સુરત: વેસુમાં રહેતા ગાયવાલાબંધુઓએ નાનપુરાના યાર્નના વેપારી પાસેથી રૂ.3.21 કરોડનો માલ ખરીદીને પેમેન્ટ આપ્યું ન હતું. જે અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી...
સુરત જિલ્લામાં આઝાદીની ચળવળમાં સૌથી વધુ સક્રિય એવા બારડોલી તાલુકાના પૂર્વ છેડે આવેલા વઢવાણીયા ગામમાં પ્રવેશતા જ એન.આર.આઇ. ભાઈઓનું ગામ હોય તેવી...
સોમવારે ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે, જેના લીધે ઉત્તરાખંડ (Uttrakhand Flood) સહિત અનેક ઠેકાણાઓ પર પૂરની સ્થિતિ સર્જાઈ છે....
ગણદેવીના સીમાડે આવેલા અને 2016માં તત્કાલીન ધારાસભ્ય મંગુભાઈ પટેલે દત્તક લીધેલા ખેરગામની સમસ્યાનો હજુ પણ અંત આવ્યો નથી. એ ખરું કે એશિયાની...
કાશ્મીર ખીણમાં ૧૯૯૦ પહેલાના ઇતિહાસનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે, પણ કેન્દ્રની હિન્દુત્વવાદી સરકાર લાચાર બનીને તમાશો જોઈ રહી છે. આપણે બધા...
પૃથ્વી પરનાં તમામ પ્રાણીઓમાં સર્વશ્રેષ્ઠ પ્રાણી માનવી છે. અહીં પ્રશ્ન એ છે કે માનવીની સરખામણી પશુઓની સાથે કરી શકાય? વિદ્યધામમાં કોઈ શિક્ષક...
કહેવત છે કે ‘સત્યમેવ જયતે’, જેના કારણે લોકોને કોર્ટ-કાનૂન પર વિશ્વાસ હતો, ખૂંખાર-રીઢા-આરોપીઓને અદાલત સજ્જડ પૂરાવાના આધારે કડક સજા કરતી હતી અને...
તા૧૨ ઑક્ટોબર, ૨૦૧૧ ના રોજ દેશનાં વર્તમાનપત્રોમાં પ્રકાશિત સમાચારો મુજબ, “૧૧ ઓક્ટોબરના દિને. અમેરિકાના 0૩ અર્થશાસ્ત્રીઓ ડેવિડ કાર્ડ, જોશુઆ ડી એન્ચિસ્ટ અને...
સખેદ જણાવવું પડે છે એમ આજકાલ બહુધા હિન્દુઓના શેરી મહોલ્લાઓમાં જાણે…. ‘હિન્દુત્ત્વ’ ના જુવાળનો જોમ વેગ પકડે છે એમ દરરોજ સવારે અને...
એક શ્રીમંત શેઠ ..રોજ સવારે ઘરેથી નીકળીને બરાબર આઠના ટકોરે મંદિરપહોંચી ભગવાનના દર્શન અને આરતી કરવાનો નિયમ ….આ નિયમ તેઓ ક્યારેય તોડે...
લંકેશ હતાં ત્યાં સુધી તો લંકામાં પણ ધાક હતો. રાજ ઘરાનાની પ્રણાલિકા ને લંકેશના અકડું મિજાજને કારણે દેશદેશાવરના મોઢાં પણ બંધ હતાં....
ગુજરાત યુનિવર્સિટીના નવા બંધાતગુા કોમર્સ વિભાગના ભવનમાં નીચેના ભાગે કોમર્સ માટેનું મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે. વાણિજય વિષયક બાબતોનું પણ મ્યુઝિયમ હોય તે...
છેલ્લા કેટલાક વર્ષથી ક્રિપ્ટોકરન્સી એ વિશ્વના આર્થિક જગતમાં બહુ ચર્ચાતી બાબત બની ગઇ છે. અને આ ક્રિપ્ટોકરન્સીમાં બિટકોઇન એ સૌથી અગ્રણી ક્રિપ્ટોકરન્સી...
આણંદ : આણંદના લાંભવેલ ગામની સીમમાં આવેલી બિગલાયન એન્ટરટેઇનમેન્ટ પ્રા. લી.ની જમીનનો સોદો 2015માં કરવામાં આવ્યો હતો. જે પેટે કંપનીના મેનેજીંગ ડિરેક્ટરે...
આણંદ : તારાપુર ખાતે પિયરમાં રહેતી પરિણીતાને વસો ખાતે રહેતા તેના સાસરિયાએ તમામ દાગીના વેચી મકાન ખરીદ્યા બાદ પણ વધુ રકમ પિયરમાંથી...
દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નગરમાં ફરી એકવાર ઓનલાઈન છેતરપીંડીની ઘટના સામે આવી છે. જેમાં એક ૨૮ વર્ષીય યુવકને એક લીંકના ધારકે...
દાહોદ: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ફરી એકવાર લેન્ડ ગ્રેબીંગનો કિસ્સો સામે આવતાં જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં બે પિતા –...
વડોદરા: ઘર આંગણે કાર પાર્ક કરતા જ્વેલર્સ સાથે વાતચીત કરવાના બહાને ૪ ઇસમોએ લૂંટનો પ્રયાસ કરતા એક લૂંટારૂએ દેશી બનાવટના તમંચામાંથી ફાયરિંગ...
વડોદરા: ગણેશનગરમાં સફાઇ કામ કરતા કોન્ટ્રાક્ટરના માણસો પર 4 સ્થાનિક માથાભારે ઇસમો લાકડીઓ લઇને તુટી પડતા એકનને અજા પહોંચી હતી. હુમલાખોરો વિરૂધ્ધ...
વડોદરા : સેસન્સ કોર્ટની લોબીમાં ભરબપોરે એક આધેડે જ્વલનશીલ પ્રવાહી છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કરતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસ વકિલ અને કોર્ટના...
વડોદરા: પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા શહેરના 4 વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2132 મકાનોના બનાવવાના હોય તેને લઈ વહેલી સવારથી ફોર્મ વિતરણની...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશો માલેતુજારો પર કેટલા મહેરબાન હોય છે. તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કરોડો રૂપિયામાં કોર્પોરેશનના પ્લોટ...
વડોદરા: આધેડ પ્રેમિકાએ સંબંધ તોડી નાખતા ઉશ્કેરાયેલા પ્રેમીએ જાહેરમાં તિક્ષ્ણ ખંજરના ત્રણ ઘા મારી દેતા લોહીલુહાણ પ્રેમીકાને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં...
ગાંધીનગર: રાજ્યમાં સતત ઠંડી વધી રહી છે. ખાસ કરીને નલિયા અને વલસાડમાં સતત ઠંડી વધી રહી છે. રાજ્યના અન્ય ભાગમાં પણ ઠંડી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ દક્ષિણ ગુજરાતમાં નોધાવા સાથે કુલ 18 નવા કેસ નોંધાયા છે. જ્યારે બીજી બાજુ સોમવારે...
આગામી 2022માં ગુજરાતમાં 182 બેઠકો માટે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે હવે કોંગ્રેસમાં દિલ્હીથી શરૂ કરીને ગુજરાતમાં પણ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો...
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ અંગેની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત કૃષિ વિભાગના અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને પ્રગતિશીલ ખેડૂતોને માર્ગદર્શન...
વાંસદા: દક્ષિણ ગુજરાતની (South Gujarat) આદિવાસી જનતા માટે આશીર્વાદ સમાન બીલીમોરા વઘઇ (Bilimora Vaghai) નેરોગેજ રેલવે લાઈન (Narrow gauge railway line) પુન:...
ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકાર સમક્ષ કરાયેલી રજૂઆતને પગલે આજે રવિવારે ગૃહ વિભાગ દ્વ્રારા મહત્વનું નોટિફિકેશન બહાર પાડીને તા.19મી ઓકટો.ના રોજ ઈદ-એ-મિલાદના (Eid...
નવી દિલ્હી: (Delhi) મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે (Satyapal Malik) કાશ્મીરમાં (Kashmir) હત્યાથી લઈને ખેડૂતોના આંદોલન સુધીના મુદ્દાઓ પર મોદી સરકાર પર નિશાન...
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સુરત: વેસુમાં રહેતા ગાયવાલાબંધુઓએ નાનપુરાના યાર્નના વેપારી પાસેથી રૂ.3.21 કરોડનો માલ ખરીદીને પેમેન્ટ આપ્યું ન હતું. જે અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. બે મહિનામાં પ્રી પ્લાન કરોડોનો માલ ખરીદીને પણ શહેરના જાણીતા ઉદ્યોગપતિઓ દ્વારા યાર્નના ડીલરને નાણાં આપવા માટે ઇનકાર કરવામાં આવ્યો હતો. દરમિયાન વેપારી હિમાંશુ શાહ દ્વારા સ્યુસાઇડ એટેમ્પ કરવામાં આવતાં યાર્નના ડીલરોમાં ખળભળાટ મચી ગયો હતો.
છેલ્લા બે દાયકાથી ધંધો કરી રહેલી ગાયવાલા પેઢી દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી બાદ પોલીસ કમિશનર અજય તોમરને ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ વેપારીઓ દ્વારા જીએસટી ક્રેડિટ નેવું લાખ જેટલી ઉઠાવવામાં આવી હતી. આ ઉપરાંત વિશ્વાસ પર ચાલતા યાર્નના કરોડોના વહીવટમાં આ મોટાં માથાં દ્વારા છેતરપિંડી કરવામાં આવતાં આખું બજાર ખળભળી ઊઠ્યું છે. હાલમાં આવા ચીટરોનો બહિષ્કાર કરવા યાર્ન ડીલરો દ્વારા વલણ અપનાવાયું છે.

એક જ મહિનામાં કરોડોનો માલ ખરીદીને વેપારીને રસ્તા પર લાવી દેવાયો
પ્રાપ્ત વિગતો મુજબ ઉધના-મગદલ્લા રોડ ઉપર અંબિકા ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીમાં જયેશ ટેક્સટાઇલના નામે વેપાર કરતા વેપારી બીપીન મનહરલાલ ગાયવાલાને ત્યાં જયેશ મનહરલાલ ગાયવાલા મેનેજર તરીકે નોકરી કરતા હતા. આ દરમિયાન તેમની મુલાકાત નાનપુરા ચેમ્બર્સ ઓફ કોમર્સની બાજુમાં શ્રી એપાર્ટમેન્ટમાં રહેતા હિમાંશુ ચંદુભાઇ શાહની સાથે થઇ હતી. હિમાંશુભાઇ ઝાંપાબજાર હજૂરી ચેમ્બર્સમાં એચ.સી. શાહ એન્ડ કંપનીના નામે યાર્નનો વેપાર કરતા હતા.
જયેશભાઇએ હિમાંશુભાઇને વેપાર કરવાનું કહી બીપીનભાઇની સાથે યાર્નનો વેપાર કરવા કહ્યું હતું. દરમિયાન 2020ના જુલાઇથી લઈ ઓગસ્ટ મહિના સુધીના બે મહિનામાં જ બીપીનભાઇ તેમજ જયેશભાઇએ હિમાંશુભાઇની પાસેથી રૂ.3.21 કરોડનો યાર્નનો માલ ખરીદ્યો હતો અને પેમેન્ટ આપ્યું ન હતું. હિમાંશુભાઇ જ્યારે પણ પેમેન્ટની માંગણી કરતા હતા ત્યારે તેમને મારી નાંખવાની ધમકી મળતી હતી. આ બનાવ અંગે હિમાંશુભાઇએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગાયવાલાબંધુઓની સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.