મોબાઇલ ફોનનો બાળકો ખોટો ઉપયોગ ન કરે તે જુઓ

વર્તમાન સમયમાં નાની વયના બાળકોમાં મોબાઇલ ફોન જેવા ઉપકરણોના ઉપયોગનો પ્રભાવ દિન-પ્રતિદિન વધતો જાય છે. જેના ઘણાં હકારાત્મક પાસાઓ સાથે તેની ગંભીર નકારાત્મક અસરો પણ જોવા મળે છે. ખાસ તો બાળકોને ઓનલાઇન શિક્ષણના ઉપયોગ માટે આ ઉપકરણો આપવામાં આવે છે પરંતુ ઓનલાઇન શિક્ષણ કરતા બમણો ઉપયોગ બાળકો બિનજરૂરી ગેમ્સ અને એપ્લીકેશનમાં કરે છે. જેની અસર તેમના અભ્યાસ અને સ્વાસ્થ્ય પર પડે છે. ઘણાં માતા પિતા પોતાનું બાળક આ ઉપકરણોનો ઉપયોગ કયા હેતુસર કરે છે તે જાણવાની જિજ્ઞાસા ધરાવતા નથી. પરિણામે બાળકોને આ ઉપકરણોનો સ્વતંત્ર ઉપયોગ કરવાની છૂટ મળી જાય છે. અભ્યાસ અને હકારાત્મક મનોરંજન માટે આ ઉપકરણો સમય મર્યાદામાં આપવામાં આવે તો અવશ્ય બાળકો બિનજરૂરી ગેમ્સ અને એપ્લીકેશનમાં પોતાનો કિંમતી સમય બગાડવાથી બચી જશે.
માંડવી             – વૈભવી ચૌધરી-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top