Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: શહેરના બે વિસ્તારમાં ધમધમતા જુગારધામો પર પોલીસે દરોડા પાડી જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન અલગ-અલગ 2 સ્થળોએ દરોડા પાડી 5 જુગારીયાઓને ઝડપી પાડી રોકડ, બાઈક અને મોબાઈલ મળી કુલ રૂ. 88,770 રૂપિયાની મત્તા કબજે કરી છે. શહેરની બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે ફરતા ફરતા સરદાર એસ્ટેટ સુપર બેકરીની આગળના મેઈન રોડ ઉપર આવતા બાતમી મળી હતી કે, સરદાર એસ્ટેટ રોડ નંબર 1ના સેડ નંબર સી-12 થી સેડ નંબર સી-13ની વચ્ચે આવેલા લોખન્ડના ડબ્બાની આડમાં કેટલાક લોકો ભેગા મળી જુગાર રમી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે સેડ નંબર સી-12 થી સેડ નંબર સી-13ની વચ્ચે દરોડો પાડી પોલીસે જુગાર રમી રહેલા 4 લોકોને ઝડપી પાડ્યા હતા.  પોલીસે અમીન ઘડિયાળી, મનોજ પ્રદ્યુમ્નભાઈ વ્યાસ, સતીષ જેન્તીભાઇ રાજપૂત અને બચુ દીપભાઈ શાહને ઝડપી પાડી અંગઝડતીના 7440, જમીનદાવના 3600, 25,500ની મતાના 4 મોબાઈલ અને 50,000ની મતાના 3 મોપેડ મળી કુલ રૂ, 86,540ની મત્તા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત સીટી પોલીસે ફતેપુરા ચાર રસ્તા પાસે જાહેરમાં આંક ફરકાનો જુગાર રમાડતા ગુલામ મહમદ ઉર્ફે ગુલ્લુભાઈ ઇસ્માઇલભાઈ સફિયાવાલાને  ઝડપી પાડી રોકડ રૂ, 2230ની મતા કબ્જે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

To Top