આખીય જીંદગી વેંતરા કરીને પણ તમે અને હું કમાઈ નહીં શકું તેટલી રકમ વિશ્વનો સૌથી જાણીતો ઉદ્યોગપતિ અને ઈલેક્ટ્રીક ટેસ્કા કારનું નિર્માણ...
પાદરા : પિયુષ પટેલ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા સુધીરકુમાર દેસાઈ, પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય ,નાઓએજિલ્લામાં જિલ્લામાં મિલકત વિરુદ્ધના તેમજ ઠગાઈ...
વડોદરા: કોવિડ પેન્ડેમિક દરમિયાન દર્દી વહેલો સાજો થાય તે માટે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના ખડેપગે સેવા આપનાર નર્સિંગ સ્ટાફની પડતર માંગણીઓ...
વડોદરા: દિવાળીની પૂર્વ સંધ્યાએ એમએસ યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલય, એસકેએસડી જૈના એકેડમી અને શ્રી અલકાપુરી જૈન સંઘના સયુક્ત ઉપક્રમે વડોદરના ઇતિહાસમાં પહેલીવાર તા.28થી...
રાજ્યના છેવાડાના ગામો, તાલુકા કેન્દ્રો, જિલ્લા કેન્દ્રો અને મહાનગરોમાં ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા કુલ ૭૧ લાખ ૭૫ હજાર થી વધુ લોકોને ઈમરજન્સી...
રાજ્યની ૬૮૮૦ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવેમ્બર- ૨૦૨૧થી માર્ચ-૨૦૨૨ સુધી ઈન્ટરનેટ સુવિધા માટે ગ્રાંટ ફાળવણીના આદેશો કરવામાં આવ્યા...
ગ્રે઼ પે વધારવાની માંગણી સાથે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વોરની પાછળ ભાજપની અંદરના જ જાણભેદુ કામ કરી રહ્યાં હોવાની માહિતી સચિવાલયમાંથી...
રાજયમાં પોલીસ કર્મચારીને ગ્રેડના મામલે કેટલાંક વિધ્ન સંતોષી તત્વો ઉશ્કેરી રહ્યાં છે ત્યારે પોલીસ કર્મીઓને ઉશ્કેરીને ગેરમાર્ગે દોરી રહેલા તત્વોની સામે પગલા...
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જર્મન એમ્બેસેડર વોલ્ટર-લિંડનેર અને મુંબઇમાં જર્મનીના કોન્સ્યુલ જનરલ જુર્ગેન મોરહર્દે વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી.જર્મન એમ્બેસેડરએ...
સુરત: (Surat) દેશનાં જે રાજ્યોમાં ચૂંટણી થવાની હોય તે રાજ્યોમાં વિમાન સેવા શરૂ કરવા માટે સ્પાઇસ જેટ (Spice Jet) એરલાઇન્સનો ઉપયોગ વધી...
સુરત: (Surat) કોવિડ મહામારીને નિયંત્રિત કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય ક્ષેત્રે સતત આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં શહેરમાં આરોગ્ય...
સુરત: (Surat) ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સીટી (Smart City) મીશન અંતગર્ત દેશમાં 100 જેટલા શહેરોને સ્માર્ટ...
ખેરગામ: (Khergam) નવસારી અને વલસાડ જિલ્લામાં (Navsari Valsad District) ભૂકંપના આંચકા આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ફરી નવસારી જિલ્લાના...
રવિવારે તા. 24 ઓક્ટોબરના રોજ T-20 વર્લ્ડકપ 2021 ના પાકિસ્તાન સામેની મેચમાં ભારત શરમજનક રીતે હારી ગયું હતું. હવે ટુર્નામેન્ટમાં ટકી રહેવા...
ગ્રેડ પેની (Grad Pay) માંગણી સાથે રાજ્યમાં પોલીસ દાદાઓ (Police) આંદોલન (Protest) કરી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકારે (Gujarat Government) પોતાનું સ્ટેન્ડ...
બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આ વર્ષે ઘરે દિવાળી મનાવશે કે પછી જેલની અંધારી કોટડીમાં જ તેની દિવાળી વીતશે તેનો...
સુરત : શોખીન સુરતીઓ (Surat) માટે એક ખરાબ સમાચાર છે. દિવાળીમાં (Diwali) લાલ પાણી મેળવવું મુશ્કેલ બનશે. કારણ કે સુરત શહેર પોલીસે...
નવસારી: (Navsari) ગત ૨૦૨૦માં થયેલી હોમગાર્ડની ભરતીમાં નવસારી જિલ્લા હોમગાર્ડ (Homeguard) કચેરીની ભૂલોને કારણે ૨૦૨૧માં ભરતી રદ થતાં અગાઉની ભરતીમાં (Recruitment) પસંદગી...
સુરત: (Surat) સુરત શહેરમાં જમીન મિલકત ક્ષેત્રે ખેડૂતો તેમજ મિલકતદારોને (Property Owners) રક્ષણ આપવા માટેના લેન્ડ ગ્રેબિંગ (Land grabbing) એકટનો પરપોટો ફૂટી...
દેલાડ, સુરત: (Surat) સુમુલ ડેરી કરતા પણ જુની ચોર્યાસી ડેરીની (Choryasi Dairy) વ્યવસ્થાપક કમિટિની 16 બેઠક પૈકી 13 બેઠકો બિનહરીફ થઇ છે....
બારડોલી: (Bardoli) બારડોલી ખાતે આવેલી સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના (BJP) મધ્યસ્થ કાર્યાલયમાં આદિવાસી યુવતીની (Tribal Girl) છેડતી પ્રકરણમાં બારડોલી તાલુકા ભાજપ...
ઉમરગામ: (Umargam) પતિના ત્રાસથી કંટાળીને પત્ની (Wife) પિયર જતી રહી હતી, જેને પરત ઘરે આવવા પતિ (Husband) દબાણ કરતો હતો, પરંતુ પત્નીએ...
સુરત: (Surat) શહેરમાં એક તરફ પોલીસ બ્લેક ફિલ્મવાળી (Black Film) ગાડીમાંથી (Vehicle) ફિલ્મ કઢાવીને અભિયાન ચલાવી રહી છે. પરંતુ ખુદ પોલીસના સંખ્યાબંધ...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા (Corporation) કદાચ ગુજરાતની એવી મનપા છે. જેણે વિકાસ કામો માટે સૌથી વધુ ડિમોલિશનો (Demolition) કર્યાં છે. વિકાસના...
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મંગળવારે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરેલી જામીન અરજીનો વિરોધ કર્યો હતો. (NCB)એ આરોપ લગાવ્યો...
સુરત: ભારતમાં (India) બેલ્જિયમના (Belgium) રાજદૂત ફ્રાંકોઇસ ડેલહાયેના નેતૃત્વમાં ઉદ્યોગકારોના એક પ્રતિનિધિ મંડળે સુરતમાં GJEPCના ગુજરાત રિજિયનના કાર્યાલયની મુલાકાત લઇ બે દેશોને...
આંદોલનકારીઓને ખસેડવાની જવાબદારી સામાન્ય રીતે પોલીસ નિભાવતી હોય છે. ખાખી વર્દીધારીઓ ક્યારેય માંગણી માટે હડતાળ, ધરણાં કે વિરોધ પ્રદર્શન કરે તેવા દ્રશ્યો...
ટી-20 વર્લ્ડ કપમાં (T-20 World Cup)) પાકિસ્તાન (Pakistan) સામેની ઐતિહાસિક હાર બાદ હવે ટીમ ઈન્ડિયાએ (India) ટુર્નામેન્ટમાં પોતાની બાકીની ચાર મેચ જીતવી...
સુરત: મુંબઇમાં ભારત ડાયમંડ બુર્સની (BDB) મુલાકાતે આવેલા રશિયાની (Russia) ડાયમંડ માઇનિંગ કંપની અલરોઝાના (Alroza) ડેપ્યુટી સીઇઓ એવગેની એગુરેવ ગ્રાહક બાબતોના પ્રમુખ...
બારડોલી-નવસારી મુખ્ય ધોરી માર્ગ પર પારડીવાઘા નોગામાથી 2 કિમી અંદર વસેલું બારડોલીનું તરભોણ ગામ સરકારી યોજનાઓ અને NRI તેમજ ગ્રામજનોની મદદથી વિકાસની...
પાકિસ્તાને પણ ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં કૂદવું પડશે? ગયા વર્ષે સાઉદી અરેબિયા સાથે કરેલો કરાર ગાળામાં બરાબર ફસાયો છે!
અમેરિકાએ શ્રીલંકા નજીક ડુબાડેલું ઈરાની જહાજ ભારતથી પરત ફરી રહ્યું હતું! ટોર્પિડો હુમલામાં 80 ખલાસીઓના મોત, અમેરિકાએ જાહેર કર્યો વીડિયો
સુરત સહિત 4 જિલ્લાઓમાં ગોઝારો ઘટનાક્રમ : ધૂળેટી નિમિત્તે નહાવા પડેલા 11 લોકોએ ડૂબવાથી જીવ ગુમાવ્યો
શ્રીલંકા નજીક ઈરાની જહાજ પર સબમરીન હુમલો: અનેક લોકોના મૃતદેહ મળી આવ્યા, ડઝનબંધ ગુમ!
ફિનલેન્ડના રાષ્ટ્રપતિ સ્ટબ ભારત મુલાકાતે: વેપાર અને ટેકનોલોજી સહકાર પર ભાર
ઈરાનના હુમલાઓ બાદ ગલ્ફમાં ઉકળાટ: શું યુએઈ વળતા પગલાં લેશે?
ડ્રોન હુમલા બાદ અબુ ધાબી-દુબઈમાં યુએસ દૂતાવાસ બંધ, યુએઈએ 1,000થી વધુ હુમલાનો દાવો કર્યો
ગુજરાતના પ્રવાસન-યાત્રાધામોમાં 28.68 કરોડનું રોકાણ: હર્ષ સંઘવીએ મંજૂર કર્યા કરોડોના પ્રકલ્પો, પ્રવાસન ક્ષેત્રને મળશે બૂસ્ટ
ઈરાન મુદ્દે ટ્રમ્પનો બ્રિટિશ PM પર તીખો કટાક્ષ: સ્પેન સાથે વેપાર તોડવાની ધમકી
મિડલ ઇસ્ટ સંકટ: ભારતે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કર્યો, હેલ્પલાઇન નંબર જાહેર
ડેપ્યુટી CM હર્ષ સંઘવી એ વૃદ્ધાશ્રમમાં ધૂળેટી ઉજવી,કહ્યું “વડીલોનો હું દીકરો છું”
IND vs ENG પહેલાં મોટું સૂચન:
બસ્તીમાં ભયાનક કાંડ: POCSO કેસના આરોપીએ સૂતી પીડિત સગીરા પર ગોળીબાર કર્યો
Israelની ચેતવણી: Iranનો જે કોઈ નવો સુપ્રીમ લીડર બનશે તેને પણ નિશાન બનાવાશે
US-Iran તણાવ વચ્ચે 3 દિવસ અબુધાબીમાં અટવાઈ મલયાલમ અભિનેત્રી સ્વાસિકા, સુરક્ષિત ભારત પરત
મેરઠ મર્ડર મિસ્ટ્રી:એસિડથી સળગાવેલો ચહેરો,‘અર્ચિતા’ નહીં પંરતુ મુહબ્બત ને મળ્યો ન્યાય
ઈરાનમાં સત્તાનો મોટો ફેરફાર: મોજતબા ખામેનેઈ બન્યા નવા સુપ્રીમ લીડર
14,300 ફૂટની ઊંચાઈએ રંગોની ઉજવણી:
ઈરાનમાં સ્કૂલ પર હુમલા બાદ વિદ્યાર્થી-સ્ટાફના અંતિમ સંસ્કાર
દુબઈમાં અમેરિકન દૂતાવાસ પર હુમલો:
ચંદ્રગ્રહણને કારણે ભારતીય ટીમે પ્રેક્ટિસ સેશનમાં ફેરફાર કર્યો!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: દવાથી લઈને ઇલેક્ટ્રોનિક્સ સુધી જાણો ભારતમાં શું મોંઘુ થશે?
Share Market Updates: પ્રી-ઓપનિંગ દરમિયાન બજાર ધડામ, સેન્સેક્સ 1700 અને નિફ્ટી 500 પોઈન્ટ ઘટ્યો
દેશભરમાં આનંદ અને ઉત્સાહ સાથે રંગોના તહેવાર હોળીની ઉજવણી
ભારત પાસે માત્ર 25 દિવસનું તેલ બાકી: ઇઝરાયલ-ઇરાન યુદ્ધ વચ્ચે આયાત માર્ગ બંધ
ભારતની સાચી તાકાત તેની વિવિધતામાં: પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ
બાર કાઉન્સિલની મજાક? 50 જણાના સ્ટાફનો નાસ્તો પણ ન આવે એટલા નજીવા ખર્ચમાં ચૂંટણી યોજવા આદેશ!
ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો પ્રભાવ: 2100+ ભારતીયો 7 ફ્લાઇટ્સથી પરત, કાશ્મીરમાં કાલે પણ પ્રતિબંધ યથાવત
તુમ્બાડ 2’ માં નવાઝુદ્દીન સિદ્દીકીની થશે ધમાકેદાર એન્ટ્રી, સોહમ શાહ સાથે ફરી જીવંત થશે ‘હસ્તર’ ની રહસ્યમય દુનિયા
યુદ્ધ વચ્ચે આત્મવિશ્વાસનો સંદેશ: UAEના રાષ્ટ્રપતિ અને ક્રાઉન પ્રિન્સ દુબઈ મોલમાં જનતા વચ્ચે દેખાયા
આખીય જીંદગી વેંતરા કરીને પણ તમે અને હું કમાઈ નહીં શકું તેટલી રકમ વિશ્વનો સૌથી જાણીતો ઉદ્યોગપતિ અને ઈલેક્ટ્રીક ટેસ્કા કારનું નિર્માણ કરનાર એલન મસ્ક સાથે મંગળવારે અનોખી ઘટના બની. એલન મસ્કની કંપનીને એક જ ક્લાયન્ટ દ્વારા 1 લાખ કારનો ઓર્ડર મળતા મસ્કની કંપનીના શેર્સમાં ધરખમ ઉછાળો થયો અને મસ્ક મિનિટોમાં માલામાલ થઈ ગયો હતો.
ટેસ્લા (Tesla) કંપનીના માલિક એલન મસ્કની (Elon Musk) સંપત્તિ એક જ દિવસમાં ૩૬.૨ અબજ ડોલર (રૂ. 2.71 લાખ કરોડ) થી વધી ગઇ છે અને તે સાથે વિશ્વના આ સૌથી ધનવાન શખ્સે એક જ દિવસમાં સંપત્તિમાં વધારાની બાબતમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. બ્લૂમબર્ગ ઇન્ડેક્સના (Blumerg Index) ઇતિહાસમાં કોઇ ધનવાનની મિલકતોમાં એક દિવસનો આ સૌથી મોટો ઉછાળો છે.
મસ્કની મિલકતમાં આટલો મોટો ઉછાળો એક દિવસમાં નોંધાઇ ગયો તેનું કારણ એ છે કે તેમની ઇલેકટ્રિક કાર (Electric car) કંપની ટેસ્લાને એક જ ગ્રાહક તરફથી એક લાખ ગાડીઓ માટેનો ઓર્ડર મળ્યો છે. હર્ટ્ઝ ગ્લોબલ હોલ્ડિંગ્સ તરફથી ટેસ્લાને એક લાખ કાર માટેનો ઓર્ડર મળ્યો છે. હર્ટ્જ તરફથી આ ઓર્ડર મળ્યા બાદ ટેસ્લાના શેરોમાં ૧૩ ટકાનો ઉછાળો આવી ગયો હતો અને આ સાથે આ કંપનીની માર્કેટ વેલ્યુ એક લાખ કરોડ ડોલરને વટાવી ગઇ હતી.

અત્યારે મસ્કની ચોખ્ખી મિલકતો ૨૮૯ અજબ ડોલર છે. મસ્કની આ નેટવર્થમાં એક તૃતિયાંશ ભાગ ટેસ્લામાં તેમના શેર હોલ્ડિંગ્સ અને ઓપ્શન્સનો છે. જો કે મસ્કની મિલકતો આમ પણ છેલ્લા કેટલાક સમયથી નોંધપાત્ર વધી રહી હતી. તેઓ થોડ સમય પહેલા જ જેફ બેઝોસને બાજુએ મૂકીને વિશ્વના સૌથી ધનવાન શખ્સ તરીકે જાહેર થયા હતા.
એલન મસ્કના આ રેકર્ડ પહેલા એક જ દિવસમાં મિલકતમાં સૌથી મોટા ઉછાળાનો રેકર્ડ ચીની અબજપતિ ઝોંગ શાનશાનના નામે હતો. ગયા વર્ષે તેમની નેટવર્થ એક જ દિવસમાં ૩૨ અબજ ડોલર વધી ગઇ હતી. તેમની બોટલ્ડ વોટર કંપની નોંગફુ સ્પ્રિંગનું લિસ્ટિંગ શેરબજાર પર થયું ત્યારે આ ઘટના બની હતી.
નોંધનીય છે કે, એલન મસ્કને સંપત્તિનો કોઈ મોહ નથી. અગાઉ પણ તે પોતાના તમામ શેર્સ કંપનીના નામે કરી ચૂક્યો છે. એક બેડરૂમ-કીચનના ફ્લેટમાં તે રહેવાનું પસંદ કરે છે. ઓલિયા સ્વભાવનો એલન મસ્ક નવી નવી શોધ માટે જાણીતો છે.