Top News

More Posts

   The Latest

Most Popular

સુરત : ડિંડોલીમાં કલરકામ કરવા માટે આવેલા યુવક સામે જ રહેતી એક પાંચ વર્ષની માસૂમ બાળા (Baby)ને બિસ્કીટ (biscuit)ની લાલચ આપી બાથરૂમ (bathroom)માં લઇ ગયો હતો અને બળાત્કાર (rape) ગુજાર્યો હતો. બાળકી રડતા રડતા બહાર આવી હતી અને માતા (mother)ને જાણ કરી હતી. બીજા દિવસે આ સમગ્ર ઘટના બાળકીએ પોતાના પિતા (father)ને કહી હતી. આ બાબતે પોલીસમાં ગુનો (offence) નોંધાતા ડિંડોલી પોલીસે આરોપી ગોલુ યાદવની ધરપકડ (attest) કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલીમાં સી.આર. પાટીલ રોડ ઉપર જગદંબા નગરમાં રહેતા ગોલુ રામમિલન શ્રીકુમાર યાદવ કલરકામ કરવા માટે આવ્યો હતો. તે જ્યાં કલરકામ કરતો હતો તેની સામે જ એક પાંચ વર્ષની બાળકી રમી રહી હતી. ગોલુએ આ બાળકીને બિસ્કીટ આપવાની લાલચ આપીને બાથરૂમમાં લઇ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. બાળકી રડતા રડતા બહાર આવી હતી. આ દિવસે માતાને જાણ કરાઇ હતી, પરંતુ ગોલુએ માફી માંગતા તેને ઠપકો આપીને જવા દેવાયો હતો. બીજા દિવસે બાળકી પોતાના પિતાના ખોળામાં રમી રહી હતી, બાળકી રમતા રમતા પિતાને કહેવા લાગી કે,

સવારે સામેવાળા મકાનમાં જે અંકલ કલરકામ કરે છે તે મને બિસ્કીટ આપવાનું કહી મકાનના બાથરૂમમાં લઇને મારી સાથે ગંદુ કરી મને ખેંચવા લાગ્યા હતા, હું રડતી રડતી બહાર આવી અને મમ્મીને બધુ કહ્યું હતું. આ બાળકીએ ગુપ્તાંગમાં દુ:ખતું હોવાનું પણ પોતાની માતાને કહ્યું હતું. બાળકીની માતાએ કલરકામ કરતા યુવક નામે ગોલુ રામમિલન શ્રીકુમાર યાદવ (રહે.ડિંડોલીના સી.આર. પાટીલ રોડ ઉપર જગદંબા નગર)ને ઠપકો આપ્યો હતો. આ યુવકે બીજીવાર ભુલ નહીં કરુ તેમ કહીને જતો રહ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે ડિંડોલી પોલીસે ગોલુ યાદવની સામે બળાત્કારની ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી હતી.

સમાજમાં બદનામીના ડરના કારણે કોઇને કંઇ કહ્યા વગર જ માતા સૂઇ ગઇ હતી
લાકલી બાળકીએ બુધવારે પોતાના પર થયેલા દુષ્કર્મ વાત જ્યારે માતાને જણાવી ત્યારે બાળકીને કંઇ થઇ જશે તો, તેમજ સમાજમાં બદનામી થશે તેવા ડરના કારણે બાળકીની માતાએ કોઇને કોઇ વાત કરી જ ન હતી અને સૂઇ ગઇ હતી. ગુરૂવારે સવારે ગોલુ કામ કરવા આવ્યો ત્યારે તેની ઉપર ગુસ્સો કરીને મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ દરમિયાન બાળકીનો મામો વચ્ચે પડ્યો હતો અને ડિંડોલી પોલીસને જાણ કરી હતી.

To Top