Gujarat

ગુજરાત પ્રવાસન ક્ષેત્રે વિવિધતાં ધરાવતુ દેશનું એકમાત્ર રાજ્ય છે : ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એવોર્ડ-2021ના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત પ્રવાસન ક્ષેત્રે વિવિધતાં ધરાવતુ દેશનું એકમાત્ર રાજ્ય છે. તેમણે કહ્યું હતું કે, ડેઝર્ટ ટુરિઝમ, એન્ડવેન્ચર ટુરિઝમ, સ્પિરિચ્યુઅલ એન્ડ રિલિજિયસ ટુરિઝમ તેમજ એન્સિએન્ટ એન્ડ હિસ્ટોરિક ટુરિઝમ, બોર્ડર ટુરિઝમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પેટ્રીઓટિક ટુરિઝમ, બિચ ટુરીઝમ સાથે ગુજરાતે પ્રવાસન ક્ષેત્રના સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસને સાકાર કર્યો છે.

પટેલે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા આયોજીત ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એવોર્ડના બીજા સંસ્કરણ અવસરે ટુરિઝમ-હોસ્પિટાલિટી સેક્ટરના વિવિધ 56 કેટેગરી ના એવોર્ડ્સ પ્રદાન પ્રદાન કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીને કારણે ટુરિઝમ અને ટ્રાવેલ સેક્ટરને વધુ અસર પડી છે. પરંતુ આપત્તિને અવસરમાં પલટવાની આગવી ખુમારી સાથે ગુજરાતે પ્રવાસન ઉધોગ ક્ષેત્રના વ્યવસાયને ફરી ધમધમતો કરવામાં સફળ આયામો સર કર્યા છે.

મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા બોર્ડર ટુરિઝમની દિશામાં હાથ ધરવામાં આવેલી નવતર પહેલનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, રાજ્યની બહારથી આવનારા પ્રવાસીઓ સરહદ વિશે વધુ જાણી શકે એ ઉદ્દેશથી સરહદ દર્શન પર્યટનનો વિકાસ શરૂ કરવામાં આવ્યો છે.

ગુજરાતના પ્રવાસનને વિશ્વ સ્તરે નંબર-૧ ઉપર લઈ જવાના લક્ષ્યાંક સાથે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવીને પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે, પ્રવાસનના વિકાસ થકી વિશ્વભરના પ્રવાસીઓ ગુજરાત તરફ વધુ આકર્ષિત થાય અને ગુજરાતના પ્રવાસી બને તે માટે રાજ્યના તમામ પ્રવાસન સ્થળોનો વિકાસ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.મોદીએ કહ્યું હતું કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં છે. એટલું જ નહિ ગુજરાત ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયા કિનારો પણ ધરાવે છે.

Most Popular

To Top