ઓલપાડના સાયણ ગામમાં ફેલાયેલા પાણીજન્ય રોગચાળાને પગલે કલેક્ટર આયુષ ઓકે સાયણના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી સઘન આરોગ્યલક્ષી કામગીરી માટે...
કોરોનાના મૃતકોને ન્યાય, તેમના પરિવારને વળતર આપોની માંગ સાથે સોમવારે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સભ્યો દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યો હતો.શોકદર્શક ઉલ્લેખ બાદ તુરંત...
મંદી-મોંઘવારી-બેરોજગારી જેવી સમસ્યાનો માર સહન કરી રહેલા રાજ્યના નાગરિકો કોરોના મહામારીમાં વધુ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખાનગી શાળા-કોલેજોના સંચાલકો વિદ્યાર્થી-વાલીઓ પાસેથી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 8,15,648 દર્દીઓ સાજા થયા છે. બીજી તરફ સોમવારે કોરોનાના નવા...
રાજ્ય સરકારે સોમવારે વિધાનસભા ગૃહમાં સ્વીકાર્યુ હતું કે અમરેલી અને દક્ષિણ ગુજરાત વચ્ચે રો-રો ફેરી સર્વિસનું આયોજન કરાયું છે.તાલાલાના ભગાભાઈ બારડના પ્રશ્નના...
વિધાનસભામાં પ્રશ્નોત્તરીગુજરાત ATS દ્વારા તાજેતરમાં ૭૨ કલાકના જાનના જોખમે ઓપરેશન હાથ ધરીને સાત કિલોથી વધુ હેરોઇન જપ્ત કરીને સાતથી વધુ ઈરાનિયન નાગરિકોને...
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર વિધાનસભા ગૃહના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ભૂજના ધારાસભ્ય ડૉ.નીમાબેન આચાર્યની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. વિધાનસભામાં નવમાં સત્રના પ્રથમ...
ગાંધીનગર: (Gandhinagar) બંગાળના ખાડીમાં (Bay of Bangal) સક્રિય થયેલું ગુલાબ વાવાઝોડું (Gulab Cyclone) બંગાળની ખાડીથી આગળ વધ્યું છે. આ વાવાઝોડું આગામી 24...
કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમ થઈ જાય ત્યાર બાદ ન્યાત-જાત, ઊંચ-નીચ કશું જ દેખાતું નથી. પ્રેમમાં પાગલ પ્રેમીપંખીડાઓ પોતાના...
સુરત: સુરતના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં રોગચાળો (Cholera in Sayan of Olpad, Surat) ફાટી નીકળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અહીંના એક...
સુરત: (Surat) સને 2006માં તાપી નદીમાં ભારે પૂરે અબજો રૂપિયાનું નુકસાન કર્યું હોવા છતાં પણ ઉકાઈ ડેમના મેનેજમેન્ટમાં તંત્રવાહકો હજુ પણ ફાંફા...
સોશિયલ મિડીયામાં અતિલોકપ્રિય એપ્લીકેશન વોટ્સએપને (Whatsapp) લઈને એક મોટી માહિતી સામે આવી છે. વોટ્સએપ (Whatsapp) દ્વારા પ્રાઈવેસી અને સેફ્ટીના મુદ્દે વારંવાર અપડેટ...
સુરત: (Surat) હાલમાં વરસાદ (Rain) ચાલી રહ્યો છે ત્યારે છત્રી રાહદારીની સૌથી મોટી સાથી હોય છે. બીજી તરફ વરસાદ વગર પણ છત્રીનો...
આજે સોમવારથી ગુજરાત વિધાનસભામાં બે દિવસીય ચોમાસું સત્ર ચાલુ થયું છે. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળની પહેલા જ દિવસે કસોટી...
સુરત: (Surat) આખરે સપ્ટેમ્બર મહિનામાં છેલ્લે છેલ્લે ઉકાઈ ડેમની (Ukai Dam) સપાટી સુરતીઓની બ્લડ પ્રેશર વધારી રહી છે. ગઈકાલે એટલેકે રવિવારે રાત્રે...
રવિવારે RCB ની ટીમના બોલર સામે જબરદસ્ત સિક્સ ફટકારનાર મહેન્દ્રસિંહ ધોનીની (Mahendrasinh Dhoni) CSK ટીમના ઓલરાઉન્ડર ખેલાડીએ રીટાયરમેન્ટની જાહેરાત કરી છે. હવે...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકામાં સૌથી વધારે વરસાદ (Rain) પડતો હતો પરંતુ આ વર્ષે અંકલેશ્વરમાં (Ankleshwar) સૌથી વધારે વરસાદ પડ્યો છે....
પાકિસ્તાન (Pakistan)ના ગ્વાદરમાં મોહમ્મદ અલી જીન્ના (Mo. Ali Jinna)ની પ્રતિમા બોમ્બ (JINNA IDOL BLAST) હુમલામાં નાશ પામી હતી. પાકિસ્તાનમાં પ્રતિબંધિત બલોચ (Baloch) લિબરેશન...
વ્યારા: (Vyara) સોનગઢનાં (Songadh) બોરદા વિસ્તારના ફતેપુર ગામની પ્રા.શાળાના (School) લંપટ આચાર્યએ ધોરણ-૫માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને સફાઈ કામ માટે શાળામાં બોલાવી શારીરિક...
સુરત: (Surat) શહેરમાં ફરી કોરોનાનો સળવળાટ વધી રહ્યો છે. મહાનગર પાલિકાનો આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યો છે. શહેરમાં પર્યુષણ અને ગણપતિના તહેવારો...
સુરત: (Surat) સુરત શહેર વિસ્તારમાં મહાનગરપાલિકા (Corporation) દ્વારા દબાણ હટાવવાની કામગીરી, ગેરકાયદેસર કબજાઓ દૂર કરવા તેમજ રખડતાં ઢોરને પકડવા જેવી વિવિધ પ્રકારની...
સુરત: દેશને સ્વતંત્ર થવાને ૭પ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ (Aazadi ka Amrut Mahotsav) ઉજવવામાં આવી રહ્યો...
બે હજાર વર્ષ પહેલાંના ભારતને ‘સોને કી ચીડિયા’ કહેવાતો દેશ હતો. ઇતિહાસ સાક્ષી છે કે ભારતમાંથી મોગલો અને અંગ્રેજો દ્વારા લૂંટાય એટલું...
સુરત: ઉપરવાસમાં ભારે વરસાદને (Heavy Rain) પગલે સુરતની (Surat) જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણીની આવક ઉત્તરોત્તર વધી રહી છે. ડેમમાં...
આવું મથાળું વાંચીને જ હસવું આવે કાં?? વાંચવામાં જ થોડું અટપટું લાગે ને!! જો કે એમાં એવું છે કે સ્ત્રીઓ(ના સ્વભાવ અને...
સૃષ્ટિના પ્રારંભથી જ ઈશ્વરના અસ્તિત્વ અંગે વિવિધ મતમતાંતર ચાલે છે. ઘણાં પૂરી શ્રદ્ધા સાથે ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારે છે જ્યારે કેટલાંક તેનો ઇન્કાર...
આપણે ભગવાનના વ્યાપક સ્વરૂપને સમજ્યા. તેમાં ભગવાને કહ્યું હતું કે હું સર્વ બુદ્ધિશાળીઓમાં બુદ્ધિ તત્ત્વ છું. આ અંકમાં આપણે માનવની બુદ્ધિ મનથી...
પ્રાચીન કાળમાં ભર્તૃહરિ નામના મહાન રાજા થઇ ગયા. તેઓ બહુ મોટા ધર્માત્મા અને વિદ્વાન હતા. તેમનું સામ્રાજય અતિ વિશાળ હતું. તેમના મહેલો...
વ્યકિતના મૃત્યુ પછીથી તેમને નિમિત્તે શ્રાદ્ધ થાય છે. શ્રાદ્ધ પાછળની મૂળ કલ્પના તો મરનાર વ્યકિતનો સારો વિચાર જો પૂરો થયો ન હોય...
ખેડૂતો વિરૂદ્ધના કાળા કાયદાના વિરોધની આગ સુરત સુધી આવી પહોંચી છે. આજે ઓલપાડ અને કામરેજ હાઈવે પર ખેડૂતો તથા આમ આદમી પાર્ટી...
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
ઓલપાડના સાયણ ગામમાં ફેલાયેલા પાણીજન્ય રોગચાળાને પગલે કલેક્ટર આયુષ ઓકે સાયણના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી સઘન આરોગ્યલક્ષી કામગીરી માટે જુદી-જુદી ટીમોને યુદ્ધના ધોરણે કામે લગાડી છે. સાયણની મુલાકાત લઈ બાદ તંત્ર દ્વારા લેવામાં આવેલાં પગલાંની વિગતો આપતાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, ‘કોલેરાના ૧૬૫ દર્દી નોંધાયા છે, જેમાંથી ૩૭ સ્વસ્થ થઇ જતાં રજા આપવામાં આવી છે.
જ્યારે અન્ય દર્દીઓની હાલત સ્થિર છે. રોગગ્રસ્ત વિસ્તારમાં ૨ સોસાયટી અને ૫ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગ દ્વારા સાયણમાં ડોર ટુ ડોર સરવે માટે ૧૫ આરોગ્ય ટીમ બનાવી કાર્યરત કરાઈ છે, જેમાં એક ટીમમાં ત્રણ આરોગ્યકર્મી સામેલ છે. જે સતત આરોગ્ય સરવે કરી દર્દીઓના નિદાન-સારવાર માટે સક્રિય છે. આરોગ્ય ટીમ દ્વારા લેબ ટેસ્ટિંગ માટે પાણીનાં ૨૫ સેમ્પલ અને ઝાડા(stool)નાં ૧૫ સેમ્પલ લેવામાં આવ્યાં છે.
સારવાર વ્યવસ્થા માટે વધારાના ૬ ડોક્ટરની ફાળવણી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ત્રણ એમ્બ્યુલન્સ અને બે ૧૦૮ એમ્બ્યુલન્સ અસરગ્રસ્ત વિસ્તારમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. કલેક્ટરે ઈન્ફેક્શનનો સ્ત્રોતને શોધી લેવામાં આવ્યો હોવાનું જણાવતાં ઉમેર્યું કે, ૪ ખાનગી બોરવેલ અને ગ્રામ પંચાયતના એક બોરવેલનું દૂષિત પાણી રોગચાળા માટે કારણભૂત છે. આ બોરવેલના પાણીનો અન્ય લોકો ઉપયોગ ન કરે એ માટે સઘન નિગરાની રાખવામાં આવી રહી છે. લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે એ માટે ગ્રામ પંચાયત દ્વારા પેકેજ્ડ મિનરલ વોટરની બોટલોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આરોગ્ય સુવિધામાં મુશ્કેલી ન સર્જાય એ માટે ઊભી કરવામાં આવેલી વ્યવસ્થા અંગે કલેક્ટરે જણાવ્યું કે, સાયણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વર્તમાન ૫૦ બેડની ક્ષમતા છે, જેમાં વધારાના ૩૫ બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અહીં વધારાના ૨ ડોક્ટર અને ૧૦ નર્સિંગ સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે. રોગચાળાને ફેલાતો અટકાવવાં છેલ્લા ૪ દિવસની સર્વેલન્સ કામગીરીમાં ૨૧૨૦ લોકોનો સરવે કરાયો છે. જે પૈકી ૭૦૦ વ્યક્તિઓને આગોતરી સારવાર આપવામાં આવી છે. જ્યારે તમામ ઘરોમાં ક્લોરીન ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાએ સફાઈ કામગીરી માટે ૫૦ સફાઇ કર્મચારીઓની ટીમને કામે લગાડવામાં આવી છે. કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારના તમામ લોકોને આગામી ૧૫ દિવસ સુધી ઉકાળેલું પાણી જ પીવાનો અનુરોધ કર્યો છે.
જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, CHC સુપરિન્ટેન્ડેન્ટ સહિત જિલ્લા જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર ટીમે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી, અને સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે એ માટે વિવિધ ટીમો કાર્યરત કરી છે.
આંગણાં અને સોસાયટીઓને સ્વચ્છ રાખો
કલેક્ટરે ડ્રેનેજ સિસ્ટમ અને ગટરલાઈન, પાણીની પાઇપલાઇનની ચકાસણી કરવા અને લીકેજ હોય તો સત્વરે દુરસ્ત કરવા માટે તાલુકા પંચાયતના અધિકારીઓને જણાવ્યું હતું. અસરગ્રસ્ત વિસ્તારના રહીશોને સીઆરપીસી કલમ ૧૩૩ કલમ અન્વયે નોટિસ દ્વારા તેમનાં આંગણાં, સોસાયટીઓને સ્વચ્છ રાખવા અને ઉકાળેલા, ફિલ્ટર કરેલા પાણીનું જ સેવન કરવા સૂચના આપવામાં આવી છે.
હાલ ૧૩૧ દર્દી સારવાર હેઠળ
સાયણ આદર્શનગર બે અને ત્રણમાં ચોથા દિવસે પણ સાયણ જનરલ હોસ્પિટલમાં ૧૩, જીવનરક્ષા હોસ્પિટલમાં ૧૪, સાયણ સીએચસીમાં ૧૫, સિવિલ હોસ્પિટલમાં ૫ દાખલ થતાં વધુ ૪૭ ઝાડા-ઊલટીના કેસ નોંધાયા છે. અને સોમવારના રોજ વધુ ૩૪ દર્દીને રજા આપતાં હાલ ૧૩૧ દર્દીને સારવાર અપાઈ રહી છે. હજુ સુધી ઝાડા-ઊલટીના રોગ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહેતો આરોગ્ય વિભાગ પણ કમરતોડ મહેનત કરી રહ્યો છે.