સુરત (SURAT)ના વરાછા પોલીસ (VARACHHA POLICE)ના ડી સ્ટાફે પ્રોહીબીશનના કેસમાં ઝડપાયેલા વરાછામા ડાયમંડ ફેક્ટરીના વોચમેનને માર મારવામાં વધુ વિવાદ વકર્યો છે. વોચમેનને...
સુરત: ક્લોક ટાવર (clock tower) 2021માં બાંધકામનાં 150 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે. ક્લોક ટાવર એ સુરત (Surat) શહેરના સૌથી જૂના...
સુરત: ખટોદરા હાઉસીંગ બોર્ડ તરફથી બાંધવામાં આવેલી મિલકત (Property)માં આવેલા ગ્રાઉન્ડ ફ્લોર (ground floor)થી નોંધાયેલા ફ્લેટમાં કોંગ્રેસ (congress)ના પૂર્વ કોર્પોરેટર (former councilor)...
દેશમાં કોરોના વાયરસ (corona virus)ના બીજા મોજા (second wave)ની અસર હજુ પૂરી રીતે સમાપ્ત થઈ નથી. દરમિયાન, અન્ય વાયરસે તેના પગ પેસારો કરવાનું...
સુરત : આવતા સપ્તાહે સુરત (Surat)ના સૌથી મોટા ગણાતા ગણેશોત્સવ (Ganeshostav)નો રંગે ચંગે પ્રારંભ થઇ રહ્યો છે. ગયા વર્ષે કોરોના (corona)ના કારણે...
લંડન : ઇંગ્લેન્ડ (England) સામે અહીંના ઓવલ મેદાન પર રમાઇ રહેલી ચોથી ટેસ્ટ (test match)ના ચોથા દિવસની રમત શરૂ થવાના થોડા સમય...
હિન્દુ ધર્મના સંવત પંચાંગ તિથિ-વાર પ્રમાણે પૂર્ણિમા એટલે મહિનાનો અડધો ભાગ, એટલે એ તિથિ મહત્વની છે, અને અમાવાસ્યા મહિનો પૂર્ણ કરતી પૂનમી...
આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર…. શ્રાવણ માસ દરમ્યાન શિવજીની પૂજા-દર્શન માટે સોમવારનો દિવસ આપણે ઉત્તમ માનીએ છીએ. શિવમંદિરોમાં આપણે સૌ જઇએ છીએ...
એક વખત એક વાંદરો અને વાંદરી તળાવ ઉપર એક ઝાડ પર બેઠા હતા. ત્યારે આકાશવાણી થઇ કે અત્યારે જ જે આ તળાવના...
આપણે ભક્તના દુર્લભપણાને સમજ્યા. હવે કૃષ્ણ પરમાત્મા ભગવાનની સર્વોપરી કર્તૃત્વ-શક્તિનું ઉદ્ઘાટન કરી રહ્યા છે તે સમજીએ.વર્ષો પૂર્વેની વાત છે. સમગ્ર ભૂ મંડળને...
સમુદ્ર મંથનમાંથી દેવોએ ભલે અમૃત પ્રાપ્ત કર્યું હોય પણ સંસારના સાગરમાંથી અમૃતનો આસ્વાદ લેનાર મહાન આત્મા છે. અમૃતના ઉપાસકો સૌ પ્રથમ તો...
એકવાર બુધ્ધના એક શિષ્યે પથ્થરની શીલા જોઈ બુધ્ધને પૂછ્યું, ભગવાન આ શીલા ઉપર કોનું શાસન શક્ય છે? બુધ્ધે કહ્યું: ‘લોખંડનું, જે પથ્થરને...
આ પૃથ્વી પર મનુષ્યો આવે છે અને જીવન પૂરું થાય એટલે ચાલી જાય છે. આખા જીવન દરમિયાન ઘણા લોકો આશાભર્યું જીવન જીવી...
અમેરિકામાં એક બિનનિવાસી ભારતીય મિત્રની દુકાન આગળ ગોળીબાર થયો. એક અમેરિકનને ઈજા થઈ. અમેરિકને દુકાનદાર ફર્મ સામે વળતરનો દાવો કર્યો. દુકાનદારનો શું...
બાળકોને શ્રેષ્ઠ સંસ્કાર માતા-પિતા પરિવાર શાળાના શિક્ષકો તરફથી મળે છે તે પણ જન્મથી જ. જો કે ભારતીય સંસ્કૃતિમાં ગર્ભ ધારણ થાય ત્યારથી...
માનવ અધિકાર માટે પહેલું રણશીંગું (બ્યુગલ) ફૂંકનાર જન્મજાત શિશુ. પૃથ્વી પરના પદાર્પણથી કુદરતદત્ત માનવ અધિકાર માટેની લડત ચાલુ થાય છે. માણસ ક્યારેય...
રાષ્ટ્રીય શાયર- ગુજરાત સપૂત, સ્વ. ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિની ઉજવણીને સાંપ્રત સત્તાધારી નેતાઓએ અભડાવી. ‘મેઘાણી’નું જાણે હડહડતુ અપમાન કર્યું છે. ગુજરાત સરકારનાં...
જ્યારથી કોરોનાકાળ શરૂ થયો છે ત્યારથી જો કોઇની સૌથી વધારે જવાબદારી વધી હોય તો તે છે તબીબ. તબીબની વાત કરીએ તેમાં પણ...
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની બે દિવસની અમેઠીની મુલાકાતે હતા. સ્મૃતિ ઈરાની અમેઠીની સાંસદ છે અને તેઓ અહીંના લોકોને પણ મળ્યા હતા. આ...
થોડા દિવસ પહેલાં ટોકયો ઑલિમ્પિકસની પૂર્ણાહુતિ થઈ. તમે આ વાંચતા હશો એ જ દિવસે- આ રવિવારે પેરાલિમ્પિક્સ પર પણ આગામી ચાર વર્ષ...
mરકારો અને શાસકો ઇચ્છે કે ન ઇચ્છે, ઇતિહાસ થવાનું તેમના લમણે લખાયેલું હોય છે. શાસકો તે બરાબર જાણતા હોય છે એટલે તેમનો...
કળાના જે સ્વરૂપમાં કામ કરતા હોઇએ તેના વિશે અનેક પરિપ્રેક્ષ્યથી વિચાર કરતા રહેવું જરૂરી છે. આવા વિચારથી જ જેતે કળા સ્વરૂપમાં નવાં...
દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે રાઈટ ટૂ પ્રાઈવસીની અંદર રાઈટ ટૂ બી ફર્ગોટન પણ આવી જાય છે. રાઈટ ટૂ બી ફર્ગોટન એટલે...
મનુસ્મૃતિથી મહાભારતકાળ સુધીના સાહિત્યમાં ગાય એક પવિત્ર એકમ હતું. સુવર્ણ માફક દાન-દક્ષિણા કે યજ્ઞ દેવના બલિને લાયક હતું. દાતારની ઉદારતા ગાયોની દાન...
જૈન ધર્મના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામી ભગવાને ભવિષ્યવાણી ભાખી હતી કે તેમના નિર્વાણ પછી ૨૫૦૦ વર્ષ પૂરાં થશે તે પછી જૈન શાસનનો...
જન્માષ્ટમીનો ઉત્સવ આ વખતે એક બીજા કારણોસર ચર્ચામાં રહ્યો. કાશ્મીરમાં ૩૨ વર્ષ પછી જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો એવી તસવીરો, વીડિયોઝ સોશ્યલ મીડિયા...
સંતરામપુર : મહિસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમમાં રવિવારે પાણીની સપાટી 390 ફુટ 10 ઈંચ જોવા મળતી હતી. આ ડેમમાંથી ચરોતરમાં સિંચાઇ માટે બારેમાસ...
આણંદ : આણંદ અને વિદ્યાનગર પાલિકા દ્વારા લાંભવેલ ડમ્પીંગ સાઇટ ખાતે ટનબંધ કચરો ઠાલવવામાં આવે છે. આ કચરાને રિસાયકલ કરવા માટે ગયા...
આણંદ : પેટલાદમાં રેડીમેટ કપડાંનો હોલસેલ વેપાર કરતાં દુકાનદારને અમદાવાદના શખસે રૂ.3.19 લાખનો ઓર્ડર આપ્યો હતો. જે ઓર્ડર પ્રમાણે દુકાનદારે માલ મોકલી...
આણંદ : ‘૨૧મી સદી જ્ઞાનની સદી છે, તેને વાસ્તવમાં પરિણામલક્ષી એક શિક્ષક જ બનાવી શકે તેમ છે. ૨૧મી જ્ઞાનની સદીમાં જે શિક્ષિત...
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સુરત (SURAT)ના વરાછા પોલીસ (VARACHHA POLICE)ના ડી સ્ટાફે પ્રોહીબીશનના કેસમાં ઝડપાયેલા વરાછામા ડાયમંડ ફેક્ટરીના વોચમેનને માર મારવામાં વધુ વિવાદ વકર્યો છે. વોચમેનને બ્રેઈન હેમરેજ (BRAIN HEM RAGE) થઈ ગયું હોવાના આક્ષેપ તેના પરિવારે કર્યા હતા. વોચમેંનનુ આજે સવારે નવી સિવિલ હોસ્પિટલ (CIVIL HOSPIRAL)મા સારવાર દરમિયાન મોત થયું હતું.
મળતી વિગત મુજબ વરાછા પોલીસે ત્રણ દિવસ પહેલા પ્રોહીબીશન (PROHIBITION)ના કેસમાં પકડેલા ડાયમંડ ફેક્ટરીના વોચમેનને એટલી હદે માર માર્યો હતો કે તેના માથાની નશ ફાટી જતા બ્રેઇન હેમરેજ થઇ ગયું હોવાની અરજી પોલીસ કમિશનરને ભોગબનનારના પરિવાર દ્વારા કરવામાં આવી છે. નવાગામ-ડિંડોલી ખાતે આવેલ મહાદેવનગરમાં રહેતા સતીષ રાજેન્દ્ર તોમરે પોલીસ કમિશનર અજયકુમાર તોમરને અરજી કરી છે. અરજીમાં તેણે જણાવ્યું છે કે, તેના કાકા શિવસિંગ કુવરસિંગ વરાછા રોડ ખાતે એક ડાયમંડ ફેક્ટરીમાં વોચમેનનું કામ કરે છે. ગઇ 1 સપ્ટેમ્બરના રોજ વરાછા પોલીસે આર્મી મેજરના પિતાને શિવસિંગની પ્રોહીબીશનના કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. બીજા દિવસે શિવસિંગને કોર્ટમાં રજુ કરતા જામીન ઉપર મુક્ત કરાયો હતો. જો કે વરાછા પોલીસ મથકે તેનો મોબાઇલ અને 5 હજાર રોકડા જે પોલીસ પાસે હોય તે લેવા માટે ગયા બાદ પરત ફેક્ટરી ઉપર પહોંચતા તેની તબિયત લથડતા સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડાયો હતો.

વરાછા ડી-સ્ટાફ દ્વારા શિવસિંગને માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ અરજીમાં કરાયો છે. આ અંગેની તપાસ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે કરાવી ન્યાયની માંગણી કરવામાં આવી છે. સ્મિમેર હોસ્પિટલમાં તેની હાલત નાજુક જણાતા તબીબોની સલાહ પ્રમાણે વધુ સારવાર માટે નવી સિવિલ લઇ જવાતા ત્યાં તેને માથાની નશ ફાટી જવાથી બ્રેઇન હેમરેજ થયું હોવાનું તેમજ માર મારવાથી ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ મથકેથી પરત ડાયમંડ ફેક્ટરી ઉપર પહોંચ્યા બાદ શિવસિંગની તબિયત લથડતા આ બાબતે પરિવારજનોને શંકા ઉપજી હતી. પોલીસ મથકમાં જ તેની સાથે કોઇ અણબનાવ બન્યો હોય આ મામલે તપાસ કરી ન્યાયની માંગણી કરવામાં આવી છે. પોલીસ મથકમાં એવી તો કંઇ ઘટના બની કે શિવસિંગની માથાની નશ ફાટી ગઇ.

અરજદારે અરજીમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, ડીસ્ટાફની ઓફીસમાં આ બનાવ બન્યો છે. પોલીસ મથકના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો ઘણી હકીકતો સામે આવી શકે તેમ છે. તેમની મોત અંગે તેમના પરિવારના સભ્યો અને સંબંધીઓને જાણ થતાં નવી સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ધસી આવ્યા હતા. તેમના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે વરાછા પોલીસના ડી સ્ટાફે તેને ઢોર માર મારતા જ બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું જેના લીધે તેમનું મોત થયું છે.