Vadodara

ઇતિહાસમાં પહેલીવાર શહેરમાં જૈનાચાર્યનું સંસ્કૃતમાં પ્રવચન

વડોદરા: દિવાળીની પૂર્વ સંધ્યાએ એમએસ યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલય, એસકેએસડી જૈના એકેડમી અને શ્રી અલકાપુરી જૈન સંઘના સયુક્ત ઉપક્રમે વડોદરના ઇતિહાસમાં પહેલીવાર તા.28થી 30 ત્રણ દિવસ ન્યાયાચાર્ય ન્યાય વિસારદ મહોપાધ્યાય યશો વિજયજી લિખિત ગ્રંથમાંથી વાદમાલા નામના ગ્રંંથ પર સંપૂર્ણ સંસ્ૃતમાં વાક્યાર્થ ગોષ્ટીનું આયોજન જૈનાચાર્ય શ્રેયાંસપ્રભુસુરી મહારાજની નિશ્રામાં અલકાપુરીમાં જૈન સંઘ, ગાય સર્કલ ખાતે યોજાશે. જૈન અગ્રણી અને યુનિ.ના પૂર્વ સેનેટ મેમ્બર દિપક શાહે જણાવ્યું હતું કે આ વાક્યાર્થ ગોષ્ઠીમાં ભારતભરમાંથી કાશી, શૃંગેરી બેંગ્લોર, ચેન્નાઇ પાટણ સોમનાથ આદી સ્થળોથી ધૂરંધર વિદવાનો વડોદરા પધારશે.

વડોદરા અલકાપુરી જૈન સંઘમાં બિરાજમાન પંન્યાસ સમ્યગદર્શન વિજયજી અને મુનિરાજ કિતેન્દ્ર વિજયજી મહારાજે જણાવ્યું હતું કે પહેલા પણ રાણી બેન્નુર(કર્ણાટક) ખાતે પાંચ દિવસીય સંગોષ્ઠી યોજવામાં આવી હતી અને ત્યારબાદ બેંગ્લોરમાં પૂર્ણ પ્રદી વિદ્યાપીઠ દ્વારા સંપૂર્ણ સંસ્કૃતમાં રાષ્ટ્રીય સંગોષ્ઠી થઇહતી. વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ આર્ટસ ફેકલ્ટીના િડપાર્ટમેન્ટ ઓફ સંસ્કૃત પાણી અ્ને પ્રાકૃતિના હેડ ડો.વાદમાલા ગ્રંથના છ (6)વાદમાં વસ્તુલાક્ષણવાદ સામાન્યવાદ વિષયવાદ ઇન્દ્રીય વાદ શક્તિવાદ અને બૌદ્ધ જૈને અદૃષ્ટ વાદ (જૈનો જેને કર્મવાદ) પર ત્રણ દિવસ સવારથી સાંજ સુધી જુદાજુદા સત્રો યોજાશે. ત્રિવિસીય સંસ્કૃત વાક્યાર્થ સંગોષ્ઠીમાં વડોદરામાંથી સંસ્કૃતના જાણકારો અને પંડિતોને પણ આમંત્રણ અપાયું છે તેમ અલકાપુરી જૈન સંઘના િહંમતભાઇ શાહ અને જયેન્દ્રભાઇ શાહે જણાવ્યું હતું.

Most Popular

To Top