નેતાઓ ભીડ ભેગી કરે તો ત્યાં કોરોના નથી થતો ?

કોરોના સંપૂર્ણપણે કાબુમાં આવ્યો નથી અને દિન-બ-દિન અન્ય દેશોમાં વધતો જ જાય છે. એટલું જ નહીં પરંતુ જીવલેણ ઓમિક્રોને પગ પેસારો કરી દીધો છે. છતાં પણ રાજકારણીઓ આમજનતાને આમંત્રીતને આવનારી ચૂંટણીને લક્ષ્યમાં લઇ સમારંભો, રેલીઓ અને ભીડવાળા કાર્યક્રમો જયાં આમજનતા મોટી સંખ્યામાં એકત્રિત થઇને અન્યોન્ય એકબીજાના નજીકનાં સંપર્કમાં આવી શકે તેવું આયોજન કરે છે. ત્યાં જીવલેણ રોગોથી બચવા માસ્કનો ઉપયોગ પણ કરતા નથી. શું રાજકિયક્ષેત્રે રાજકારણીઓ અને તેમને મદદરૂપ થનાર માટે અપવાદ હોય છે ? કે પછી પરોપ દેશે પાંડિત્યમ્ કે પછી જીવલેણ રોગોની સમસ્યા વખતે ચૂંટણીના નશામાં આમજનતાનું ધ્યાન બીજે દોરવા માટે ચૂંટણી અંગેની રેલીઓ, સભાઓ અને મોટા તહેવારોમાં શાસકો જલસાઓનું આયોજન કરે શું તે યોગ્ય છે.?
અડાજણ   – ભૂપેન્દ્ર. સી. મારફતિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top