Top News

More Posts

   The Latest

Most Popular

લોક જનશક્તિ પાર્ટી (LJP) ના નેતા ચિરાગ પાસવાન (Chirag paswan) 12 સપ્ટેમ્બરે તેના પિતા અને દલિત નેતા રામવિલાસ પાસવાન (Ramvilas paswan)ની પ્રથમ વર્ષગાંઠ પર પટના (Patna)માં એક મોટો કાર્યક્રમ યોજવાની તૈયારી કરી રહ્યો છે. તેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi), કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah) અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia gandhi) સહિતના ટોચના રાષ્ટ્રીય નેતાઓને આ કાર્યક્રમ માટે આમંત્રિત કર્યા છે. 

આ ઇવેન્ટ રાજકીય રીતે મહત્વની માનવામાં આવે છે કારણ કે તે એવા સમયે આયોજિત કરવામાં આવી રહી છે જ્યારે ચિરાગ પાસવાન તેના પિતાના વારસા પર તેના કાકા અને કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસ (Pashupati paras) સાથે લડી રહ્યો છે. ચિરાગ પાસવાન પોતે પણ કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે નવી દિલ્હીમાં કાકા પારસના ઘરે ગયો હતો. ચિરાગે કહ્યું કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે નીતીશ કુમાર અને ચિરાગ પાસવાન વચ્ચે ઘણા સમયથી મતભેદો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરી વિકાસ મંત્રાલયે રામવિલાસના નિધન બાદ ઘર ખાલી કરવા માટે પ્રારંભિક નોટિસ મોકલી હતી, પરંતુ ચિરાગ આ બાબતે વરિષ્ઠ સરકારી અધિકારીઓને મળ્યા બાદ પરિવારને અત્યારે તે નિવાસમાં રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. એવી અપેક્ષા છે કે પારસ પણ 8 ઓક્ટોબરે રામવિલાસ પાસવાનની વર્ષગાંઠ પર કાર્યક્રમનું આયોજન કરી શકે છે. રામવિલાસ પાસવાનનું ગયા વર્ષે 8 ઓક્ટોબરે નિધન થયું હતું. પારસ ટોચના રાષ્ટ્રીય નેતાઓને પણ આમંત્રણ આપે તેવી અપેક્ષા છે. જામુઇના સાંસદ ચિરાગ પરંપરાગત કેલેન્ડરના આધારે 12 સપ્ટેમ્બરે વર્ષગાંઠ કાર્યક્રમનું આયોજન કરી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે LJP ના છ સાંસદોમાંથી પાંચે પારસ સાથે હાથ મિલાવ્યા છે. દરમિયાન, પક્ષ પર ચિરાગ પાસવાનના દાવાને અવગણીને ભાજપે મોદી સરકારમાં પારસને મંત્રી પદ આપ્યું છે. તે જ સમયે, લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્ર તેજસ્વી યાદવ સહિત ઘણા વિપક્ષી નેતાઓએ ચિરાગ પાસવાનનો સંપર્ક કર્યો છે. ચિરાગે ભાજપ દ્વારા તેમને આપવામાં આવતી ટ્રીટમેન્ટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી પરંતુ અત્યાર સુધી તેઓ ભવિષ્યના રાજકીય માર્ગ પર મૌન છે. ચિરાગ પાસવાને કહ્યું કે હવે તેમની પ્રાથમિકતા પાર્ટી બનાવવાની છે.

To Top