National

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે મહારાષ્ટ્રમાં ઓક્સિજનનો 95 ટકા સ્ટોક જાળવવા નિર્દેશ

મુંબઈ: કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે મહારાષ્ટ્રમાં ઓક્સિજનને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. મહારાષ્ટ્ર રાજ્યમાં ઓક્સિજનનું ઉત્પાદન (Oxygen Manufacturing Company) કરતી તમામ કંપનીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં 95 ટકા સ્ટોક જાળવવા નિર્દેશ આપવામાં આવ્યો છે અને આગામી આદેશ સુધી ઓક્સિજન સ્ટોક રાખવા સંબંધિત નિયમો અને શરતોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.

કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા અને લોકોને જરૂરી સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા મહારાષ્ટ્ર સરકારે ગાઈડલાઇન જાહેર કરી છે. ભવિષ્યમાં ઊભી થનાર ઓક્સિજનની માંગને પહોંચી વળવા માટે મહારાષ્ટ્ર સરકારે અત્યારથીજ તૈયારીઓ શરૂ કરી છે. રાજ્ય સરકાર દ્વારા ઓક્સિજનને લઈને નવી ગાઈડલાઈન (Oxygen Guideline) જાહેર કરવામાં આવી છે. જેમાં ઓક્સિજન ઉત્પાદકોને 95 ટકા ઓક્સિજનનો સ્ટોક કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર રાજ્યમાં એલએમઓનું ઉત્પાદન કરતી તમામ કંપનીઓને 30 સપ્ટેમ્બર 2021 સુધીમાં 95 ટકા ઓક્સિજન સ્ટોક (Oxygen Stock) રાખવા આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત દરેક પ્લાન્ટે ખાતરી કરવાની રહેશે કે તેના ઉત્પાદન કેન્દ્રમાં ઓક્સિજન સંપૂર્ણ ક્ષમતાથી ઉત્પન્ન થઈ રહ્યું છે. જાહેર આરોગ્ય વિભાગ અને મેડિકલ એજ્યુકેશન તેમજ ડ્રગ્સ વિભાગને પણ મહત્વની સૂચના આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, જાહેર આરોગ્ય વિભાગ અને મેડિકલ એજ્યુકેશન તેમજ ડ્રગ્સ વિભાગને ઓક્સિજનની વધુ માંગના કિસ્સામાં નોન-મેડીકલ ઓક્સિજનનો પણ ઉપયોગ કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં કોવિડ -19 ની બીજી લહેર એપ્રિલથી -જૂન મહિનામાં જોવા મળી હતી. આ દરમિયાન સાત લાખ કેસોમાં 1850 મેટ્રિક ટન ઓક્સિજનનો ઉપયોગ થયો હતો. કોવિડની બીજી લહેર (Corona Second Wave) દરમિયાન, એવું જોવામાં આવ્યું હતું કે ઘણા ઉત્પાદકો પાસે ઓક્સિજનનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ નથી અને તેઓ માંગ મુજબ સપ્લાય કરી શકતા નહોતા. આ અનુભવને ધ્યાનમાં રાખીને, કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે પહેલેથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

નિયમોનું ઉલ્લંઘન થાય તો આ અધિકારીઓને કાર્યવાહી કરવાની સંપૂર્ણ સત્તા
રાજ્ય સરકારની સૂચનાઓને ધ્યાનમાં રાખીને, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગના (Food and Drug Administration Department) કમિશનર દ્વારા રાજ્ય કક્ષાએ આ કામગીરી પર નજર રાખવામાં આવશે. તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ કામ કરવામાં આવશે અને નગરપાલિકા સ્તરે આ કામ મ્યુનિસિપલ કમિશનર(Municipal Commissioner) દ્વારા હાથ ધરવામાં આવશે. જો આ નિયમોનું ઉલ્લંઘન થાય તો આ અધિકારીઓને કાર્યવાહી કરવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે.

રાજ્યમાં તમામ સિનેમાઘરો 22 ઓક્ટોબરથી ખોલવાની જાહેરાત

દેશમાં મોટા બજેટની હિન્દી ફિલ્મોને ફરીથી રિલીઝ કરવાનો માર્ગ સાફ કરતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ શનિવારે રાજ્યમાં તમામ સિનેમાઘરો 22 ઓક્ટોબરથી ખોલવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં થિયેટરો બંધ થવાને કારણે લગભગ એક ડઝન મેગા-બજેટ ફિલ્મોની રિલીઝ અટકી ગઈ હતી, જે કોરોનાની બીજી લહેરથી બંધ હતી. દેશમાં હિન્દી ફિલ્મોના વ્યવસાયમાં મહારાષ્ટ્ર રાજ્યની ભૂમિકા સૌથી મહત્વની રહી છે. આ ફિલ્મોનું મુંબઈ વિતરણ ક્ષેત્ર સિનેમા ટિકિટના વેચાણથી કુલ બિઝનેસના 40 થી 50 ટકા જેટલું સર્જન કરે છે. થિયેટર ચેઈન સંચાલન સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓએ શનિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળ્યા આ દરમિયાન ઠાકરેએ ફિલ્મ ઉદ્યોગની સ્થિતિને સમજવા માટે આ બેઠકમાં રાજ્યના તમામ વરિષ્ઠ વહીવટી અધિકારીઓને પણ બોલાવ્યા હતા.

Most Popular

To Top