Top News

More Posts

   The Latest

Most Popular

તમે કોઈ દિવસ નહિ સાંભળ્યું હોય કે કોઈ ઝાડનું ધ્યાન રાખવા આખો દિવસ અને રાત પોલીસ હાજર હોય. જો તેનું એક પાંદડું પણ તૂટીને નીચે પડે તો તમામ લોકો ટેન્શનમાં આવી જાય છે. મુખ્ય વાત તો સ એ છે કે, આ વૃક્ષનું કોઈ ખાસ VIP માણસ ની જેમ મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવે છે. અમે અહીં વાત કરી રહ્યા છીએ એક VVIP વૃક્ષની જેનું નામ છે બોધી વૃક્ષ (BAUDHI TREE). તેને શ્રીલંકાના રાષ્ટ્રપતિએ અહીં આવીને રોપ્યું હતું. એવું આવી રહ્યું છે કે, બૌદ્ધ ધર્મગુરુ માને છે કે, ભગવાન બુદ્ધે બોધગયામાં આ વૃક્ષની નીચે જ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમજ ભારતના સમ્રાટ અશોક પણ આ જ વૃક્ષની શાખાને શ્રીલંકા માં લઈને ગયા હતા.

સાંચી સ્તૂપની નજીક આવેલી આ એક પહાડી પર એક વેરાન સ્થાન પર આ વૃક્ષને રોપવામાં આવ્યું છે. 15 દિવસમાં એકવાર સરકાર ચેક કરાવે છે. જરૂરી ખાતર અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. સરકારનો પુરે પુરો પ્રયત્ન રહે છે કે, વૃક્ષનું એક પાન પણ ના તૂટે. આથી 24 કલાક તેની રક્ષા કરવામાં આવે છે. આ વૃક્ષની ચારેબાજુને તાર લગાવવામાં આવ્યા છે અને તેની પૂરતી દેખરેખ કરવામાં આવે છે.

સામાન્ય રીતે માણસો તેને પીપળાનું વૃક્ષ માને છે, પરંતુ તેની કડક સુરક્ષાને જોતા તેમના મગજમાં એ પ્રશ્ન જરૂર ઉઠે છે કે, આ વૃક્ષ આટલું ખાસ શા માટે છે. 15 ફૂટ જેટલી ઊંચી જાળીઓ લગાવવામાં આવી છે. અને આસપાસ ઊભેલા પોલીસના ને જોતા આ વૃક્ષ કોઈ VVIP જેવું જ લાગે છે. તેની સુરક્ષા અને તેના સ્વાસ્થ્યનું ધ્યાન સરકાર એ રીતે રાખે છે, જેને રણે લોકો તેને VVIP વૃક્ષ નાં નામે ઓળખવા લાગ્યા છે. તમામ પ્રકારની સુરક્ષા જોવા મળે છે વૃક્ષ મધ્ય પ્રદેશની રાજધાનીની પાસે સ્થિત સાંચીની પહાડી પર હાજર છે.

દૂર દૂર થી લોકો જોવા આવે છે સરકારે તેના માટે ખાસ અલગ વ્યવસ્થા પણ ઉભી કરી છે. તેની દેખરેખ ઉદ્યાનિકી વિભાગ, રાજસ્વ, પોલીસ અને સાંચી નગરપરિષદ મળીને કરે છે. આ તમામ વિભાગ આ બોધિ વૃક્ષનું ધ્યાન રાખવા માટે હંમેશાં તૈયાર રાખવામાં આવે છે.

To Top