Top News

More Posts

   The Latest

Most Popular

રશિયાની (Russia University) એક યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરીંગની હિંચકારી ઘટના સામે આવી છે. અહીં એક વિદ્યાર્થીએ યુનિવર્સિટીની અંદર જ લોકોની સામે બંદૂક તાણીને આડેધડ ગોળીબાર (Shooting) કરી દેતાં ભાગદોડ મચી ગઈ છે. જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો રીતસરના હવાતિયાં મારતા દેખાયા છે. આ ઘટનાના ફોટા અને વીડિયો વાયરલ થયા છે, જે હૃદય હચમચાવી દેનારા છે.

રશિયાની રૂસ યુનિવર્સિટીમાં આજે સવારે એક વિદ્યાર્થીએ સરાજાહેર લોકો પર ફાયરીંગ શરૂ કરી દીધું હતું. આ ગોળીબારમાં અત્યાર સુધીમાં 8 લોકોના મૃત્યુ (Eight People were Killed) થયા હોવાની વિગતો બહાર આવી છે. 6 લોકો ઈજાગ્રસ્ત (Six Injured) થયા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. રશિયાની પર્મ (Perm City) સિટીની આ ઘટના છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે કે લોકો પોતાનો જીવ બચાવવા માટે પહેલાં માળની બારીમાંથી નીચે કૂદી રહ્યાં છે.

આ ઘટના વિશે મળેલી માહિતી અનુસાર એક અજાણ્યો યુવક પીએસયુની બિલ્ડીંગમાં ઘૂસી ગયો હતો અને ફાયરીંગ શરૂ કરી દીધું હતું. આ યુવક સવારે લગભગ 11 વાગ્યે યુનિવર્સિટીના કેમ્પસમાં ગયો હતો. અંધાધૂંધ ફાયરીંગ કર્યા બાદ તે યુવક ભાગી ગયો હતો.
રૂસની ટીએએસએસ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ફાયરીંગથી બચવા માટે કેટલાંક વિદ્યાર્થીઓએ પોતાને યુનિવર્સિટીના ઓડીટોરીયમમાં બંધ કરી દીધા હતા. જેથી તેઓ હુમલાખોરથી છૂપાઈ શકે. જ્યારે કેટલાંક વિદ્યાર્થીઓ બારીમાંથી કૂદીને ભાગતા દેખાયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. રૂસની તપાસ કમિટી અનુસાર હુમલાખોર 18 વર્ષનો યુનિવર્સિટીનો વિદ્યાર્થી હોવાની માહિતી મળી છે. રિપોર્ટ અનુસાર હુમલાખોર પાસે ટ્રોમેટિક (Traumatic) ગન હતી.

ફાયરીંગનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી

યુનિવર્સિટીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર હજુ સુધી ગોળીબારનું કારણ સ્પષ્ટ થયું નથી. હુમલાખોર પાસે અન્ય કોઈ હાનિકારક હથિયાર નથી. પર્મ સ્ટેટ યુનિવર્સિટીની પ્રેસ સર્વિસ તરફથી કહેવામાં આવ્યું છે કે, અમુક વિદ્યાર્થીઓ અને સ્ટાફે પોતાને રૂમની અંદર બંધ કરી દીધા છે. યુનિવર્સિટી ઓથોરિટી તરફથી તેમને કેમ્પસ ના છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પર્મ યુનિવર્સિટી 104 વર્ષ જૂની છે
પર્મ યુનિવર્સિટી રશિયાની સૌથી જૂની યુનિવર્સિટીઓ પૈકી એક છે. તેની સ્થાપના ઈ.સ. 1916માં થઈ હતી. આ યુનિવર્સિટી પર્મમાં સેન્ટ પીટસબર્ગ યુનિવર્સીટીની બ્રાન્ચ તરીકે સ્થાપિત કરવામાં આવી હતી. રશિયાની સરકારે આર્થિક વિસ્તારની ભૌગોલિક અને સાંસ્કૃતિક રણનીતિને ધ્યાનમાં રાખીને આ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. આ યુનિવર્સિટીને શરૂ કરવાનો હેતુ ઉરાલ લોકો વચ્ચે શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો. આ આઈડિયાને ડીઆઈ મેનદેલીવ અને અન્ય લોકોએ સપોર્ટ કર્યો હતો.

To Top