Top News

PM મોદીએ આ સ્પેશ્યિલ ગિફ્ટ આપતા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ ભાવુક થઈ ગયા!

કોરોના મહામારી બાદ પહેલીવાર અમેરિકાના પ્રવાસે ગયેલા PM નરેન્દ્ર મોદી (PM Modi America Visit) અમેરિકાના નેતાઓ માટે વિશેષ ભેંટ લઈ ગયા છે. ગુરુવારે મોદી ભારતીય મૂળના અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા હતા. મોદીએ કમલા હૈરિસને (Modi special gift to kamala harris) એવી ભેંટ આપી હતી જે જોઈને હૈરિસ ચોંકી ગઈ હતી. આ ભેંટ જોતાની સાથે જ કમલાને તેના બાળપણની યાદો તાજી થઈ ગઈ હતી.

અમેરિકામાં કમલા હેરિસની સાથે સાથે જપાન અને ઓસ્ટ્રેલીયાનાં વડાપ્રધાન સાથે પણ પીએમ મોદીએ મુલાકાત કરી છે ત્યારે ભારતમાંથી પીએમ ઘણા બધી ભેટ પણ લઈ ગયા છે.  અમેરિકામાં ખાસ લોકો સાથે બેઠક બાદ પીએમ મોદીએ વિશ્વના આ તમામ મોટા નેતાઓને ખાસ ગિફ્ટ આપી છે. પીએમ મોદીએ કમલા હેરિસને તેમના દાદાજીથી સાથે જોડાયેલી એક ભેંટ આપી છે. કમલા હૈરિસના દાદાના જીવન સાથે સંકળાયેલી કેટલીક સૂચનાઓની એક કોપી ભેંટ તરીકે આપી છે. આ કોપીને ફ્રેમ કરવામાં આવેલી છે.

  • કમલા હૈરિસના દાદાના જીવન સાથે સંકળાયેલી સૂચનાઓની કોપી આપી
  • ગુલાબી મીનાકારી સાથે ચેસનો સેટ પણ મોદીએ ભેંટ આપ્યો
  • ઓસ્ટ્રેલિયાના સ્કોટ મોરીસનને ગુલાબી મીનાકારીવાળો જહાજ આપ્યો

નોંધનીય છે કે કમલા હેરિસનાં દાદાજી સન્માનિત સરકારી અધિકારી હતા અને તેમણે ઉચ્ચ પદો પર સેવા આપી હતી. આ સિવાય તેમણે હેરિસને ગુલાબી મીનાકારી સાથે ચેસનો સેટ પણ ગિફ્ટ આપ્યો છે. નોંધનીય છે કે આ ચેસ ખૂબ જ ખાસ છે કારણ કે તે કાશી સાથે જોડાયેલ છે. આ ચેસમાં એક એક મ્હોરા પર ખૂબ જ બારીક હાથો દ્વારા જ નકશીકામ કરવામાં આવ્યું છે.  આ પહેલા પીએમ મોદીએ ઑસ્ટ્રેલિયાનાં સ્કોટ મોરિસન સાથે મુલાકાત કરી હતી જેમા તેમણે ગુલાબી મીનકારી વાળા જહાજ તેમને ભેટ આપ્યા છે. આ જહાજ હાથોથી જ તૈયાર કરવામાં આવ્યા છે. 

જાપાનનાં વડાપ્રધાનને ચંદનનાં બુદ્ધની પ્રતિમા ભેંટમાં આપી
જપાનનાં પ્રધાનમંત્રી યોશીહીદે સુગા સાથે મીટિંગ બાદ પીએમ મોદીએ તેમને ચંદનનાં બુદ્ધની પ્રતિમા ગિફ્ટ આપી છે. ખાસ વાત છે કે જપાન અને ભારત વચ્ચેનાં સંબંધનોમાં બૌદ્ધ પંરપરાની ખૂબ જ મોટી ભૂમિકા છે. ભગવાન બુદ્ધનાં વિચાર અને આદર્શ જપાનમાં દૂર દૂર સુધી રહે છે. નોંધનીય છે કે પીએમ મોદી જપાન ગયા ત્યારે તેઓ બુદ્ધ મંદિરોમાં ગયા હતા.

Most Popular

To Top