‘ઈમરાન ખાન ઈન્ટરનેશનલ ભિખારી છે’, દેશની દુર્દશા માટે પાકિસ્તાનીઓએ ઈમરાન ખાનને જવાબદાર ગણાવ્યા

લાહોર: પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાનને (PM Imran Khan) તેમના જ દેશના લોકોએ ઈન્ટરનેશનલ ભિખારી (International beggar) ગણાવ્યા છે. જમાત-એ-ઈસ્લામી (JI)ના વડા સિરાજુલ-હકે કહ્યું કે પાકિસ્તાનના વડા પ્રધાનની વિદાય એ આર્થિક સંકટનો સામનો કરી રહેલા દેશની તમામ સમસ્યાઓનો ઉકેલ છે. લાહોરમાં (Lahor) સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ (Election) પહેલા સભાને સંબોધતા, તેમણે દેશમાં નવી ચૂંટણીઓ માટે અપીલ કરી.

હકે પેટ્રોલિયમની કિંમતો વધારવા માટે ઈમરાન સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે ઈમરાન ખાન અને પાકિસ્તાન સાથે મળીને ચાલી શકે નહીં. જિયો ન્યૂઝે હકને ટાંકીને કહ્યું કે, આ દેશમાં રાજકારણમાંથી નફા, નુકશાન માટે કોઈ જગ્યા બાકી નથી. કારણ કે ઈમરાન ખાનની વિદાય એ તમામ સમસ્યાઓનો ઉકેલ હશે.

‘પાક પીએમ આંતરરાષ્ટ્રીય ભિખારી બની ગયા છે’
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે પાકિસ્તાનની વિવાદાસ્પદ ડીલ પર સિરાજુલ હકે કહ્યું કે પાક પીએમ આંતરરાષ્ટ્રીય ભિખારી બની ગયા છે. તેમણે એમ પણ કહ્યું કે પીટીઆઈની આગેવાની હેઠળની વર્તમાન સરકાર દેશનું સંચાલન કરવામાં અસમર્થ છે. વાસ્તવમાં, પાકિસ્તાન આ દિવસોમાં મોટી નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, જેની વચ્ચે આ આકરી ટીકા સામે આવી છે.
વિપક્ષે નાણાકીય બિલ પસાર કરવાનો ઇનકાર કર્યો . પાકિસ્તાનની USD 6 બિલિયન એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી (EFF)ની છઠ્ઠી સમીક્ષા માટે સપ્લીમેન્ટરી ફાઇનાન્સ બિલની મંજૂરી જરૂરી હતી.

ઈમરાન ખાનની સરકારમાં દેશમાં સદીની સૌથી મોટી કટોકટી સર્જાઈ
JI વડાએ કહ્યું કે શાસક સરકાર દાવો કરતી હતી કે તે અર્થતંત્રની ચેમ્પિયન છે, પરંતુ કંઈ બદલાયું નથી. તે નવી મશીનરીમાં જૂના ભાગોનો જ ઉપયોગ કરે છે. ગયા અઠવાડિયે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના પ્રમુખ બિલાવલ ભુટ્ટો-ઝરદારીએ ઈમરાન ખાનને સદીનું સંકટ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ સરકાર દરેક મોરચે નિષ્ફળ ગઈ છે. તેમણે કહ્યું હતું કે IMF સાથે સરકારના કરારની દેશ પર વિનાશક અસર પડશે.

Most Popular

To Top