Charchapatra

‘ગુજરાતમિત્ર’ લોકપ્રિયતા ખરીદતું નથી

‘ગુજરાતમિત્ર’ ૧૫૯ મા વર્ષમાં પ્રવેશ્યું. ગુજરાતના સહુથી જૂના અખબાર તરીકે તેની પ્રતિષ્ઠા છે. આજના સમયમાં પણ તે પોતાની રસમો જાળવી વાચકોમાં ટકી ગયું છે. બીજાં અખબારો વારંવાર જાતજાતની લાલચ આપી લોકપ્રિયતા ખરીદે છે. ‘ગુજરાતમિત્ર’ને એવી જરૂર પડી નથી. તે પોતાના સમાચારોમાં નિષ્પક્ષતા વડે આદર પામે છે. પૂર્તિ અને તંત્રીપાનું રસપ્રદ વાંચન અને પૃથકકરણ પૂરું પાડે છે. આવનારાં વર્ષોમાં આવાં અખબાર જ વાચકોમાં ટકશે.
ગોધરા- ભગવતીપ્રસાદ સીકલીગર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top