National

દિલ્હીની રોહિણી કોર્ટમાં ગેંગ વોર: વકીલ તરીકે આવેલા બે હુમલાખોર, ગેંગસ્ટર ગોગી પણ ફાયરિંગમાં માર્યો ગયો

ફરી એકવાર દિલ્હી (Delhi)ની રોહિણી કોર્ટ (Rohini court)માં ગેંગ વોરની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. શુક્રવારે બપોરે કુખ્યાત બદમાશ જીતેન્દ્ર ઉર્ફે ગોગી (Gogi)ને કોર્ટમાં હાજર થવા માટે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન, વકીલ (Advocate)નો પોશાક પહેરેલા બે શખ્સોએ તેના પર ગોળીબાર કર્યો હતો.

જવાબી કાર્યવાહીમાં સ્પેશિયલ સેલ (special cell) તરફથી ગોળીઓ (firing) પણ ચલાવવામાં આવી હતી, જેમાં બંને હુમલાખોરો (attacker) મૃત્યુ પામ્યા હતા. આ રીતે, આ ઘટનામાં ગેંગસ્ટર (gangster) ગોગી સહિત કુલ ત્રણ લોકોના મોત થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, જીતેન્દ્રની વર્ષ 2020 માં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ધરપકડ કરી હતી. કાઉન્ટર ઇન્ટેલિજન્સ ટીમ દ્વારા ગુરુગ્રામથી તેની અન્ય ત્રણ સાથીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ વખતે દિલ્હી પોલીસ દ્વારા તેના પર 8 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી.

હત્યા અને પોલીસ પર હુમલા જેવી ઘટનાઓનો આરોપ હતો
તે હત્યા, અપહરણ, પોલીસ પર હુમલો વગેરેમાં સામેલ હતો. ધરપકડ બાદ તેને જેલમાં રાખવામાં આવ્યો હતો. શુક્રવારે, 3 જી બટાલિયનની પોલીસ અને કાઉન્ટર ઇન્ટેલિજન્સ ટીમ તેને રજૂ કરવા માટે રોહિણી કોર્ટમાં લાવી હતી. આ દરમિયાન, વકીલનો પોશાક પહેરેલા બે માણસો ત્યાં આવ્યા અને તેઓએ ગોગી પર ગોળીબાર કર્યો. તેને બચાવવા માટે કાઉન્ટર ઇન્ટેલિજન્સની ટીમે હુમલાખોરો પર ગોળીબાર પણ કર્યો હતો, જેમાં બંને હુમલાખોરો મૃત્યુ પામ્યા હતા. આ બંને હુમલાખોરો વકીલનો ડ્રેસ પહેરીને રોહિણી કોર્ટમાં પ્રવેશ્યા હતા જેથી કોઈ તેમને રોકી ન શકે. આ ઘટનામાં માર્યા ગયેલા બંને બદમાશોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.

ટિલ્લુ ગેંગ સાથેની દુશ્મનાવટ એક દાયકા જૂની છે
આ ઘટનામાં ઘાયલ થયેલા જીતેન્દ્ર ઉર્ફે ગોગીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. દિલ્હી પોલીસનું કહેવું છે કે આ સમગ્ર ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત થયા છે. સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક જીતેન્દ્ર ગોગી અને અલીપોરના તાજપુરીયામાં રહેતા સુનીલ ઉર્ફે ટિલ્લુ વચ્ચે લગભગ એક દાયકાથી ગેંગ વોર ચાલી રહી છે. આ ગેંગ વોરમાં અત્યાર સુધીમાં 20 થી વધુ હત્યાઓ કરવામાં આવી છે. પોલીસ સુત્રોનું માનવું છે કે આ હત્યામાં સુનીલ ઉર્ફે ટિલ્લુ સામેલ હોઈ શકે છે. જો કે, આ અંગે માહિતી એકત્ર કરવા માટે પોલીસની ટીમ હજુ તપાસમાં વ્યસ્ત છે.

જીતેન્દ્ર બે વર્ષ પહેલા પકડાયો હતો

જિતેન્દ્રની બે વર્ષ પહેલા સ્પેશિયલ સેલે ગુરુગ્રામથી ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના જણાવ્યા અનુસાર જીતેન્દ્ર ગોગીએ ગુના દ્વારા ઘણી સંપત્તિ કમાવી હતી. જીતેન્દ્ર ગોગીના નેટવર્કમાં 50 થી વધુ લોકો છે. ઉલ્લેખનીય છે કે, જીતેન્દ્ર ગોગીની વર્ષ 2020 માં ગુરુગ્રામથી ધરપકડ કરવામાં આવી હતી. કુલદીપ ફઝા પણ ગોગીની સાથે પકડાયો હતો. કુલદીપ ફઝા 25 માર્ચે કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. ફઝા જીટીબી હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો ત્યારબાદ તેનું એન્કાઉન્ટર થયું હતું.

Most Popular

To Top