Gujarat

પીએમ મોદીને મળી સીએમ ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ચર્ચા કરી

આગામી તા.10થી 13મી જાન્યુ. 2022 દરમિયાન ગાંધીનગરમાં યોજાનાર 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓના ભાગરૂપે આજે નવી દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીને સીએમ ભૂપેન્દ્ર પટેલ મળ્યા હતા. બન્ને મહાનુભાવો વચ્ચે વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ અંગે લંબાણપૂર્વકની ચર્ચા થલા પામી હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકારના મહત્વના ગુજરાતમાં ચાલી રહેલા વિકાસના પ્રોજેકટ ઝડપથી આગળ વધારવા માટે પણ ચર્ચા થવા પામી હતી.વાઈબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીો અંગે સીએમ પટેલે પીએમ મોદીને માહિતગાર કર્યા હતા. જે અંગે મોદીએ સંતોષ વ્યકત્ત કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે ગુજરાતે પાછલા બે દાયકામાં પ્રભાવક પ્રોત્સાહક અને ધબકતા વાઇબ્રન્ટ વિકાસ અને અર્થતંત્રની તેજ રફતાર પકડી છે. ગુજરાતમાં પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં બે દશક દરમિયાન એવું વાઇબ્રન્ટ અર્થતંત્ર વિકસ્યું છે કે દરેક પ્રકારની પરિસ્થિતિઓમાં ટકી શકે અને બદલાવને યોગ્ય પ્રતિસાદ આપી શકે એમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દેશે આર્થિક, સામાજિક વિકાસના ક્ષેત્રે પ્રગતિની નવી દિશા કંડારી છે, ત્યારે તેમના પદચિન્હો પર ચાલતાં ગુજરાતે પણ વિકાસની આ તેજ રફતાર પકડી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 2022માં યોજાનારી 10મી એડિશન સંદર્ભમાં દેશની રાજધાની નવી દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે બેઠક યોજીને રાજ્યના ચોતરફા વિકાસની ગાથા પ્રસ્તુત કરી હતી. પટેલે આ વાયબ્રન્ટ સમિટનો નવતર વિચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2003માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપ્યો હતો તેની ભૂમિકા આપી હતી.

આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રીના દિશા દર્શનમાં હવે તો આ સમિટ ગ્લોબલ નોલેજ શેરિંગ નેટવર્કિંગનું વૈશ્વિક પ્લેટફોર્મ બની ગઈ છે. પટેલે જણાવ્યું હતું કે, આગામી 10 જાન્યુઆરી 2022ના રોજ આ ગ્લોબલ સમિટનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રારંભ કરાવશે.આ શુભારંભ અવસરે દેશનાં વિવિધ રાજ્યોના વડા, વિશ્વના અન્ય દેશોના વરિષ્ઠ મહાનુભાવ, ગ્લોબલ સી.ઈ.ઓ; વિવિધ લક્ષી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ વિચારકો અને કેન્દ્ર સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેવાના છે.

Most Popular

To Top