ગુજરાતના આશરે બે હજાર બાળકોનાં હાથમાં ભિક્ષાનો કટોરો?

દેશના ભાવિ એવા બાળકના હાથમાં ભણવાના અને રમવાના સાધનો હોય તો તેને સાચા અર્થમાં વિકાસની નિશાની ગણી શકાય. પરંતુ ગુજરાતમાં બે હજારથી વધુ બાળકો એવા છે જેમના હાથમાં ભણવા-રમવાના સાધન નહીં પણ ભીક્ષાનો કટોરો છે. ગુજરાતમાં ચૌદ વર્ષની વય સુધીના એક હજાર નવસો બ્યાંસી બાળકો ભીખ માંગીને ગુજરાન ચલાવી રહ્યા છે. લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન એક પ્રશ્નના ઉત્તરમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. જો કે ગુજરાતમાં ભીખ માંગીને ગુજરાન ચલાવનારા બાળકોનો આ સત્તાવાર આંક છે. બિન સત્તાવાર આંક હજુ ખૂબ જ વધુ હોવાનો જાણકારોનો મત છે. કેન્દ્ર સરકારે અને ગુજરાત સરકારે ઉપર્યુકત હકીકતને ગંભીરતાપૂર્વક લક્ષમાં લઇ તાકીદે યોગ્ય ઘટતા પગલાંઓ લઇ પરિસ્થિતિમાં યોગ્ય બદલાવ લાવવાની જરૂર છે.
પાલનપુર                   – મહેશ વી. વ્યાસ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top