Top News

More Posts

   The Latest

Most Popular

સંતરામપુર : સંતરામપુરના બસ ડેપોનો વહીવટ મનસ્વી રીતે કરાતો જોવા મળે છે. લોકડાઊન દરમિયાન ગામડાંઓની બસ બંધ કરવામાં આવી હતી. જે પૈકી અનેક બસ રુટો હજુ સુધી એસટી વિભાગે પુનઃ શરૂ કર્યાં નથી. જેના કારણે ગામડાંઓની પ્રજા હાલાકી ભોગવી રહી છે અને તાત્કાલિક બસ શરૂ કરવા માગણી ઉઠી છે. સંતરામપુર, કડાણા અને ફતેપુરા તાલુકામાં શાળા, કોલેજ, આઈટીઆઈ વિગેરે શૈક્ષણિક સંકુલો શરુ થઇ ગયા છે. જેના પગલે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવનજાવન કરી રહ્યા છે. આ સંદર્ભે એસટી વિભાગ દ્વારા પણ પાસ કાઢી અપાયા છે.

પરંતુ શાળા, કોલેજો અને આઈટીઆઈને અનુકુળ સમયની બસ શરૂ નહીં થતાં વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અગાઉ ગામડાંઓની ચાલતી રાત્રિ રૂટ પણ બંધ કરી દેવામાં આવ્યાં છે. આ રૂટો તાત્કાલિક શરૂ કરવા વિદ્યાર્થીઓએ માગણી કરી છે. લીંભોલા આઈટીઆઈ અને મુનપુર શાળાઓના વિદ્યાર્થીઓના પાસ એસટીના ઈસ્યુ કરાયેલા હોવાં છતાં પણ વિદ્યાર્થીઓને અનુકુળ સમયની બસ ન હોવાથી ન છુટકે જીવના જોખમે ખાનગી મુસાફરોમાં અપડાઉન કરવું પડી રહ્યું છે. સંતરામપુર તાલુકામાં ભંડારા, વેણા, ચીખલી, બાબરોલ, સુરપુર વિગેરે ગામોની બસ બંધ કરાયેલી હોવાથી ગ્રામ્ય વિસ્તારની પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

બસ સ્ટેન્ડમાં CCTV કેમેરા લગાવવા માગણી

સંતરામપુરના કાર્યકર આઈ.વી. પરીખે જણાવ્યું હતું કે, સંતરામપુરના નવીન બસ સ્ટેશનમાં સીસી ટીવી કેમેરા લગાવવા અને ડેપોની તમામ પ્રકારની કામગીરી નવીન બનેલા બસસ્ટેન્ડ સંતરામપુરથી જ થાય તે જરૂરી છે. જેના માટે ફર્નીચરનું ઠેકાણું ન હોવાથી ફર્નીચરની જોગવાઈ કરવામાં આવે અને જે લાંબા રુટોની બસો બંધ કરાઇ છે, તે બસ મુસાફર જનતાના હીતમાં વહેલી તકે પુનઃ શરૂ કરાય તેવી કરવામાં આવી છે.

To Top