Top News

More Posts

   The Latest

Most Popular

જાણીતી ફિલ્મ અંકુશનાં લોકપ્રિય ગીત ‘ઇતની શકિત હમેં દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના’ને સ્વર આપનાર કલાકાર પુષ્પા પગધરેની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ છે, અને છેલ્લા ઘણા વર્ષોથી તેઓ ભયંકર આર્થિક તંગી વેઠી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. સતત લોકજીભે રહેનાર અને પ્રાર્થનાની કક્ષામાં પહોંચનાર ગીતને પોતાનો સુંદર સ્વર આપીને આ ગીતને અમરત્વ બક્ષનાર ગાયિકાની નબળી આર્થિક સ્થિતિ આપણા સૌ માટે વિચારણીય મુદ્દો છે. ભૂતકાળમાં પણ વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર અનેક મહાનુભાવોને એમની પાછલી જિંદગીમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હોવાનું નોંધાયેલું છે. આપણે આપણી આજુબાજુ રહેતા અને આવી પરિસ્થિતિમાંથી પસાર થતા લોકોને સાચવી લેવા માટે પ્રયત્નો કરીશું તો ચોક્કસ જ પ્રભુ આપણાથી રાજી થશે.
નવસારી-ઇન્તેખાબ અનસારી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top