National

પાકિસ્તાન સામે હાર બાદ હવે ભારતે બાકીની ચારેય મેચ જીતવી જરૂરી, નહીં તો થશે આવું..

ટી-20 વર્લ્ડ કપમાં (T-20 World Cup)) પાકિસ્તાન (Pakistan) સામેની ઐતિહાસિક હાર બાદ હવે ટીમ ઈન્ડિયાએ (India) ટુર્નામેન્ટમાં પોતાની બાકીની ચાર મેચ જીતવી પડશે. નહીંતર સેમીફાઈનલમાં પહોંચવા પર ઈંગ્લેન્ડનો (England) સામનો કરવો પડી શકે છે. જેને હાલમાં ટી-20 ક્રિકેટમાં હરાવવું ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે.

ભારતીય (India) ટીમના ગ્રુપમાં પાકિસ્તાન ઉપરાંત ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, નામીબીયા અને સ્કોટલેન્ડની ટીમો છે. તે અનુસાર, ટીમ ઇન્ડિયા, ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન બે સહયોગી દેશો નામીબિયા અને સ્કોટલેન્ડ સામે આસાનીથી જીતી જશે. એટલે કે, ત્રણેય ટીમોના 2-2 પોઇન્ટ નક્કી છે. જો ધારી લઈએ કે, અફઘાનિસ્તાન સામે પણ ત્રણેય ટીમો પોતપોતાની મેચો જીતી જશે તો પાકિસ્તાન 8 પોઈન્ટ સાથે ગ્રુપમાં ટોપ પર રહેશે.

જ્યારે, ભારતે સેમિફાઈનલમાં પહોંચવા માટે પોતાના 8 પોઈન્ટ બનાવવા માટે ન્યુઝીલેન્ડને હરાવવું પડશે. જેથી એવી પણ આશા રાખવી પડશે કે, પાકિસ્તાન પણ ન્યુઝીલેન્ડ સામે જીત મેળવે. આ સ્થિતિમાં ભારતીય ટીમ બીજા નંબરે રહીને સેમીફાઇનલની ટિકિટ મેળવશે.
જો ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાનને હરાવવામાં સફળ રહે તો ગ્રુપની ત્રણેય ટીમોના 8-8 પોઇન્ટ હશે. આ સંજોગોમાં સેમીફાઈનલની ટિકિટ રન એવરેજના આધારે નક્કી થશે.

જો ભારત પોતાના ગ્રુપમાં બીજા ક્રમે આવે તો સેમીફાઇનલમાં તેનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. જે ફાઈનલના માર્ગમાં તેના માટે મુશ્કેલ પડકાર ઉભો થઈ શકે છે. જ્યારે બીજી તરફ, જો તેને સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અથવા દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો કરવો પડશે તો તેની જીતવાની શક્યતા થોડી વધી જશે.

નોંધનીય છે કે રવિવારે હાઈવોલ્ટેજ મેચમાં પાકિસ્તાનની એકતરફી જીત થઈ હતી. ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાની ખેલાડીઓએ તમામ મોરચે પરાસ્ત કર્યા હતા. ભારત પાસે વર્લ્ડક્લાસ 5 બોલર હોવા છતાં એકેય બોલર પાકિસ્તાનની એક પણ વિકેટ ખેરવી શક્યો નહોતો અને પાકિસ્તાને 10 વિકેટથી ખૂબ જ સરળતાપૂર્વક મેચ જીતી લીધી હતી.

Most Popular

To Top