Charchapatra

સંબંધોનું મૂલ્યાંકન

કેટલીક વસ્તુઓ એવી છે કે જેની કિંમત કંઈ નથી કિન્તુ એનું મૂલ્ય ઊંચેરું છે. જેમ કે શબરીના એઠાં બોર, વિદુરની ભાજી, સુદામાના તાંદુલ, ગાંધીજીનું દાંડી-નમક વગેરે. પ્રસ્તુત તમામ ચીજો પ્રાઈસલેસ છે, છતાંય તે વેલ્યુએબલ છે. માનવીય સંબંધોનું પણ કંઇક એવું જ છે. પ્રથમ નજરે જોતાં સંબંધોમાં આપણને ગહેરાઈ ભાસતી નથી. સિર્ફ ઉપર છલ્લી પારદર્શિતા જ ભાસે છે. સંબંધની પરિભાષાનું થોડુંક આકલન કરીએ તો સમજાશે કે ઉંડેથી કાંઈ સીમિત વર્તુળમાં સમાઈ જતું નથી. સંબંધોની કોઈ સીમા નથી, એતો અસીમ છે! એટલા માટે જ સંબંધોનું મૂલ્ય પણ આભથી ઊંચેરું અને સાગરથી ગહેરું છે! માનવીય સંબંધો ફક્ત બરાબરીય કે સમાન સ્તરીય હોવા જરૂરી નથી. એમાં ઉચ્ચ-નિમ્ન, અમીર-ગરીબ, શિક્ષિત-અભણ માલિક-સેવક કે આબાલ-વૃધ્ધ એવા તમામ દરજ્જાઓ સંમલિત છે. સૌ સંકલ્પ કરે કે માનવીય સંબંધોનું આપણે સદાય સંવર્ધન અને જતન કરીએ.
શેખપુર  – શાંતલાલ પી. પટેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top