Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનો ડિટેકટ કરવા સ્ટેશન વિસ્તારમાંથી પાણીગેટ પોલીસની ટીમે બાતમીના આધારે તેમજ સીસીટીવી ફૂટેજ અને ઇગુજકોપ એપ્લિકેશનની મદદથી રીઢા ઘરફોડ ચોરને ચોરી કરેલા 7 મોબાઈલ  સાથે ઝડપી પાડ્યો છે. તેમજ પોલીસે રીઢા ચોરને પકડી શહેરના બે પોલીસ મથકમાં નોંધાયેલ 3 ગુના ડિટેકટ કર્યા છે. શહેરમાં ઘરફોડ ચોરીના ગુનાઓ રોજ બરોજ વધતા રહ્યા છે .

ત્યારે ઘરફોડ રીઢા ચોરને ઝડપી પાડવા શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ મારફતે ઘરફોડ અને વાહન ચોરી જેવા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા દોરવણી આપવામાં આવી હતી. ત્યારે પાણીગેટ પોલીસ મથકમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુનામાં પોલીસે ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન અંગે જરૂરી સીડીઆર એનાલિસીસ અને સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ ઈ ગુજકોપ અને ખાનગી બાતમીદારથી બાતમી મેળવી પાણીગેટ પોલીસે ઘરફોડ રીઢા ચોરીમાં સંડોવાયેલા સગીર સહીત બે લોકોને ઝડપી પાડ્યા હતા.

બાપોદ અને પાણીગેટ પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનાઓના ભેદ ખુલ્યાં

પાણીગેટ પોલીસે ઝડપી પાડેલા બંને રીઢા ચોર ભંગારની ફેરી ફરતા ફરતા તથા છૂટક મજૂરી કામ અર્થે સોસાયટી વિસ્તારમાં જઈ બંધ મકાનોમાંથી તેમજ અવરજવર વાળા વિસ્તારોમાંથી લોકોની નજર ચૂકવી મોબાઈલ ફોનની ચોરી કરતા હતા. પાણીગેટ પોલીસે બંને ચોરને પકડી પાડી બાપોદ અને પાણીગેટ પોલીસ મથકમાં નોંધાયેલ 3 ગુના ડિટેકટ કર્યા છે.

To Top