વડોદરા : દેશમાં સ્વચ્છ સરક્ષણ 2021 અંતર્ગત એસેસમેન્ટ માટે અલગ-અલગ પેરામીટર નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં વડોદરાનો 2020માં 10 નંબર હતો અને 2021માં 8 નંબર આવ્યો છે જેમાં ગાર્બેજ પરિસ્થિતિ માટે 3 સ્ટાર રેકિંગ મળ્યા છે. સ્વચ્છતામાં તો હજુ પણ વડોદરા શહેરમાં ઠેરઠેર ગંદકી જોવા મળે છે. જાહેર રસ્તા પર સરકારી કચેરીઓની પાછળ અને સૌથી મોટી વાત તો પાલિકાની જા વડી કચેરી આવેલી છે તેની પાછળ પણ ગંદકીનું સામ્રાજ્ય છે. મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે અાગામી સમયમાં પાલિકા મારી બીટ સ્વચ્છ બીટ ઓપન સ્પોર્ટ નાબૂદી અને ૯૫ જેટલા મોટા સપોર્ટ નાબૂદ કરવામાં આવ્યા હતા.
આગામી સમયમાં રેન્કિંગમાં સુધારો આવે તેવા પ્રયત્નો પાલિકા દ્વારા કારવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર સાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે વડોદરા શહેર ODF++ મેળવવામાં આવેલ છે. જેમાં સૌચાલય તથા એસટી પ્લાન્ટ નો સર્વે કરવામાં આવેલ, અટલાદરા ખાતેનો લીગસી વેસ્ટનો સંપૂણ પણે પ્રોસેસ કરીને નિકાલ કરવામાં આવેલ જેનો પણ સદર એસેસમેન્ટ મુખ્ય પેરામીટર હોય વડોદરા શહેર અને અન્ય શહેરની સરખામણીમાં અગ્ર રહે છે. શહેરના પ્રબુદ્ધ નાગરિકોના સાથ સહકાર તથા પાલિકાના પ્રયત્નોથી કુલ ૬૦૦૦ માર્ક્સ માંથી 4747.96 માર્ક મેળવીને 8 મુ સ્થાન મેળવેલ છે.


દેશમાં સ્વચ્છ સરક્ષણ 2021માં વડોદરાનો 8મો ક્રમાંક આવ્યો છે જો વડોદરાને 1 થી 3માં ક્રમાંક લેવો હોય તો વોર્ડમાં સફાઈ કામદારો 9 વાગે ગાયબ થઈ જાય છે જે કામગીરી કરે એની તેની પર મોનીટરીંગ કરવામાં આવે તો વડોદરા પહેલા નંબરે આવી શકે છે. શહેરના સંતકબીર રોડ બરાનપુરા વિસ્તારમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. હજી પણ વોર્ડ ઓફિસ ની પાછળ, ખંડેરાવ માર્કેટ ની પાછળ અને જાહેર રસ્તાઓ પર ઠેરઠેર ગંદકી તો જોવા મળે જ છે.
સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે પહેલી વસ્તુ જોઈએ શહેરમાં પારાવાર ગંદકી છે. સ્વચ્છતા સર્વેક્ષણ માં નાગરિકો પાસે સૂચના કે માહિતી લીધી નથી.જાહેર રસ્તા પર હજુ પણ કચરો છે. હાલની સ્થિતિમાં વડોદરાનો 8મો નંબર નહીં પરંતુ ૫૦મો નંબર આપવો જોઈએ હાલના શાસકોએ ઇન્દોર અને સુરતમાં જઈને સફાઈ કેવી રીતે કરવામાં આવે છે તે જોવી જોઈએ વડોદરામાં નાઈટ સફાઈ બંધ થઈ ગઈ છે. વાડી વિસ્તારના સ્થાનિક પંકજ દરવે જણાવ્યું હતું કે સ્વચ્છતા સર્વેક્ષણ માટે નંબર આપવામાં આવ્યો છે તે નંબરમાં ફિકસિગ કરવામાં આવ્યું છે. શહેરમાં ગંદકી છે.ઓલ ઓવર પરિસ્થિતિ જોવા જઈએ તો શહેરમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય છે. કે મોસાળ માં મા પરિસનારી હોય તો નંબર આવે. ધારાશાસ્ત્રી ભાવિન વ્યાસે જણાવ્યું હતું કે વડોદરા શહેરનો સ્વચ્છતા સરક્ષણમાં 8 મો નંબર આવ્યો એ સારી વાત છે. હજુ પણ 50 જાહેર સ્પોર્ટ એવા છે જ્યાં 24 કલાક સુધી કચરો પડી રહે છે પરંતુ કોઈ ઉઠાવવા માટે આવતું નથી.
હજુપણ શહેરના કેટલાય વિસ્તારોમાં જાહેર માર્ગો તેમજ બ્રિજ નીચે કચરાના ઢગ પાલિકાના સ્વચ્છતા અભિયાનની ચાડી ખાય છે .


વડોદરા શહેર સ્માર્ટ સિટી અને સુંદર બનાવવાની વાતો થાય છે તેના કારણે શહેરને સ્વચ્છતા બાબતે આઠમો ક્રમાંક (નંબર) મળ્યો છે. તેનુ કારણ હજુ વડોદરા સ્વચ્છતા રાખવાનુ ધ્યાન કેન્દ્રિત કર્યુ હોત તો વધુ સારો નંબર આવી જાત. પ્રસ્તુત તસવીરમાં ખંડેરાવ માર્કેટ એકદમ નજીક સયાજી વિહાર કલબ પાસે, કચરાના સવારના પાડેલી તસવીર યથાવત કચરાના ઢગલા કમિશનર ઓફીસથી વધુ નજીક આ કચરાના ઢગલા સ્વચ્છતા વાતો કરતુ તંત્ર કેટે અંશે જવાબદાર ? જેતલપુર રોડ બ્રિજ નીચે કચરાના ખડકાયેલા ગઢ પાલિકાના સ્વચ્છતા અભિયાનની ચાડી ખાઇ રહ્યા છે (તસવીર-ભરત પારેખ)