Charchapatra

રેસિડન્ટ ડોકટરના આપઘાત

અવારનવાર ડોકટરનો ઉચ્ચસ્તરીય અભ્યાસ કરતા, સાથે ફરજ સુધ્ધા બજાવતા રેસિડન્ટ ડોકટરોના આપઘાતના કિસ્સા વાંચી રૂંવાટા ઉભા થઇ જાય છે. થોડા વર્ષો પર ફરજ અને સિનિયરના ત્રાસથી ત્રાહીમામ પોકારી આખરે ડોકટરે માળ પરથી ઝંપલાવી જીવનના અંતને અંજામ આપ્યો હતો. અમારા કુટુંબના એક 25 વર્ષિય રેસીડન્ટ ડોકટર અભ્યાસ પૂર્ણ કરવાને આરે છે. ડબલ ડયુટી, ખડેપગે સેવા, ઉંઘ લેવાનું તો ભૂલી જ જવાનું! પૂરતો, સરખો ખોરાક, સમયસર લઇ શકતા નથી, જમવાના સમયનું કોઇ ઠેકાણુ જ નહિં. જુનિયર ડોકટરોને સિનિયર તરફથી કયારેક કનડગત પણ થાય. નિયમિત અઠવાડિક રજા તો ભૂલી જ જવાની.

હોસ્પિટલમાં જ રૂમ રહેવા આપી હોય ગમે તે સમયે બોલાવી શકે. હાજર થવું પડે. વિદ્યાર્થીઓ ડીગ્રી ભૂખ્યા, તેની લાલચના માર્યા માથું નીચે રાખી શરીરની કાળજી લીધા વિના કામ કર્યે જાય. યુવા લોહી થોડું વધારે કામ કરી લે, પરંતુ અઠવાડિક એક રજા મળવી જ જોઇએ. એ પણ સમાજ ઉપયોગી, ખીલતું, સેવાભેખધારી યુવા છે. એને યુવાનીમાં જ કામના ભારણે અપુરતા ખોરાકથી કરમાવી નાખશો તો ભવિષ્યમાં ડોકટર બનશે કોણ? ભારતમાન તીવ્ર જરૂર છે દિવાળી જેવા સારા દિવસોમાં 6 મહિને પણ રજા માટે તડપવુ પડે. મા-બાપથી દૂર દૂર રહેવાનું. તાજેતરમાં સ્મીમરની ગાયનેક મહિલા રેસીડેન્ટ ડોકટરે ઇન્જેકસનનો ઓવરડોઝ લઇ આપઘાત કર્યો. અંદરની વાત અંદર જ રહી ગઇ. કુટુંબે ઉત્સાહી આટલા પગથિયા ચઢયા પછી ઘરનો દળદાર સભ્ય ગુમાવ્યો! આવા અનેક કિસ્સા વાંચવા મળ્યા. હોસ્પિટલે સમજવુ જોઇએ કે રેસિડન્ટ ડોકટરના શરીરને પણ આરામની રાહતની જરૂર હોય છે. યુવા રેસિડન્ટ ડોકટરોને આપઘાતના હવનમાં હોમાઇ જવાથી બચાવો. અઠવાડિયે ફરજીયાત રજા પેપર પર છે પણ મળતી નથી.
સુરત            – કુમુદભાઇ બક્ષી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top