Top News

More Posts

   The Latest

Most Popular

મહાત્મા ગાંધીજીની 152મી જન્મ જયંતિ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે અમદાવાદના થલતેજ વિસ્તાર સ્થિત યશ ખાદી ભંડાર ખાતેથી ખાદી ખરીદી કરી હતી. મુખ્યમંત્રીએ સ્વયં ખાદીની ખરીદી કરીને સ્વદેશીની ભાવનાને બળ પૂરું પાડી નાગરિકોને સ્વદેશી ચીજ વસ્તુઓના ઉપયોગ માટે પ્રોત્સાહિત કર્યા હતા.

ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલે અમદાવાદ સ્થિત સાબરમતી ગાંધી આશ્રમ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. તેમણે અહીંના ખાદી ભંડાર ખાતે ખાદીના કપડાંની ખરીદી કરી હતી. આ ખરીદી સંપુર્ણ કેશલેસ કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી પ્રદિપ પરમાર, રાજ્યકક્ષાના મંત્રી જગદિશ પંચાલ, અમદાવાદ મહાનગરના મેયર કિરીટ પરમાર અને અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ, અમદાવાદ મનપામાં સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ તેમજ અમદાવાદ શહેરના કોર્પોરેટરો, પદાધિકારીઓ અને હોદેદારોઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

To Top