SURAT

બ્લેક ફિલ્મ કાઢવાનું સુરત પોલીસની કામગીરી નર્યું નાટક, 40 ટકા કાર પોલીસની જ છે

સુરત: (Surat) શહેરમાં એક તરફ પોલીસ બ્લેક ફિલ્મવાળી (Black Film) ગાડીમાંથી (Vehicle) ફિલ્મ કઢાવીને અભિયાન ચલાવી રહી છે. પરંતુ ખુદ પોલીસના સંખ્યાબંધ કર્મચારીઓ પાસે બ્લેકફિલ્મવાળી ગાડી (Car) હોવાનું ચર્ચાઇ રહ્યું છે. શહેરના ક્રાઇમ બ્રાન્ચથી માંડીને તમામ પોલીસ મથકોમાં (Police Station) પીએસઆઇ અને એએસઆઇ તેમજ ડિ’સ્ટાફમાં કામ કરતા કોન્સ્ટેબલો પૈકીની કોઇ એક કાર તો નજરે પડે છે. હદ તો ત્યારે થાય છે કે, સલાબતપુરા પોલીસ લાઇનમાં એક સાથે ત્રણ ગાર્ડ પાર્ક થઇ હતી અને આ ત્રણેય ગાડીના કાચ બ્લેક હતા. એક ગાડીમાં નંબર પ્લેટ પણ ન હતી.

  • મોટાભાગના પોલીસ સ્ટેશનના કેશિયરો બ્લેક ફિલ્મવાળી કાર રાખે છે
  • ખુદ પો.કમિ. કચેરીમાં પણ આવી કાર પાર્ક થયેલી જોવા મળે છે
  • પોલીસ લાઈન્સમાં પણ બ્લેક ફિલ્મ ધરાવતી સંખ્યાબંધ કાર પાર્ક થયેલી હોય છે

બ્લેક ફિલ્મના કાર ચાલકો પાસેથી દંડ વસૂલતી પોલીસ વિભાગના જ ઘણા પોલીસ જવાનો બ્લેક ફિલ્મની ગાડી લઈને ફરે છે. જાણે પોલીસ માટે કાયદો અલગ હોય તે રીતે શહેરમાં પોલીસની ગાડીઓ બ્લેક ફિલ્મ લાગેલી જોવા મળી રહી છે. ગુજરાત મિત્રની ટીમે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનની બહાર જઈને જોયુ તો પોલીસની ઘણી ગાડીઓ બ્લેક કાચ સાથે જોવા મળી હતી. દરેકો પોલીસ સ્ટેશનની બહાર જે ગાડીઓ હશે તેમાં ચોકકસજ બ્લેક ફિલ્મ જોવા મળશે. સર્વેલન્સ સ્ટાફ કે પછી કેશિયરો બ્લેક ફિલ્મ સાથે જોવા મળતા હોય છે.

  • અઠવા પોલીસ સ્ટેશન
    અઠવા પોલીસ મથકની બહાર 100 ટકા કાળી ફિલ્મ સાથેની કાર જોવા મળી હતી.
  • ઉમરા પોલીસ સ્ટેશન
    ઉમરા પોલીસ મથકની બહાર પોલીસનું પાટીયું મુકેલી બ્લેક ફિલ્મવાળી કાર જોવા મળી હતી.
  • ખટોદરા પોલીસ સ્ટેશન:
    ખટોદરા પોલીસ મથકની બહાર પણ આવી જ રીતે બ્લેક ફિલ્મ વાળી કાર જોવા મળી હતી.
  • ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ
    ચોકબજાર ચાર રસ્તા પાસે આવેલા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકની બહાર મોટાભાગે બ્લેક ફિલ્મ ધરાવતી ફોરવ્હીલરો જોવા મળે છે. પોલીસ મથકની બાજુમાં આવેલી પેટ્રોલપંપની સામેની જગ્યા પણ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને કર્મચારીઓએ કબજે કરી લીધી છે. અહીં પણ બ્લેકફિલ્મવાળી ફોરવ્હીલરો નજરે પડી હતી
  • ચોકબજાર પોલીસ સ્ટેશન
    સૈયદપુરાની સામે આવેલા ચોકબજાર પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં પીસીઆર વાનની બાજુમાં જ એક નવી નક્કોર ક્રેટા કાર જોવા મળી હતી. આ ગાડી કોઇ પોલીસવાળાએ જ નવરાત્રીના સમયે ખરીદ કરી હોવાની ચર્ચા છે. આ ગાડીની નંબરપ્લેટ પણ નથી આવી ત્યાં ગાડીમાં બ્લેકફિલ્મ જોવા મળી હતી.
  • સલાબતપુરા પોલીસ સ્ટેશન અને પોલીસ લાઇન
    સલાબતપુરા પોલીસ સ્ટેશનની બહાર સિલ્વર કલરની સ્વીફ્ટ ગાડી જોવા મળી હતી. આ ગાડીમાં બ્લેક ફિલ્મહતા. પોલીસ સ્ટેશનની પાછળ જ આવેલી પોલીસ લાઇનમાં એક સાથે ત્રણ કાર હતી. એક મારૂતી સુઝીકી બ્રેઝા, એક હ્યુન્ડાઇ આઇ-ટ્વેન્ટી અને ત્રીજી એક કાર હતી. જેમાંથી આઇ ટ્વેન્ટી ગાડીમાં નંબર પ્લેટ ન હતી. ત્રણેય ગાડીમાં બ્લેક ફિલ્મ હતી.
  • કાપોદ્રા પોલીસ મથક
    કાપોદ્રા પોલીસ મથકની બહાર બ્લેક ફિલ્મ અને બ્લેક કલરની એક કાર પાર્ક થઇ હતી, તેની બાજુમાં એક સિલ્વર કલરની ફોરવ્હીલર હતી. આ બંને ગાડીમાં બ્લેક ફિલ્મ હતી.
  • અમરોલી પોલીસ સ્ટેશન
    અમરોલી પોલીસ સ્ટેશનની બહાર એક સ્વિફ્ટ ગાડી પાર્ક કરેલી હતી. આ ગાડીમાં પણ બ્લેક ફિલ્મ જોવા મળી હતી.
  • કતારગામ પોલીસ સ્ટેશન
    કતારગામ પોલીસ સ્ટેશનની બહાર એક સ્વીફ્ટ ગાડી પાર્ક કરેલી હતી. આ ગાડીમાં પણ બ્લેક ફિલ્મ જોવા મળી હતી.

શું કહે છે પોલીસ કમિશનર અજય તોમર
પોલીસ કમિશનર અજય તોમરે આ મામલે પોલીસની સામે સખ્ત કાર્યવાહી કરવાની વાત કરી છે. આ ઉપરાંત તમામ ફિલ્મ કાઢવા માટે આદેશ આપવામાં આવશે તે વાત જણાવી હતી.

Most Popular

To Top