સંખેડામાં ગેરકાયદેસર રેતીના જથ્થા સાથે લોડર મશીન અને એક હાઇવા ટ્રક ઝડપાઈ

સંખેડા: સંખેડાના હાડોદ રોડ પેટ્રોલ પંપ સામેથી ગેરકાયદેસર રેતી નો સ્ટોક માંથી રેતી ભરેલી હોવાની બાતમી મળતા ગોલાગામડી ખાતે આવેલ ચેક પોસ્ટ પરના ખાણ ખનીજ ખાતાના અધિકારીને મળી હતી.  અધિકારીઓને મળેલ બાતમી આધારે ખાન ખનીજ ખાતાના કર્મચારી હિતેશ રામાણી તેમજ યોગેશભાઈ સોજાની તપાસ હાથ ધરતા સ્થળ પરથી એક લોડર મશીન તેમજ એક હાઇવા ટ્રક પણ મળી આવી હતી ઝડપાયેલા બંને વાહનોને ગોલાગામડી ચેકપોસ્ટ ખાતે મુકવામાં આવ્યા છે અંદાજે 40 લાખ રૂપિયાનો મુદ્દામાલ ખાણ ખનીજ ખાતા એ ઝડપી નાખ્યો છે. ખનિજ માફીયાઓ પર લગામ કસવા ખાણ ખનિજ વિભાગના કર્મચારીઓ સતત ચોકન્ના રહી સક્રિય બન્યા છે.

Related Posts