પંજાબની ચૂંટણી પહેલાં ED સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરશે: અરવિંદ કેજરીવાલ

દિલ્હી:  દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આગામી દિવસોમાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની (Satyendra Jain) ધરપકડ કરી શકે છે. તેમણે કહ્યું કે મને સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે પંજાબની ચૂંટણી (Punjab election) રહેલા ED સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે તેમની વિરુદ્ધ બે વખત દરોડા (raid) પાડ્યા હતા પરંતુ તેમને કંઈ મળ્યું ન હતું. પરંતુ હવે અમે બીજી વાર પણ તેમનું સ્વાગત કરીશું.

બીજેપીને હારવાનો ડર સતાવવા લાગે છે ત્યારે તે એજન્સીઓનો સહારો લે છે
સીએમ કેજરીવાલે  બીજેપી પર કટાક્ષ કરતાં કહ્યું કે જ્યારે બીજેપીને હારવાનો ડર સતાવવા લાગે છે ત્યારે તે એજન્સીઓનો સહારો લઈ છે. તેમણે કહ્યું કે ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય એજન્સીઓ પણ સક્રિય થઈ રહી છે. ભાજપ તેની તમામ એજન્સીઓને AAP નેતાઓ પાછળ મૂકી શકે છે. તે ફકત સત્યેન્દ્ર જૈનના ઘરે જ નહી પણ મનીષ સિસોદિયા, ભગવંત માન અને મારા ઘરે પણ દરોડા પાડી શકે છે. પરંતુ અમે આ કપરા સમયનું પણ સ્વાગત કરીશું. આ અગાઉ પણ EDએ સત્યેન્દ્ર જૈનના ઘરે બે વખત દરોડા પાડ્યા છે પરંતુ તેમને કંઈ મળ્યું નથી. 

ચન્નીજીની જેમ અમે રડીશું નહીં-કેજરીવાલ
સીએમ કેજરીવાલે પંજાબના સીએમ ચન્ની પર પણ કટાક્ષ કરતાં કહ્યું કે અમે પંજાબના મુખ્યમંત્રી ચન્નીજીની જેમ રડીશું નહીં, તેમને આઘાત લાગ્યો છે. કારણ કે તેમણે ખોટું કર્યું છે. પણ અમે ડરતા નથી. કારણ કે જો તમે ઈમાનદારીથી કામ કરશો તો આ અવરોધો આવે છે. અમને કોઈ ડર નથી. કારણ કે અમે ખોટું કર્યું નથી. મારા ઘરે પહેલા પણ ઘણી વખત રેડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયા પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને તે  જેલમાં પણ ગયા છે. અમે ડરતા નથી. સત્યેન્દ જૈનની ધરપકડ કરશે. 5-6 દિવસમાં જામીન મળી જશે. અમને કોઈ ડર નથી. તમે એજન્સીઓ મોકલો અમે દરેકનું સ્વાગત કરીશું. 

2018માં ડો. ઋષિરાજ સાથે નામ આવ્યું હતું
દિલ્હી ડેન્ટલ કાઉન્સિલના રજિસ્ટ્રાર ડૉ. ઋષિ રાજના નિવાસસ્થાને સીબીઆઈના દરોડામાં, કથિત રીતે જૈન અને તેમની કંપનીની મિલકતના દસ્તાવેજો, 2 કરોડ રૂપિયાની બેંક ડિપોઝિટની સ્લિપ મળી આવી હતી. આ દર્શાવે છે કે 2011માં જૈનની કંપનીઓના નામે 2 કરોડ રૂપિયા જમા થયા હતા. આ ઉપરાંત દિલ્હીના કરાલા ગામમાં જૈનના નામે 12 વીઘા 2 બિસ્વા અને 8 વીઘા 17 બિસ્વા જમીનની 14 વીઘા જમીનની પાવર ઑફ એટર્ની પણ રિકવર કરવામાં આવી હતી.

Most Popular

To Top