કોરોના મહામારીના (Covid-19) લીધે ગયા વર્ષે નવરાત્રિમાં (Navratri) ગરબા રમી શકાયા નહોતા, પરંતુ આ વર્ષે તેમ નહીં બને. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું...
ભષ્ટ્રાચારમુક્ત સરકારના અવારનવાર બણગાં ફૂંકવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ છે. છાશવારે રાજ્યમાં સરકારી બાબુઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ રહ્યાં...
કોરોના મહામારી બાદ પહેલીવાર અમેરિકાના પ્રવાસે ગયેલા PM નરેન્દ્ર મોદી (PM Modi America Visit) અમેરિકાના નેતાઓ માટે વિશેષ ભેંટ લઈ ગયા છે....
નામ માં શું રાખ્યું છે? લેખક શેક્સપીયરે આ લખ્યું હતું ત્યારે તેની ખ્યાલ નહીં હોય કે ભવિષ્યમાં નામ માટે આંદોલનો છેડાશે. ભારતમાં...
PM નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને પગલે શેરબજારે નવો રેકોર્ડ નોંધાવ્યો છે. અઠવાડિયાના છેલ્લાં કારોબારી દિવસ શુક્રવારે BSE 60000ની પાર ખૂલ્યું હતું. એક...
ગુજરાત (Gujarat)માં ચોરીનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાતના મહેસાણા (Maheshana) જિલ્લામાં ચોરોએ મતપેટી પર જ હાથ સાફ કર્યા છે. મતપેટી (Ballot box)ની ચોરીના...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા છે. અહીં તેઓ ગુરુવારે અમેરિકાના મહિલા ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન કમલા...
વાપી પંથકમાં એક ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. અહીં સંસ્કારી કુટુંબની એક યુવતી સાથે લફંગા યુવકે જાહેરમાં એવી હરકત કરી છે જેના...
શુક્રવારે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (MP Modi) અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન (Joe Biden) પહેલી વખત રૂબરૂ મળશે, ત્યારે સમગ્ર વિશ્વની...
નવસારીના (Navsari) ફુવારા વિસ્તાર પાસે રહેતી એક બે સંતાનની માતાને એક રિસોર્ટમાં (Resort) આઇસક્રીમ (Ice cream) ખવડાવી બેભાન કરી બળાત્કાર કરાયાની આશંકાથી...
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં (Upleta Blast) કરૂણ ઘટના બની છે. ઉપલેટાના ભંગાર બજારમાં (Upleta Bhangar Bazar Blast Death) સવારે એક ધડાકો થયો હતો....
ફરી એકવાર દિલ્હી (Delhi)ની રોહિણી કોર્ટ (Rohini court)માં ગેંગ વોરની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. શુક્રવારે બપોરે કુખ્યાત બદમાશ જીતેન્દ્ર ઉર્ફે ગોગી...
સુરતમાં (Surat Heavy Rain) શુક્રવારે મળસ્કેથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે શહેરીજનો સવારે ઉઠે તે પહેલાં તો ઠેરઠેર પાણી...
પૂર્વજોને શ્રાદ્ધ અર્પણ કરવાનો મહાપર્વ એટલે કે પિતૃપક્ષનું શ્રાદ્ધનો પ્રારંભ થઈ ચૂકયો છે. 15 દિવસમાં 16 શ્રાદ્ધ થકી પિતૃઓને ખુશ કરવામાં આવે....
ભાદરવો ભરપૂરની ઉક્તિને સાર્થક કરતો હોય તેમ રાજ્યના આકાશમાંથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં દર વર્ષે પાછોતરો વરસાદ જ વરસતો હોય...
વલસાડ (Valsad) જિલ્લાના ધરમપુર તથા કપરાડામાં દિવસ દરમિયાન પણ જોરદાર વરસાદ (Heavy Rain) પડ્યો હતો. કપરાડામાં ગુરુવારે સવારે ૮થી ૧૦ બે કલાકમાં...
સાઈન લેંગ્વેજ. આજકાલ સોશ્યલ મીડિયામાં ખાસ જુવાનિયાઓ સાઈન લેંગ્વેજનો વધારે ઉપયોગ કરતા હોય છે અને એમાંય ચેટિંગમાં ખાસ સાઇન લેંગ્વેજ જ વાપરતા...
સુરત: સુરત (Surat) માટે ડ્રીમ પ્રોજેક્ટ (Dream project) એવા મેટ્રો (Metro) રેલ પ્રોજેક્ટની કામગીરી તબક્કાવાર ઝડપથી આગળ વધી રહી છે. ખાસ કરીને...
હેપ્પી ડોટર્સ ડે… ‘દિકરી’ના નામે દર વર્ષે 26 સપ્ટેમ્બર ‘ડોટર્સ-ડે’ તરીકે ઉજવાય છે. દીકરી એટલે શું ? દીકરી તો એક શમણું છે....
દાહોદ: દેવગઢ બારીઆ કોર્ટ માં મારમારી નાં બે અલગ અલગ કેસ માં બે આરોપી ને સજા ફટકારતા કોર્ટ સંકુલમાં માં પણ જાણે...
સૌ ‘ગુજરાતમિત્ર’ પરિવારજનોને ‘ગુજરાતમિત્ર’ના ૧૫૯ મા વર્ષમાં પ્રવેશના મંગલ પ્રસંગે અભિનંદન!‘ગુજરાતમિત્ર’ દૈનિકપત્રના વર્તમાન સ્વરૂપનું કલેવર ઘડનાર તંત્રીશ્રી સદ્ગત પ્રવીણકાન્ત રેશમવાળા સાહેબના શ્રેષ્ઠ...
‘ગુજરાતમિત્ર’ ૧૫૯ મા વર્ષમાં પ્રવેશ્યું. ગુજરાતના સહુથી જૂના અખબાર તરીકે તેની પ્રતિષ્ઠા છે. આજના સમયમાં પણ તે પોતાની રસમો જાળવી વાચકોમાં ટકી...
આણંદ : ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ)માં છેલ્લા 2 માસમાં 350થી વધારે વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓ દ્વારા મહત્તમ રૂ....
કુદરતે સમુદ્રોમાં જલતિજોરી સર્જી છે, જયાં અકલ્પ્ય સંપત્તિ પડેલી છે. ‘અમૃતમંથન’ની પુરાણકથાઓમાંયે જલતિજોરીની સંપત્તિ સમુદ્રમંથન દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. દરિયાના પેટાળ...
શિક્ષક એટલે પોતાના વિદ્યાર્થીઓને સાચી શિક્ષા તથા દીક્ષા આપનાર વ્યક્તિ. શિક્ષક પોતાના વિદ્યાર્થીઓના પથદર્શક અને માર્ગદર્શક બની શકે છે. બાળકોમાં માતા બાદ...
કાલોલ: કાલોલ તાલુકાના ફતેપુરી ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય ઈસમો દ્વારા ઈંટોના ભઠ્ઠા નાંખવા માટે સીમાંત અને ગરીબ ખેડૂતોની જમીન ભાડાપટે મેળવવા માટે પ્રલોભનો...
વર્ષ 2014 ની સાલ પહેલાં દિલ્લીની કેન્દ્ર સરકાર માટે વપરાતો હાઇકમાન્ડ શબ્દ આજકાલ ગુજરાતની રાજનીતિમાં લગભગ દરરોજ વાંચવા અને સાંભળવા મળે છે....
શહેરા: શહેરા પ્રાંતએ ગોધરા હાઈવે માર્ગ ઉપર થી રોયલ્ટી પાસ વગર સફેદ પથ્થર ભરેલી ગાડી ને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી....
હિંદુ શાસ્ત્રમાં શ્રાધ્ધ પક્ષ (સરાધીઆ) જે ભાદરવા વદ એકમથી ભાદરવા વદ દશમ સુધી મનાવાય છે, જેમાં સ્વ. માતા-પિતા-વડીલોને મનોમન યાદ કરી, ગોરમહારાજ...
વડોદરા: ગોત્રી પરપ્રાંતિય યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલા બે દિગ્ગજ નરાધમોની શહેર પોલીસને ચાર દિવસે પણ ભાળ ના મળતા પોલીસ કામગીરી...
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
કોરોના મહામારીના (Covid-19) લીધે ગયા વર્ષે નવરાત્રિમાં (Navratri) ગરબા રમી શકાયા નહોતા, પરંતુ આ વર્ષે તેમ નહીં બને. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોય રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે (Gujarat CM Bhupendra Patel) મહત્ત્વનો નિર્ણય લીધો છે. માતાજીના ભક્તો ગરબા રમી શકે તે માટે સરકારે શેરી ગરબાના આયોજનની મંજૂરી આપી છે. 400 લોકોની મર્યાદા સાથે શેરીગરબા રમી શકાશે.
આ સાથે જ રાત્રિ કરફ્યૂમાં પણ છૂટછાટ અપાઈ છે. રાત્રિ કરફ્યૂનો સમયગાળો રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યાનો કરવામાં આવ્યો છે. જોકે, પાર્ટીપ્લોટ, ક્લબ કે ફાર્મહાઉસ પર ગરબાના મોટા પાયે આયોજનોને હજુ પણ મંજૂરી આપવામાં આવી નથી, જેના લીધે પ્રોફેશનલ આયોજકો અને ખૈલેયાઓ થોડા નિરાશ જરૂર થયા છે.

માર્ચ 2020માં દેશભરમાં કોરોના મહામારી ત્રાટકી ત્યાર બાદથી જ દેશમાં ઉત્સવોની ઉજવણી ફિક્કી બની છે. કોરોનાની પહેલી લહેર પૂરી થયા બાદ દિવાળીમાં થોડી છૂટછાટ મળી હતી. લોકોએ દિવાળીમાં નજીકના પ્રવાસન સ્થળો પર જઈ મન હળવું કર્યું હતું, પરંતુ એપ્રિલ 2021માં ફરી એકવાર કોરોનાની બીજી લહેર ત્રાટકતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. સરકાર દ્વારા અનેક પ્રતિબંધો મુકી દેવામાં આવ્યા હોય લોકો તહેવારોની ઉજવણી કરી શકતા નહોતા.
દરમિયાન કોરોનાનું સંક્રમણ ઓછું થતાં ગણેશ ઉત્સવમાં મર્યાદિત સંખ્યામાં ઉજવણી કરવાની સરકારે પરવાનગી આપી હતી. 4 ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરવાની મંજૂરી અપાઈ હતી. ગણેશ ભક્તોએ નિયમોનું પાલન કરી ઉત્સવની ઉજવણી કરી હોય હવે સરકારે વધુ એક ભેંટ આપી છે. રાજ્યમાં કોરોનાના કેસ ઘટી ગયા હોય સરકારે નવરાત્રિની ઉજવણી માટે નિયમો હળવા કર્યા છે. નવરાત્રિમાં લોકો ઘરના આંગણે ગરબા રમી શકે તે માટે શેરીગરબાની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે. જોકે, 400 લોકોની મર્યાદિત સંખ્યામાં જ ગરબા રમી શકાશે.

પાર્ટીપ્લોટ અને ફાર્મહાઉસના ઓર્ડરો રદ કરવા પડશે
કોરોનાના લીધે લોકો પણ પોતાના ગ્રુપમાં જ ઉત્સવો ઉજવવાનું પસંદ કરે છે. તેથી આ વર્ષે શહેરના કેટલાંક ફાર્મહાઉસમાં સ્પેશ્યિલ ગ્રુપ્સના ગરબા માટે બુકિંગ થયા હતા, પરંતુ હવે સરકારે ફાર્મહાઉસ પર આયોજનોની પરવાનગી આપી નહીં હોય ફાર્મહાઉસધારકોને મોટું નુકસાન થશે.
કરફ્યૂની નવી ગાઈડલાઈન 26મી સપ્ટેમ્બરથી અમલી બનશે
આઠ નગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદ્દત 25મી સપ્ટેમ્બરના શનિવારે પૂર્ણ થાય છે. 7 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થાય છે. આ સ્થિતિમાં ગુજરાતની નવી સરકાર રાત્રિ કર્ફ્યૂમાં ઘટાડા સાથે નવરાત્રિમાં શેરી ગરબાના આયોજનો માટે નવી ગાઈડલાઈન સાથે મહત્વનો નિર્ણય કર્યો છે. કરફ્યૂની નવી ગાઈડલાઈન 26મી સપ્ટેમ્બરથી જ અમલી બની જશે.