Charchapatra

તો નવું વર્ષ નવું બનશે

વિશ્વ ચેતના-કુદરતે આપણને અદ્‌ભૂત જીવન આપ્યું છે. રોજ પ્રભાતે સૂર્યદેવતા સમયસર ઉગે છે. સાંજે સૂર્યાસ્ત થાય છે. આપણને 21600 શ્વાસ આપ્યા છે. રોજ સવારે ઉઠતા જ કુદરતે આપણને જે કાંઇ આપ્યું છે. મફત મળતા હવા, પાણી, મહેનત થકી મળેલ નોકરી-વ્યવસાય, દૈવ યોગે મળેલા થોડાક મીઠડા સ્વજનો, સ્વસ્થ શરીર, રહેવા લાયક સરસ મઝાનું નિવાસસ્થાન, છત્ર છાયા, વાહન સુવિધા અરે નદીઓ, ઝરણાં, પહાડો, ચંદ્રમા, રાત્રેન વલખ તારલાઓનો વૈભવ, વૃક્ષો, મધુર ફળો, જીવન જીવવાની કેટકેટલી સુવિધાઓ કુદરતે મનુષ્યને બુધ્ધિ આપીને સર્જી છે. આપણા કલ્યાણ, આનંદ, પ્રમોદ અને મનોરંજન, સુખ માટે જ ઇશ્વરે સૃષ્ટિની રચના કરી છે. આપણા શબ્દો, વિચાર, વાણી જ સુખદ કે દુખદ ભવિષ્યનું નિર્માણ કરે છે.

આપણા મસ્તિષ્કમાંથી જ નહિં, પૃથ્વી, પશુ-પક્ષી, વૃક્ષ, પથ્થર, પદાર્થોમાંથી પણ આંદોલનો નિકળ્યા કરે છે. આપણા વિચારો જ તમસ, રજસ, સત્વનું નિર્માણ કરે છે. ગ્રહોને રાશી ભવિષ્યના ચક્કરમાંથી દૂર રહીએ. અંધશ્રધ્ધા, વહેમો, વ્યસનો, પૂર્વગ્રહો ત્યજીએ. આજથી એક નવા જ જીવનનો નવ પ્રારંભ થઇ રહ્યો છે. આનંદદાયક, અકલ્પ્ય, સુંદર, શ્રેય, અભૂતપૂર્વ સુખદાયી ઘટના બનાવો આપણા જીવનમાં બનવાના જ છે. રોજ બે પાંચ ચાહે અજાણ્યા હોય તેમને પણ સ્મિત આપીએ. દુ:ખદ ભૂતકાળને ભૂલી વર્તમાન ક્ષણને માણીએ. દેવોને પણ જે દુર્લભ મનુષ્ય દેહ ગણાયો છે તેને સફળ સાર્થક કરવા આજથી ઉત્સાહપૂર્વક જીવીએ.
સુરત  – ભગુભાઇ પ્રે. સોલંકી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top