડૂત આંદોલન ( farmer protest) હવે અપરાધોનું કેન્દ્ર બની રહ્યું છે .થોડા સમય પહેલા આ જ આંદોલનમાં જોડાવા...
ઘેજ: સરકારી હોસ્પિટલમાં માં-કાર્ડ ( maa card) કાઢવાની સરકારની જાહેરાતના લાંબા સમય બાદ પણ ચીખલીમાં માં-કાર્ડ કાઢવાની કામગીરી શરૂ નહીં થતા લોકોએ...
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નેશનલ હેલ્પલાઇન ( national helpline) 155260 અને રિપોર્ટિંગ પ્લેટફોર્મને ( reporting platform ) કાર્યરત કર્યા છે. સાયબર છેતરપિંડીથી (...
સ્વીસ બેન્કોમાં ( swiss bank) ભારતીય વ્યક્તિઓ અને કંપનીઓ દ્વારા મૂકવામાં આવેલા ભંડોળોના પ્રમાણમાં વધારો થયો છે જેમાં સ્વીસ બેન્કોની ભારત સ્થિત...
કોરોના ( corona) સંબંધિત દરરોજ નવા સંશોધન અને અધ્યયન કરવામાં આવી રહ્યા છે, જેથી કોરોનાના મૂળ વિશે વધુ અને વધુ માહિતી મળી...
આણંદ : ખંભાત સ્થિત ધુવારણ પાવર પ્લાન્ટમાં રૂ.5.55 કરોડના સ્પેર પાર્ટ્સ ગુમ થઇ જતાં ભારે હોહા મચી ગઈ છે. છેલ્લા છ...
આણંદ : આણંદ શહેરમાં નાસ્તાની લારી ચલાવી જીવન ગુજારતા યુવકે ગુરૂવારના રોજ પોતાના ઘરે પંખા સાથે ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવતા પરિવારમાં શોકનું...
હાલોલ: હાલોલ શહેરમાં ગુરૂવાર ના રોજ તેજ પવન સાથે ગણતરી ની મિનીટો માટે વરસેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં, અમુક સમય...
surat : છેલ્લા દોઢ વર્ષથી સુરત સહિત દેશભરમાં તમામ વેપાર ઉદ્યોગની હાલત કફોડી થઇ છે. દોઢ વર્ષમાં લગભગ છ મહિના સુધી વેપાર...
કાલોલ : કાલોલ નગરપાલિકા દ્વારા તળાવનું પાણી પોલીસ સ્ટેશન સામે આવેલી તલાવડી માં ખાલી કરવા બાબતનું કામકાજ ચાલી રહ્યું છે આ કામ...
surat : વિદેશથી ઓનલાઈન ( online) રફ હીરાની ખરીદી પર ભરવી પડતી 2 ટકા લેવીના ટેક્સને ( tex) દૂર કરવાનો મામલો આજે...
વડોદરા: લાંબો સમયની તપસ્યા બાદ મેઘો વરસ્યો હતો મોડી રાત્રે વરસાદે થાપ માર્યા બાદ બપોરે ભારે પવન સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા...
surat : સુરત સહિત દેશના મહાનગરોમાં કોરોનાનું ( corona) સંક્રમણ ઘટ્યા બાદ એરકનેક્ટિવીટી પૂર્વવત્ત થઈ રહી છે ત્યારે ખાનગી એરલાઈન્સ સ્પાઈસ જેટ...
વડોદરા: વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં માળી મોહલ્લો માં થોડા દિવસ અગાઉ દૂષિત પાણી પીવાના આ મામલે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને...
વડોદરા: ગુજરાત નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની ટીમે વડોદરા જીલ્લાના પાદરા તાલુકામાંથી મોટી માત્રામાં ડ્રગ્સ કંસાઈનમેન્ટ ઝડપી પાડ્યું છે.એનસીબી ને ડ્રગ્સની હેરાફેરી અંગે...
વડોદરા: પોલીસ દળમાં ચોરી,લૂંટફાટ, હત્યા,બિન વારસી વસ્તુઓની ઓળખ સહિત વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલવામાં ડોગ સ્કવોડની મહત્વની ભૂમિકા હોય છે. આ કામગીરી માટે...
સામાન્ય રીતે સમાજનાં દરેક ઘરમાં પુરુષ કમાવવા જાય અને સ્ત્રી ઘર સાચવે! આવું જ આપણે જોતાં આવ્યાં છીએ. પણ હવે જમાનો બદલાયો...
રમકડા બાળકોની પ્રિય વસ્તુ છે. રમકડા જોતાની સાથે જ બાળક તેમાં ખોવાઈ જાય છે. પરંતુ હાલ કોરોના મહામારીએ નાના બાળકોના હાથમાં મોબાઈલ...
કોરોના વાયરસની ( corona virus ) બીજી તરંગની ( second wave) અસર હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે, પરંતુ સંકટ હજી...
લોકડાઉનને કારણે આ વર્ષે છેલ્લા દોઢ વર્ષથી જીમ અને સ્પોર્ટ્સ એક્ટીવીટી પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. પરંતું યોગા એક એવી એક્ટીવીટી છે...
સંગીતનો આનંદ કોઈપણ સમયે લઈ શકાય છે. ઘર, ઓફિસ, મુસાફરી જેવી જગ્યાઓ પર સંગીત આપની ખૂબ નજીક હોય છે. સંગીત એ મનોરંજન...
ટ્વિટર અને સરકાર વચ્ચે ચાલી રહેલ ઝગડો વધી રહ્યો છે. દેશમાં ટ્વિટર વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. ગુરુવારે, કેન્દ્ર સરકારે આઇટી...
બાળકોને પુસ્તકીયા જ્ઞાન સાથે પ્રેક્ટીકલ નોલેજની પણ તેટલી જ જરૂર હોય છે. બાળકોમાં કલ્પના શક્તિનો વિકાસ થાય અને શાળાથી દૂર ભાગતા બાળકો...
સોનાક્ષી સિંહા નિવૃતિ જાહેર કરશે કે પરણી જશે? આમ જુઓ તો તેના માટે પરણી જવું પોતે જ નિવૃતિ જાહેર કરવા જેવું થઈ...
ઋત્વિક રોશન શું પોતાની કારકિર્દી બેદરકાર બની ગયો છે? શું તે દિશાહીનતાનો અનુભવ કરી રહ્યો છે? પોતે અમુક પ્રકારનો સ્ટાર છે એવું...
ક્રિતી સેનોન કે ક્રિતી સનોન? નામ જ્યારે જાહેર બની જાય ત્યારે તે જેનું હોય તે ખૂલાસા કરવાને લાયક રહેતા નથી. ક્રિતી એવા...
‘ફેમિલી મેન 2’ માં તેલુગુ ફિલ્મોની અને તમિલ ફિલ્મોની એક્ટ્રેસ સમંેથા અક્કીનીના અભિનયના ભરપૂર વખાણ થઇ રહ્યા છે. એકતરફ હિન્દી બેલ્ટના દર્શકો...
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
સુરત : દિવાળીના સમયે સુરત પોલીસે (Surat police) ડ્રગ્સની ડ્રાઇવ (drugs drive) શરૂ કરીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આ કેસમાં પોલીસને ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે (crime branch) મહારાષ્ટ્રથી મનોજ નામના આરોપીને પકડી પાડ્યો હતો. તેની પુછપરછમાં મનોજ તેમજ તેના સાગરિતોએ મળીને પોતાના ઘરે જ યુ-ટ્યુબમાંથી વીડિયો (you tube video) જોઇને ઘરમાં જ લેબોરેટરી બનાવી હતી. તેમાં કેમિકલના ઉપયોગથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ (drugs) બનાવ્યું ને વેચી પણ દીધું હતું. પોલીસે મનોજને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી મનોજના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો.

સુરત પોલીસે દિવાળીના તહેવાર સમયે ડ્રગ્સની ડ્રાઇવ શરૂ કરીને એક જ દિવસમાં 1.50 કરોડનું ડ્રગ્સ પકડ્યું હતું. આ પૈકી પોલીસે અડાજણમાં રહેતા મોહંમદ સલમાન ઉર્ફે અમન મોહંમદ હનીફ ઝવેરીને 1 કરોડના ડ્રગ્સ, પાંચ મોબાઇલ તેમજ આઇટ્વેન્ટી કાર સાથે પકડી પાડ્યો હતો. સલમાનની પુછપરછમાં તપાસનો રેલો છેક મુંબઇ સુધી પહોંચ્યો હતો. આ કેસમાં પોલીસે કુલ્લે 15 જેટલા આરોપીને પકડ્યા હતા. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્ર-મુંબઇના રાયગઢ પાસે જીરાડઅલીમાં જાન્હવી સોસાયટીમાં રહેતા મનોજ ઉર્ફે બાલા લક્ષ્મણ પાટીલને પકડી પાડ્યો હતો. મનોજને ડ્રગ્સ બનાવવા માટે વાપીમાં કેમિકલ ફેક્ટરીઓનો સંપર્ક કર્યો હતો. વાપીમાં ફોર, અમાઇન, બ્રોમીન અને એચઓએલ નામના કેમિકલ ખરીદ્યા હતા. આ પૈકી મનોજે ફોર નામનું કેમિકલ ખરીદવા માટે પ્રવિણ મ્હાત્રે તેમજ વીરામની મારફતે વાપી આવ્યો હતો અને વાપીમાં મનોજ ભગત નામના આરોપીને ત્રણ લાખ રૂપિયા આપીને ફોર નામનું કેમિકલ ખરીદ્યું હતું. ત્યારબાદ આ કેમિકલને મનોજ પાટીલ મહારાષ્ટ્રમાં પોતાના ઘરે લઈ જઈ ઘરમાં જ લેબોરેટરી શરૂ કરીને તેમાં ડ્રગ્સ બનાવતો હતો. આ ડ્રગ્સ તે સલમાન મારફતે સુરતમાં પહોંચાડતો હતો.

કેવી રીતે મેફેડ્રોન ડ્રગ્સ બનાવ્યું હતું…?
પકડાયેલા મનોજ પાટીલની પુછપરછમાં મનોજ પાટીલે સોશિયલ મીડિયા પર યુ-ટ્યુબ અને વીકિપીડિયાની સાઇટો ઉપરથી જુદા જુદા વીડિયો જોયા બાદ ઘરે જ લેબોરેટરી બનાવી હતી. ત્યારબાદ ડ્રગ્સ બનાવવા જરૂરી કેમિકલને વાપીની ફેક્ટરીમાંથી ખરીદીને પોતાના ઘરે જ ડ્રગ્સ તૈયાર કરી સૌપ્રથમ વીરામની ઉર્ફે અન્ના ઉર્ફે પાંડુરંગાનો સંપર્ક કરતો હતો. વીરામના પ્રવિણ મ્હાત્રે મારફતે સલમાન સુધી પહોંચતો અને સલમાન સુરતમાં વિવિધ જગ્યાએ ડ્રગ્સનો કારોબાર કરતો હતો. સલમાને આ માટે ડુમસના સુલતાનાબાદમાં એક ફ્લેટ પણ રાખ્યો હતો. આ ઉપરાંત ડ્રગ્સને વેચવા માટે અલગથી એક્ટીવા મોપેડ રાખીને ડ્રગ્સનો કારોબાર કરતો હતો.
ડ્રગ્સ બનાવવા માટે કાંચની હાંડી અને થર્મોમીટરનો ઉપયોગ કરતો
પોલીસના જણાવ્યા પ્રમાણે મનોજ ડ્રગ્સ બનાવવા માટે 10 લીટર તથા 2 લીટર કાંચની હાંડી, પ્લાસ્ટિકનું ટબ, સ્ટરર, કંડેનસર, કાંચના બેન્ડ, પ્લાસ્ટિકનું બેઝ, ટેમ્પ્રેચર (થર્મોમીટર) મુંબઇથી ખરીદ કર્યું હતું. આ તમામ સાધનો વડે તે ડ્રગ્સ બનાવતો હતો અને બજારમાં વેચતો હતો.
પોલીસે રજૂ કરેલા રિમાન્ડના મુદ્દાઓ
— કેમિકલ તેમજ લેબના સાધન સામગ્રી કબજે કરવાના હોય
— આરોપીના મોબાઇલ ફોન કબજે કરાયા છે, તેમાંથી મેસેજ તેમજ વીડિયો રેકોડીંગ ચેક કરીને સીડીઆર કબજે કરવાના છે.
— એકાઉન્ટ ચેક કરવાના છે, વધુ એક આરોપી રઘુરામ રામેશ્વર રાઠોડની સાથે સંપર્કમાં છે કે નહી..? તેમજ આરોપીઓના છુપા સ્થાનો વિશે માહિતી મેળવવાની છે